For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

નવી જર્સી અને નવા નામ સાથે મેદાનમાં ઉતરશે RCB, IPLની પ્રથમ મેચમાં ચેન્નઇ અને આરસીબી વચ્ચે ટક્કર- કોનું પલળું રહેશે ભારે?

06:10 PM Mar 22, 2024 IST | V D
નવી જર્સી અને નવા નામ સાથે મેદાનમાં ઉતરશે rcb  iplની પ્રથમ મેચમાં ચેન્નઇ અને આરસીબી વચ્ચે ટક્કર  કોનું પલળું રહેશે ભારે

IPL 2024: વિરાટ કોહલીએ મંગળવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે RCB અનબોક્સ 2024 ઇવેન્ટ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની નવી જર્સી લોન્ચ કરી. ટીમના નવા નામ અને લોગોનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. ટીમ હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(IPL 2024) તરીકે ઓળખાશે.

Advertisement

RCBએ નામ બદલ્યું
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ રવિવારે (17 માર્ચ) ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં તેમની પ્રથમ ટ્રોફી જીતી હતી. સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની ટીમે ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને હરાવીને વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) જીતી લીધી છે. જોકે, RCB અનબોક્સ ઈવેન્ટમાં પુરૂષોની ટીમને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. આ ઈવેન્ટમાં, ફ્રેન્ચાઈઝીએ તેનું નામ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરથી બદલીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ કર્યું છે.

Advertisement

RCB નવા નામ અને નવી જર્સી સાથે મેદાનમાં ઉતરશે
આઈપીએલ 2024ના થોડા દિવસો પહેલા જ આરસીબીએ તેનું નામ બદલી નાખ્યું હતું. ફ્રેન્ચાઇઝીએ આ સિઝન માટે નવી જર્સી પણ લોન્ચ કરી છે. હવે કોહલીની ટીમ 'રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર' તરીકે ઓળખાશે. અગાઉ RCB ટીમની જર્સીનું કોમ્બિનેશન લાલ અને કાળું હતું, પરંતુ હવે જર્સીને કાળાને બદલે વાદળી કરી દેવામાં આવી છે.

Advertisement

ચેન્નાઈ સુપર કિંગ્સ નવા કેપ્ટન સાથે પ્રવેશ કરશે
જ્યાં RCB ટીમ નવી જર્સી અને નવા નામ સાથે પ્રવેશ કરશે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે. વાસ્તવમાં, એમએસ ધોનીએ IPL 2024ની શરૂઆતના એક દિવસ પહેલા કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી. તેમણે યુવાન ઋતુરાજ ગાયકવાડને કમાન સોંપી છે.

RCBની જીત પર નજર
મહિલા ટીમ બાદ હવે પુરૂષ ટીમ પણ આ વર્ષે ટ્રોફી કબજે કરવા માંગશે. વિરાટ કોહલી ઉપરાંત ટીમને ગ્લેન મેક્સવેલ, કેમેરોન ગ્રીન અને ફાફ ડુ પ્લેસિસ પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે. છેલ્લી સીઝનની વાત કરીએ તો IPL 2023 રોયલ ચેલેન્જર બેંગ્લોર માટે કંઈ ખાસ નહોતું. RCBએ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને તેની સફર સમાપ્ત કરી. તેથી આ સિઝનમાં ટીમના ખેલાડીઓએ પોતાની તાકાત બતાવવી પડશે.

Advertisement

Tags :
Advertisement
Advertisement