For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

રાજકોટનો હિરેન મશરૂ ડોક્ટર નહિ પણ દાનવ છે: રૂપિયા રળવા સરકાર તો ઠીક નાના બાળકને પણ ના છોડ્યું

02:32 PM May 03, 2024 IST | V D
રાજકોટનો હિરેન મશરૂ ડોક્ટર નહિ પણ દાનવ છે  રૂપિયા રળવા સરકાર તો ઠીક નાના બાળકને પણ ના છોડ્યું

Rajkot News: ડોક્ટરને આપણે બીજા ભગવાન માનીએ છીએ.અપને આપણી અમૂલ્ય ઝીંદગી ડોકટરના ભરોશે છોડી દેતા હોય છીએ.પરંતુ ઘણી વાર એવું બને છે કે,ડોક્ટર જ થોડા ઘણા રૂપિયા માટે દર્દીના જિંદગી સાથે ચેડાં કરે છે.ત્યારે આવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે.જેમાં એક ડોક્ટર રીતસર રાક્ષસ બની ગયો હોય તેવું સામે આવ્યું છે.જેમાં ખોટી રીતે સરકારી યોજના આયુષ્માન કાર્ડમાંથી(Rajkot News) પૈસા કમાવવા માટે આ ડોક્ટર નવા તાજા જન્મેલા બાળકો એટલેકે, નવજાત શીશુઓને ભયાનક યાતનાઓ આપી આપીને પોતાની હોસ્પિટલના આઈસીયુમાં ગોંધી રાખતો હતો. બાળકને ગંભીર બીમારી હોવાનું બહાનું કાઢીને આ ડોક્ટર સરકારી યોજનામાંથી કરોડો રૂપિયાની કમાણી કરતો હતો.

Advertisement

ખુદ રક્ષક જ બન્યા ભક્ષક
આયુષ્માન યોજના હેઠળ અનેક પ્રકારની બીમારીઓ આવરી લેવાઈ છે.આ પૈકી નવજાત બાળકોને કમળો, ઈન્ફેક્શન, ગેસ, ન્યુમોનિયા જેવા રોગ થાય અને એનઆઈસીયુમાં રાખવા પડે તો તેની પણ જોગવાઈ છે. આ કારણે નવજાતની સારવારનો ખર્ચ પરિવારની માથે આવતો નથી અને તેનો જીવ પણ બચાવી શકાય છે. નવજાતના કિસ્સામાં સૌથી ગંભીર સ્થિતિ એ હોય છે કે તેને શું દર્દ થાય છે તે જણાવી શકતું નથી.ત્યારે રાજકોટમાં લક્ષ્મીનગરમાં આવેલા નિહિત બેબીકેરમાં ફરજ બજાવતા કમ્પ્યૂટર ઓપરેટર રવિ સોલંકીને ડો.મશરુ વિવિધ રિપોર્ટ મોકલતો હતો. તે રિપોર્ટમાં શું ફેરફાર કરવા તેની મોબાઈલ ફોન પર સૂચના આપીને બાદમાં તેની પ્રિન્ટ કાઢવાનું કહેતો હતો.

Advertisement

રિપોર્ટમાં ચેડાં કરી એડિટિંગ કરી રૂપિયા પડાવતો
આ ડોકટના એવા ખુલાસા થયા છે કે જે સાંભળીને તમે ચોંકી જશો.અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાંથી તેમને ત્યાં નિદાન માટે આવતા બાળકો અથવા તો પ્રસૂતિ બાદ સીધા ગાયનેક રીફર કરે તે કેસમાં તેમણે કૌભાંડનો નવો રસ્તો અપનાવ્યો છે. પરિવાર પાસે આયુષ્માન કાર્ડ છે કે નહિ તેની ખરાઈ કરવામાં આવે છે. નવજાતના સેમ્પલ લઈને મંગલમ લેબોરેટરીમાં મોકલવામાં આવે અને...

Advertisement

જ્યારે રિપોર્ટ આવે અને તેમાં કોઇ સમસ્યા ન હોય તો ડો.મશરૂ તે રિપોર્ટમાં ચેડાં કરી એડિટિંગ કરી તેના આંકડા ફેરવી ઈન્ફેક્શન બતાવી નવજાતને 7થી 10 દિવસ એનઆઈસીયુમાં દાખલ કરાવી દે છે. ત્યારબાદ આ ડોક્યુમેન્ટ તેઓ આયુષ્માન યોજના કે જે પીએમજેએવાય તરીકે ઓળખાય છે તેના પોર્ટલમાં અપલોડ કરી મંજૂરી મેળવી લે છે. મંજૂરી મળતા પ્રતિ દિવસ તેમને 9થી 10 હજાર રૂપિયા મળવાના શરૂ થાય છે.

8 મહિનામાં અઢી કરોડ વસૂલ્યા
આ ઠગ ડોક્ટરએ સારવાર કરી 8 મહિનામાં અઢી કરોડ વસૂલ્યા છે..આ સાથે જ આયુષ્માન કાર્ડથી અનેક બાળકોની જરૂર ન હોવા છતાં કે જરૂર ન હોય તેવી સારવાર કર્યાનો ખુલાસો થયો છે. હાલ આ ડૉક્ટર અને કમ્પાઉન્ડર વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે..જેના પરથી સાબિત થઈ રહ્યું છે કે, ડૉક્ટર ખુદ દર્દીના રિપોર્ટમાં ફેરફાર કરાવતા હતા. જો આ ઘટનાની ઉંડાણથી તપાસ કરવામાં આવે તો અનેક મોટા ખુલાસા થઈ શકે છે.

Advertisement

નકલી રિપોર્ટ તૈયાર કરાવાતા હોવાનું કારસ્તાન
તંદુરસ્ત નવજાતના શરીરમાં છ-છ દિવસ નળીઓ અને સિરિન્જ ભોંકાવી રાખી કરોડો રૂપિયાની કાળી કમાણી કરતા એક તબીબનાં કાળા કરતૂતો બહાર આવ્યાં છે. નવજાતને કોઈપણ પ્રકારની બીમારી ન હોવા છતાં સાચા રિપોર્ટમાં છેડછાડ કરી તેમાં નવજાતને ગંભીર બીમારી છે તેવા નકલી રિપોર્ટ તૈયાર કરાવાતા હોવાનું કારસ્તાન તપાસમાં બહાર આવ્યું છે.

Tags :
Advertisement
Advertisement