Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

સુરતમાં રફતારનો કહેર: વધુ એક નશામાં ધૂત નબીરાએ રાહદારીઓની માથે ગાડી ચડાવી દીધી, જુઓ વિડીયો

11:49 AM Mar 26, 2024 IST | V D

Surat Hit and Run: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ કેટલાક બેફામ લોકો દારૂનું સેવન કરી વાહન હંકારતા હોય છે,જે પોતાની સાથે અન્ય લોકોના પણ જીવને જોખમમાં મુકતા અચકાતા નથી ત્યારે આજે ફરી એકવાર સુરતના મોટા વરાછા  વિસ્તારમાં દારૂના નશામાં ધૂત બેફામ નબીરાએ અકસ્માત(Surat Hit and Run) સર્જ્યો હોવાની ઘટના બની હતી.આ અકસ્માતમાં 2 લોકોને અડફેટે લીધા હતા જેમાં એક આધેડને માથાના ભાગમાં ગંભીર ઇજા થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

ઉતરાણ પોલીસે યુવકની ધરપકડ કરી
શહેરના મોટા વરાછામાં અકસ્માતની ઘટના બની છે. જેમાં સ્કોડા ગાડી ચાલક ભાવેશ ચલોડિયા નામના નબીરાએ 2 લોકોને અડફેટે લીધા હતા.આ કાર ચાલક દારૂ પીધેલી હાલતમાં બેફામ ગાડી ચલાવીને 2 લોકોને અડફેટે લેતા લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું જે બાદ ત્યાં હાજર લોકોએ સ્કોડા ચાલકને મેથી પાક ચખાડી આ અંગે ઉતરાણ પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે ઉતરાણ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અકસ્માતની નોંધ લઇ યુવકની ધરપકડ કરી હતી.

સદનસીબે તથ્ય કાંડ થતા બચી ગયો
આ દારૂડિયાએ 61 વર્ષીય રસિકભાઈ અને તેમના પૌત્રને અડફેટે લીધા હતા.જે દરમિયાન રસિક્ભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી,જેથી તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં હતા.તેમજ તેની સાથે રહેલા તેમના પૌત્રને નાની મોટી ઇજા પહોંચી હતી. જો કે આ અકસ્માતની ઘટનામાં રાહતની વાત તો એ છે કે સદનસીબે તથ્ય કાંડ થતા બચી ગયો હતો.

Advertisement

સિટી બસચાલકે ઓટોરિક્ષાને અડફેટે લીધી હતી
અગાઉ સુરતના ડીંડોલી વિસ્તારમાં સાઈ પોઇન્ટ પાસે સિગ્નલની આગળ સિટી બસચાલકે ઓટોરિક્ષાને અડફેટે લીધી હતી. સિગ્નલ ખુલતાની સાથે જ સિટી બસ હંકારવાનું શરૂ કરતાં આગળ જતી રિક્ષા સાથે અથડાઈ હતી. રિક્ષામાં પેસેન્જર ચડતો હતો, તે સમય જ અકસ્માત સર્જાતા પેસેન્જરના પગમાં ફેક્ચર થઈ ગયા હતા. અકસ્માત થયો તે સમયે બસમાં અંદાજે 15થી 20 જેટલા પેસેન્જર હતા. સિટી બસના ચાલક મનોજે પોતાના બચાવમાં જણાવ્યું હતું કે, સિગ્નલ ખુલતાની સાથે જ બસ ચલાવવાનું શરૂ કર્યું હતું અને મારી આગળ રિક્ષા ચાલી રહી હતી.

Advertisement

Advertisement
Tags :
Next Article