For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

અંબાલાલ પટેલની આ વખતની આગાહી ખેડૂતોને કરી દેશે ખુશ, જાણો જલ્દી

07:11 PM Jun 06, 2024 IST | V D
અંબાલાલ પટેલની આ વખતની આગાહી ખેડૂતોને કરી દેશે ખુશ  જાણો જલ્દી

Ambalal Patel Forecast: ગુજરાતની જનતાને આકરી ગરમી અને બફારાથી રાહત મળી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. 7 થી 10 જૂને દક્ષિણ મહારાષ્ટ્ર, ગોવા, પૂનામાં વરસાદ પડી શકે છે.  તેમજ ભારેથી અતિભારે વરસાદ(Ambalal Patel Forecast)થવાની શક્યતા છે.અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે.

Advertisement

ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં 10મી જૂનની આસપાસ ચોમાસું શરૂ થશે. સાથે જ તેમણે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ કચ્છમાં આંધી આવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ કચ્છમાં આંધી આવી શકે છે.

Advertisement

અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહને લઈને મહત્ત્વની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને આગામી સાત દિવસના ગુજરાતના હવામાન અંગેની આગાહીમાં જણાવવામાં આવ્યુ છે. આ તરફ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલની આગાહી મુજબ દરિયા કિનારાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે.

Advertisement

અરબ સાગરમાં 10 થી 12 જૂન દરમિયાન લો પ્રેશર બનશે અને 12 જૂન સુધી દક્ષિણ- મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે કેટલીક જગ્યાએ વરસાદની આગાહી છે.

કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી શકે. આજે 6 જૂને દાહોદ, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં આગાહી છે. 7 જૂને દાહોદ, છોટા ઉદેપુર, વલસાડ, તાપી, નર્મદામાં આગાહી છે. 8 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલમાં આગાહી છે. તો દાહોદ,નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં પણ આગાહી છે.

Advertisement

આ વર્ષે કેવું રેહશે ચોમસું
રાજ્યમાં 15 મી જૂન આસપાર આહવા, ડાંગ, વલસાડ, ભરૂચ, સુરતનાં ભાગોમાં વરસાદ આવશે. તેમજ જૂનાગઢ, ગીર અમરેલી, ભાવનગર સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. તેમજ મધ્ય ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે. આ વર્ષે ચોમાસું કેવું રેહશે તે અંગે જણાવતા અંબાલાલા પટેલે જણાવ્યું હતું કે સીઝનનો પહેલો વરસાદ વાવણી લાયક રહેશે.

Tags :
Advertisement
Advertisement