For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ભારતીય સેનામાં અગ્નિવીરની ભરતીમાં જોડાવવા માંગતા ઉમેદવારો આ તારીખ સુધી જ ભરી શકશે ફોર્મ- જાણો છેલ્લી તારીખ

11:27 AM Feb 22, 2024 IST | V D
ભારતીય સેનામાં અગ્નિવીરની ભરતીમાં જોડાવવા માંગતા ઉમેદવારો આ તારીખ સુધી જ ભરી શકશે ફોર્મ  જાણો છેલ્લી તારીખ

Recruitment ofAgniveer: ભારતીય સેનાના ભૂમિદળમાં અગ્નિવીર(Recruitment ofAgniveer) તરીકે જોડાવા ઇચ્છતા ઉમેદવારો 22 માર્ચ સુધીમાં www.cdnindianarmy.nic.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકશે. અગ્નિવીર બનાવા ઇચ્છતા ઉમેદવારે ધોરણ 8 સુધીનો અભ્યાસ કરેલો હોવો જરૂરી છે. આ ઉપરાંત ઉમેદવાર અવિવાહિત, શારીરિક સશક્ત હોવા પણ જરૂરી છે.

Advertisement

ઉમેદવારે ધોરણ 8 સુધીનો અભ્યાસ કરેલો હોવો જરૂરી
આ ભરતીમાં 17.5 થી 21 વર્ષના એટલે કે તા. 01 ઓક્ટોબર 2003 થી તા. 01 એપ્રિલ 2007 વચ્ચે જન્મેલા (બંને તારીખ ગણવી) તેમજ 168 સેમી ઊંચાઈ (એસટી ઉમેદવાર અને કલાર્ક જગ્યા માટે 162 સેમી), 77 - 82 સેમી છાતી તેમજ યોગ્ય વજન જેવી શારીરિક માપદંડ ધરાવતા અપરિણીત પુરુષ ઉમેદવારો વિવિધ પાંચ જગ્યાઓ જેવી કે (1) અગ્નિવીર (જીડી)- 45% માર્ક્સ સાથે 10મું પાસ, (2) અગ્નિવીર (ટેક્નિકલ)- નોન મેડિકલ સાથે 12મું, (3) અગ્નિવીર (ટેકનિકલ)- 10મું પાસ+ITI/DIPLOMA, (4) અગ્નિવીર (ઓફીસ આસીસ્ટન્ટ/સ્ટોર કીપર)- 60% ગુણ સાથે 12મું પાસ, (5) અગ્નિવીર ટ્રેડ્સમેન- 10મું પાસ(33% સાથે) (6) અગ્નિવીર ટ્રેડ્સમેન- 8મું પાસ(33% સાથે) જગ્યા માટે અરજી કરી શકાશે.

Advertisement

ઉમેદવારોએ રૂ. 250/- ફી ભરવાની રહેશે
ભારતીય સેના અગ્નિવીર પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન લેખિત પરીક્ષા, શારીરિક પરીક્ષા, ટાઇપિંગ ટેસ્ટ/ટ્રેડ ટેસ્ટ (જો પોસ્ટ માટે જરૂરી હોય તો), તબીબી પરીક્ષા અને ડોક્યુમેન્ટ વેરીફીકેશનનો સમાવેશ થાય છે. પરીક્ષા માટે ઉમેદવારોએ રૂ. 250/- ફી ભરવાની રહેશે. ઓનલાઈન નોંધણી અને ઓનલાઈન અરજી કરવા અંગે તેમજ વધુ માહિતી તથા ભરતીની અપડેટ મેળવવા ભારતીય સેનાની વેબસાઈટ https://www.joinindianarmy.nic.in પર જાણી શકાય છે.

Advertisement

અગ્નિવીર જનરલ ડ્યુટી (તમામ આર્મ્સ), અગ્નિવીર ટેકનિકલ, અગ્નિવીર કારકુન/સ્ટોર કીપર ટેકનિકલ/ઈન્વેન્ટરી મેનેજમેન્ટ (તમામ આર્મ્સ), અગ્નિવીર ટ્રેડ્સમેન (10મું પાસ) અને અગ્નિવીર ટ્રેડ્સમેન (8મું પાસ) (તમામ આર્મ્સ), હાઉસ કીપર અને મેસ કીપર) કેટેગરીઝ. માટે ઓનલાઈન નોંધણી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement