For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં થઇ રહી છે મતદાનની તડામાર તૈયારીઓ: ચુસ્ત બંદોબસ્ત તો EVMની ફાળવણી, જાણો ક્યાં છે કેવો માહોલ

05:25 PM May 06, 2024 IST | V D
ગુજરાતમાં થઇ રહી છે મતદાનની તડામાર તૈયારીઓ  ચુસ્ત બંદોબસ્ત તો evmની ફાળવણી  જાણો ક્યાં છે કેવો માહોલ

Lok Sabha Elections 2024: છેલ્લા ઘણા સમયથી લોકસભાની ચૂંટણીની રાહ જોવાતી હતી તે ચૂંટણી હવે આવી ગઈ છે ત્યારે ગાંધીનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી પૂરી કરી દેવાઈ છે અને આવતીકાલે જિલ્લાના પાંચ અલગ અલગ સ્થળોએથી પાંચ વિધાનસભા(Lok Sabha Elections 2024) ક્ષેત્રોમાં આવેલા 1320 જેટલા મતદાન મથકોમાં સઘન સુરક્ષા વ્યવસ્થા સાથે ઈવીએમ પહોંચતા કરી દેવામાં આવ્યા છે.

Advertisement

1.20 લાખ પોલીસકર્મી મતદાનના દિવસે ખડેપગે
ગુજરાતની લોકસભાની સુરત સિવાયની 25 બેઠકો તેમજ વિધાનસભા પેટાચૂંટણી માટેની 5 બેઠકો પર 7 મેના રોજ મતદાન યોજાનાર છે. ચૂંટણીપંચ દ્વારા ઝીણવટપૂર્વક તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન અને વીવીપેટના કમિશનિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. વોટર ઇન્ફોર્મેશન સ્લીપના વિતરણની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે રાજ્યના દરેક બૂથ પર ઇવીએમ મશીન સાથે સ્ટાફ પહોંચી જશે. ગુજરાતમાં 50,787 મતદાન મથક પર 7 મેના રોજ મતદાન યોજાશે, જેમાં 13,600 મતદાન મથક સંવેદનશીલ છે.જ્યારે 1.20 લાખ પોલીસકર્મી મતદાનના દિવસે ખડેપગે રહેશે.

Advertisement

ઉમેદવારો જનસંપર્ક માટે ડોર ટુ ડોર નીકળ્યા
મતદાનના દિવસે હીટવેવને લઈને ચૂંટણીપંચે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ગુજરાતમાં 28 વર્ષ પછી મે મહિનામાં મતદાન થશે, આવતીકાલે 43 ડિગ્રી તાપમાન રહેવાની હવામાન વિભાગની આગાહી છે. ત્યારે આજે રાજ્યની તમામ બેઠક પરના પોલ બુથ પર ચૂંટણી સ્ટાફ દ્વારા તૈયારી પૂર્ણ થઈ ગઈ છે અને ભરતડકામાં ચૂંટણી સ્ટાફ ઇવીએમ સાથે મતદાન મથકોએ પહોંચી ગયો છે અને કાલ માટે સેટઅપ ઊભું કરવા કામે લાગ્યા છે. તમામ મતદાન મથકોએ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ઉમેદવારો જનસંપર્ક માટે ડોર ટુ ડોર નીકળ્યા છે.

Advertisement

સંવેદનશીલ બુથો ઉપર પેરા મિલિટરી ફોર્સ મૂકવામાં આવી
દરેક વિધાનસભા વાઈઝ 20 એર કૂલર મૂકવામાં આવ્યા છે. ચૂંટણીલક્ષી કોઈપણ ફરિયાદ 1950 અને 1800 233 0322 નંબર પર કરી શકાશે. આ સિવાય મતદાન દરમિયાન EVMના રિસિવિંગ અને ડિસ્પેચિંગ માટે 20 ઈલેક્ટ્રીક એસી બસો મૂકવામાં આવી હતી તો ગરમીના ત્યાં 200 એર કુલર પણ મુકાયા હતા.રાજકોટ પોલિસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યુ હતું કે, રાજકોટ શહેરમાં લોકસભાની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે છેલ્લા દોઢ મહિનાથી પોલીસ કવાયત કરી રહી હતી. જેમાં 10,000થી વધુ શખસો સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા છે. સંવેદનશીલ બુથો ઉપર પેરા મિલિટરી ફોર્સ મૂકવામાં આવી છે. મતદાન દરમિયાન પોલીસની 60 મોબાઈલ વાન સતત પેટ્રોલિંગ કરશે. આ ઉપરાંત અન્ય 30 મોબાઈલ વાનમાં પોલીસ ઇન્સ્પેક્ટરથી લઈને ડીસીપી સહિતના અધિકારીઓ તહેનાત રહેશે.

રાજકોટમાં 3,000 પોલીસ, 600 હોમગાર્ડ, 4 પેરા મિલેટરી ફોર્સ
છેલ્લા બે દિવસથી ચેકપોસ્ટ ઉપર બહારથી આવતા લોકો ઉપર કડક નજર રાખવામાં આવી રહી છે. રાજકોટ શહેર ઉપરાંત વાકાનેર અને ટંકારામાં પણ મોબાઈલ વાન સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આવતીકાલના મતદાનના દિવસે 3,000 પોલીસ, 600 હોમગાર્ડ, 4 પેરા મિલેટરી ફોર્સની કંપની ફરજ બજાવશે. સંકલન સમિતિની જ રજૂઆત હતી તે બાદ આવતા તત્વો ઉપર ખાસ ગુજરાત રાખવામાં આવી હતી.

Advertisement

સાબરકાંઠામાં વેબકાસ્ટિંગ થશે
સાબરકાંઠા લોકસભામાં બેઠકમાં 2326 પોલિંગ સ્ટેશનમાંથી 1169 પોલિંગ સ્ટેશન પર વેબકાસ્ટિંગ થશે. જેને લઈને તૈયારીઓ આખરી તબક્કામાં ચાલી રહી છે. જેમાં સાબરકાંઠા જિલ્લામાં 1279 પોલિંગ સ્ટેશનમાંથી 643 અને અરવલ્લી જિલ્લામાં 1047 પોલિંગ સ્ટેશનમાંથી 526 પોલિંગ સ્ટેશન પર વેબકાસ્ટિંગ કરવામાં આવશે.

વડોદરામાં 3500 પોલીસ જવાનોને તહેનાત કરી દેવામાં આવ્યા
વડોદરા સંસદીય મતવિભાગની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આજે તમામ મતદાન મથકો ઉપર પોલીસ બંદોબસ્ત સાથે EVM રવાના કરી દેવામાં આવ્યા હતાં. કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે 3500 પોલીસ જવાનોને તહેનાત કરી દેવામાં આવ્યા છે.

Tags :
Advertisement
Advertisement