Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાએ સાચા અર્થમાં સેવા પરમો ધર્મ સાર્થક કર્યુ- લાડવી ગામની માતા-પિતા વિહોણી બે દીકરીઓની તમામ જવાબદારીઓ સ્વીકારી

11:51 AM Nov 26, 2023 IST | Chandresh

MLA Praful Pansuriya: ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે દિવાળી પછી કાર્યકર્તાઓ થકી આત્મીયતાના દર્શન થઈ રહ્યા છે, ત્યારે કામરેજ વિધાનસભા પરિવારના ભાજપ કાર્યકર્તાઓ માટે બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં આયોજીત "આ કાર્યક્રમ" માં રાજ્ય મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરીયાએ (MLA Praful Pansuriya) સૌને આત્મીયતાના ભાવ સાથે નૂતન વર્ષ સુખદાયી, ફળદાયી અને પ્રગતિ આપનારું નીવડે તેવી અંતઃકરણપૂર્વકની શુભકામનાઓ પાઠવી.

Advertisement

રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સંબોધતા જણાવ્યું છે કે, લાડવી ગામની હળપતિ સમાજની માતાપિતા વિહોણી દીકરી સંજના અને વંશિકા નામની દિકરીઓના શિક્ષણથી લઈને સમાજ જીવન સુધીની તમામ જવાબદારીઓ એક ભાજપના કાર્યકરતા તરીકે સ્વીકારી છે એ જ સાચા અર્થમાં સેવા પરમો ધર્મ છે, ત્યારે બન્ને દીકરીઓ માટે 5-5 લાખની ફિક્સ ડિપોઝીટ (FD) કરવામાં આવી અને લોકફાળો રૂ. 42,500 એકત્ર કરવામાં આવ્યો છે.

Advertisement

વર્ષ 2003માં વરાછા વિસ્તારમાં બનેલી દુઃખદ ઘટનામાં સર્વત્ર ગુમાવનાર દિકરી દુર્ગા પટેલને દત્તક લઈને સમાજ જીવન સુધીની જવાબદારી સ્વીકારી એ જ સાચી દુર્ગા પૂજા છે. દીકરી દુર્ગા પટેલ માટે રૂ. 87,500ના લોક ફાળા સાથે લગ્ન પ્રસંગ માટે રૂ. 1 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો.

Advertisement

આ કાર્યક્રમમાં મેયર દક્ષેશભાઈ માવાણી, સુરત શહેર અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝમેરા, પૂર્વ ડે. મેયર દિનેશભાઈ જોધાણી, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી રઘુભાઈ હુંબલ, સુરત જિલ્લા સંગઠન પ્રમુખ ભરતભાઇ રાઠોડ, સુરત શહેર મહામંત્રી કિશોરભાઈ બિંદલ, મહામંત્રી કાળુભાઇ ભીમનાથ, કામરેજ તાલુકા પંચાયત પ્રમુખ રેખાબેન પટેલ, કામરેજ સંગઠન તાલુકા પ્રમુખ બળવંતભાઈ પટેલ,જિલ્લા પંચાયત દંડક મુકેશભાઈ રાઠોડ, શિક્ષણ સમિતિના સભ્ય ભારતીબેન રાઠોડ, કોર્પોરેટર સહિત સરપંચઓ, પ્રભારી, મહામંત્રી, મંત્રી, હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Tags :
Next Article