For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ: ટીલાળાએ હસતા હસતા કહ્યું, 'હા..હા..હા..,લે હવે આમા તો હવે હું શું કરી શકું?'

01:27 PM May 26, 2024 IST | V D
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ  ટીલાળાએ હસતા હસતા કહ્યું   હા  હા  હા   લે હવે આમા તો હવે હું શું કરી શકું

Rajkot TRP Gamezone Fire: ગઈકાલે 25 મે, 2024નો દિવસ ગુજરાત માટે દુ:ખદાયી દિવસ બન્યો છે. રાજકોટ શહેરના કાલાવડ રોડ TRP ગેમઝોનમાં મોટી આગ લાગી હતી. આ આગમાં 30થી વધુના મોત થયા છે. ત્યારે આ ઘટનાને લઈને નેતાઓએ પ્રતિક્રિયાઓ આપી છે અને મૃતકો પ્રત્યે સાંત્વના દાખવી છે.પરંતુ આપણા રાજકોટના ધારાસભ્ય(Rajkot TRP Gamezone Fire) આવા કપરા સમયે પણ રંગીલા મૂડમાં જોવા મળ્યા હતા.આ મામલે જ્યારે ભાજપના ધારાસભ્ય ટીલાળાને મીડિયા દ્વારા સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમને મામલની ગંભીરતા લેવાની બદલે ખી… ખી… અને હા..હા..હા.. કરીને આ વાતના જવાબો આપ્યો અને કહ્યું કે, 'લે હવે આમા તો હવે હું શું કરી શકું'.

Advertisement

'હા..હા..હા..,લે હવો આમા તો હવે હું શું કરી શકું'
રાજકોટમાં ગેમઝોનમાં લાગેલી આગની ઘટનામાં 24થી વધુ લોકો જીવતા ભૂંજાઈ ગયા. આ ઘટનાથી રાજ્ય સહિત સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. બાળકોના મૃતદેહ બહાર આવતા જોઈને સૌ કોઈની આંખો ભીની થઇ રહી છે. તો આવી કરૂણ ઘટના સમયે પ્રતિક્રિયા આપતા ભાજપ ધારાસભ્ય રમેશ ટીલાળા હસી રહ્યા હતા. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના અંગે મીડિયા દ્વારા તેમને અનેક સવાલો પૂછવામાં અવયતા હતા.ત્યારે જાણે કે,કોઈના લગ્નપ્રસંગમાં આવ્યા હોય તેમ હા..હા..હા.. કરીને કહ્યું કે,લે હવો આમા તો તું હવે શું કરી શકું'.ત્યારે તેમના આ જવાબ અંગેનો વિડીયો હાલ સોશિયલમીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Advertisement

આ નેતા ભાન ભૂલ્યા
રાજકોટના ગેમઝોનમાં આગની હોનારતથી 30થી લોકો તંત્રના પાપે જીવતા બળી મર્યા છે ત્યારે ગુજરાતના સૌથી ધનાઢ્ય ધારાસભ્ય રમેશ ટીલાળા હસી રહ્યા છે. જે ગેમઝોનમાં ફાયર NOC નહોતી, પૂરતી મંજૂરીઓ નહોતી છતાં તંત્ર ક્યારેય તપાસ માટે ન ગયું અને ગેમઝોન બંધ ન કરાવ્યો અને હવે તો હદ થઈ ગઈ. ધારાસભ્ય આટલા મોટા દુખદ બનાવ પછી હસી રહ્યા છે. આટઆટલા નિર્દોષોના મોત પછી તંત્ર અને નેતાઓ બધા કડક પગલાં લેવાની ડંફાશ મારી રહ્યા છે. પરંતુ જરા જુઓ આ નેતાને કે જેઓ મોતનો મલાજો કેવી રીતે જાળવવો તેનું પણ તેમને ભાન નથી.

Advertisement

156 ઈંચનું સ્મિત આવા હિંમતવાન નેતા જ કરી શકે
'હા..હા..હા.. કરીને કહ્યું કે,લે હવો આમા તો તું હવે શું કરી શકું, જો આ હાસ્યનું માપ કાઢશો તો એનું વજન ચોક્કસ જ '156 સીટ' નીકળશે! આછી-પાતળી બહુમતી ધરાવતી સરકારના ધારાસભ્યની હિંમત જ ન થાય કે એ જ્યાં લોકોના લાડકવાયા જીવતા ભૂંજાઈ રહ્યા હોય ત્યાં શરમને ય શરમાવે એવું 156 ઈંચનું સ્મિત રેલાવી શકે.

આ હાસ્ય પરથી એવું સ્પષ્ટ થયું કે,પચ્ચીસ મરે કે એકસો પચ્ચીસ,એનાથી નેતાઓને કોઈ જ ફર્ક પડતો નથી.આજે ટીલાળાએ એવું 156 ઈંચનું સ્મિત જળકાવ્યું જો આ જગ્યા પર કોઈ અન્ય પાર્ટીના નેતાએ આવી હરકત કરી હોત તો...,એ લોકોનું એવું હાસ્ય શું ભાજપ સહન કરી લેતે.ખેર, જે પરિવારના દિપક બુજાય છે તે આખી જિંદગી યાદ રાખશે બાકી આવો બીજો બનાવ આવશે એટલે લોકો આ બનાવને ભૂલી જશે.જો કે હાલમાં આ સરસ મજાના સ્મિતનો વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.જેમાં લોકોએ કમેન્ટ્સનો મારો પુષક્ળ ચલાવ્યો છે.

Advertisement

કમેન્ટ્સનો મારો
લોકોએ કમેન્ટ્સ સાથે આક્ષેપો કર્યા અને કહ્યું કે, આ ધારાસભ્યને ભાન નથી કે શું?, તો અન્ય એકએ કહ્યું કે, દુઃખ ના થતું હોય તો વાંધો નહીં,પરંતુ ઉદાસ થવાનું નાટક તો કરો,અમને પણ ખબર છે તમને મનમાં પણ નથી.ત્યારે ત્રીજા એકાએ કહ્યું કે,આ જગ્યાએ નેતાનો દીકરો દીકરી હોત તો આવું 156ઈંચનું હાસ્ય કરતે.

Tags :
Advertisement
Advertisement