For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

પોસ્ટ ઓફિસની નવી યોજના: આ સ્કીમમાં ડબલ થાય છે પૈસા, 5 લાખના થઈ જશે 10 લાખ, જાણો વિગતવાર

05:05 PM Dec 13, 2023 IST | Chandresh
પોસ્ટ ઓફિસની નવી યોજના  આ સ્કીમમાં ડબલ થાય છે પૈસા  5 લાખના થઈ જશે 10 લાખ  જાણો વિગતવાર

post office kisan vikas patra: પોસ્ટ ઓફિસ તરફથી નાની બચત યોજના હેઠળ કિસાન વિકાસ પત્ર કે કેવીપીને ચલાવવામાં આવી રહ્યું છે. આ યોજનાનો ફાયદો તે છે કે તેમાં જમા કરનાર વ્યક્તિને પૈસા ડબલ (post office kisan vikas patra) કરવાનો વિકલ્પ પણ આપવામાં આવે છે. પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાને કારણે તેમાં પૈસા ડૂબી જવાનો કોઈ ખતરો નથી અને મેચ્યોરિટી સુધી પૈસા ડબલ થઈ જાય છે.

Advertisement

કેટલા સમયમાં પૈસા થશે ડબલ?
સરકારે નાણાકીય વર્ષ 2023-24ના ઓક્ટોબર-ડિસેમ્બર સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર પર 7.5 ટકા વ્યાજની જાહેરાત કરી દેવામાં આવ્યું છે. આ યોજના અનુસાર, જો તમે કિસાન વિકાસ પત્રમાં 115 મહિના માટે રોકાણ કરો છો, તો તમારા પૈસા બમણા થઈ જશે. ઉદાહરણ તરીકે, જો આજે કોઈ વ્યક્તિ કિસાન વિકાસ પત્રમાં 115 મહિના માટે એક લાખ રૂપિયાનું રોકાણ કરે છે, તો મેચ્યોરિટી પર તે વ્યક્તિને બે લાખ રૂપિયા મળશે.

Advertisement

તમને જણાવી દઈએ કે, વ્યાજ દરમાં વધારા પહેલા કિસાન વિકાસ પત્રમાં પૈસા 123 મહિનામાં બમણા થઈ જતા હતા, પરંતુ વ્યાજ દર વધવાથી પૈસા બમણા કરવાનો સમયગાળો ઘટતો ગયો અને હવે 115 મહિનામાં પૈસા બમણા થઈ જશે.

Advertisement

1 હજાર રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ
કિસાન વિકાસ પત્રમાં તમે 1 હજાર રૂપિયાથી તમે રોકાણ કરી શકો છો. મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી. એટલે કે તમે તમારી ઈચ્છઆ પ્રમાણે રોકાણ કરી શકો છો. કિસાન વિકાસ પત્રમાં તમને ટેક્સ છૂટનો પણ ફાયદો મળે છે. આવકવેરાની કલમ 80C હેઠળ એક નાણાકીય વર્ષમાં કિસાન વિકાસ પત્રમાં કરવામાં આવેલા રોકાણ પર 1.5 લાખ રૂપિયાની ટેક્સની છૂટ લઈ શકો છો. કેવીપીમાં 10 વર્ષથી ઉપરના બાળકનું ખાતુ પણ ખોલાવી શકાય છે.

કિસાન વિકાસ પત્રમાં કઈ રીતે ખોલાવશો ખાતું?
કિસાન વિકાસ પત્ર યોજનામાં ખોતુ ખોલાવવા માટે પોસ્ટ ઓફિસમાં સેવિંગ એકાઉન્ટ પણ હોવું જોઈએ, જેના દ્વારા તમે સરળતાથી કિસાન વિકાસ પત્રમાં એકાઉન્ટ ખોલાવી શકો છો.

Advertisement

Tags :
Advertisement
Advertisement