For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

મોટી દુર્ઘટના: એરપોર્ટ પર ક્રેશ થયું સરકારી હેલિકોપ્ટર, બે પાયલટના મોત- 'ઓમ શાંતિ'

09:50 AM May 13, 2022 IST | Mishan Jalodara
મોટી દુર્ઘટના  એરપોર્ટ પર ક્રેશ થયું સરકારી હેલિકોપ્ટર  બે પાયલટના મોત   ઓમ શાંતિ

છત્તીસગઢ(Chhattisgarh)ની રાજધાની રાયપુર(Raipur)માં એક મોટો અકસ્માત(Accident) થયો છે. રાયપુર એરપોર્ટ પર સરકારી હેલિકોપ્ટર ક્રેશ(Government helicopter crashes) થયું છે. આ અકસ્માતમાં મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. દુર્ઘટના સમયે હેલિકોપ્ટરમાં 1 પાયલટ અને એક કોપાયલોટ હતા. બંનેના મોત થયા છે. રાયપુરના SSP પ્રશાંત અગ્રવાલે અકસ્માતની પુષ્ટિ કરી છે. આ અકસ્માત રાયપુર એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન થયો હતો. ગુરુવારે રાત્રે લગભગ 9.10 વાગ્યાની આસપાસ રાયપુર એરપોર્ટ રનવેના છેડે આ અકસ્માત થયો હોવાનું કહેવાય છે. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ, CISF અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

Advertisement

છત્તીસગઢ સરકાર દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે હેલિકોપ્ટર આજે રાત્રે લગભગ 9.10 વાગ્યે રાયપુરના સ્વામી વિવેકાનંદ એરપોર્ટ પર ક્રેશ થયું હતું. તે નિયમિત ટ્રેનિંગ ફ્લાઈટ પર હતું. ટેકનિકલ ખામીના કારણે અકસ્માત થયો હોવાના પ્રાથમિક સંકેતો છે. આ અકસ્માતમાં કેપ્ટન ગોપાલ કૃષ્ણ પાંડા અને કેપ્ટન એપી શ્રીવાસ્તવનું મોત થયું છે.

Advertisement

દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા DGCA અને રાજ્ય સરકારના આદેશ પર વિગતવાર તકનીકી તપાસ હાથ ધરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે રામકૃષ્ણ હોસ્પિટલ પ્રશાસને પાયલટોના મોતની પુષ્ટિ કરી છે. અકસ્માત બાદ એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી. થોડો સમય અરાજકતા સર્જાઈ હતી, પરંતુ સમયસર પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી.

Advertisement

મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું:
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ રાજ્યના હેલિકોપ્ટર દુર્ઘટનામાં બંને પાયલટ કેપ્ટન પાંડા અને કેપ્ટન શ્રીવાસ્તવના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યા છે. સીએમ બઘેલે કહ્યું છે કે ‘દુઃખની આ ઘડીમાં ભગવાન તેમના પરિવારના સભ્યોને શક્તિ આપે અને દિવંગત આત્માને શાંતિ આપે’.  તપાસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અકસ્માતનું સ્પષ્ટ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Advertisement

Tags :
Advertisement
Advertisement