For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરતમાં હવે શ્વાન પણ સલામત નહીં, હવસખોર આધેડે શ્વાન પર આચર્યું દુષ્કર્મ- સીસીટીવી આવ્યા સામે

12:24 PM Dec 08, 2023 IST | Dhruvi Patel
સુરતમાં હવે શ્વાન પણ સલામત નહીં  હવસખોર આધેડે શ્વાન પર આચર્યું દુષ્કર્મ  સીસીટીવી આવ્યા સામે

Youth raped a dog in Surat: સુરતમાં દુષ્કર્મ મામલે યુવતીઓ જ નહીં હવે શ્વાન પણ સલામત રહ્યા નથી. વિકૃત મગજના કેટલાક અસમાજીક તત્વો અબોલ જીવને પોતાની હવસનો શિકાર બનાવતો હોય છે. ત્યારે સુરતમાં ફરી એકવાર અબોલા જીવ સાથે સૃષ્ટી વિરુધનું કૃત્ય કરનાર આધેડનો વિડીયો સામે આવ્યો છે. માહિતી અનુસાર સુરતના વરાછા વિસ્તારમાં મધરાત્રે એક આધેડે શ્વાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ(Youth raped a dog in Surat) કર્યું હતું. આ ઘટના સુરતના મોટા વરાછાના અંબિકા પિનેકલની હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે શ્વાન સાથે દુષ્કર્મનો આ પહેલો બનાવ નથી આ પહેલા પણ સુરતમાં શ્વાન સાથે દુષ્કર્મના બનાવો બની ચુક્યા છે.

Advertisement

બે મહિના આગાઉ જ સુરતના વરાછા વિસ્તારમાં જ એક વિકૃત વ્યક્તિએ શ્વાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. ઘટનાને લઇ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સુરતના વરાછા વિસ્તારમાં રહેતો અને સિક્યુરિટી ગાર્ડનું કામ કરતો દયાશંકર શર્મા નામનો વ્યક્તિ માનસિક રીતે વિકૃત હોય તે પ્રકારની ઘટના સામે આવી હતી. વરાછા વિસ્તારમાં આવેલી ભાતની વાડી પાસે રાત્રિના સમયે શ્વાન સાથે સિક્યુરિટી ગાર્ડ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું અને કરાવ્યું હતું આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી આવ્યા બાદ શહેરમાં ભારે ચર્ચા જાગી હતી.

Advertisement

Advertisement

સોસાયટીમાં રખડતા શ્વાનોની સાથે આ પ્રકારનું કૃત્ય કરતા પ્રાણી પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેથી આ સમગ્ર મામલે વરાછા પોલીસ મથકમાં દયાશંકર શર્મા નામના સિક્યુરિટી ગાર્ડ વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની તેમજ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળની કલમ મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અત્રે ઉલેખનીય છે કે, આ અગાઉ પણ સુરતના નવસારી બજારમાં માનવતાને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો હતો. આ વિસ્તારમાં આવેલી મલેકવાડી નલવાલા શેરીમાં 60 વર્ષના વૃદ્ધે શ્વાન સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા એક વ્યક્તિએ અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં આ આધેડ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અને ત્યાર બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. વારવાર આવી ઘટનાને લઈને શહેરભરમાં પશુપ્રેમી લોકોમાં રોષે ભરાયા છે. આ પ્રકારનું કૃત્ય થતા શહેરભરમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement