Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

રાજ્યમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં પલટો- અમદાવાદ સહીત આ વિસ્તારોમાં કમોસમી માવઠું

04:46 PM Mar 10, 2022 IST | Vidhi Patel

અમદાવાદ(Ahmedabad) સહિત મોટા ભાગનાં શહેરોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન(Cyclonic circulation)ની અસરના કારણે વાદળછાયું વાતાવરણ રહેવા છતાં લઘુતમ તાપમાનમાં વધારો થવાથી ગરમીમાં પણ વધારો જોવા મળ્યો હતો. છેલ્લા ચાર દિવસની અંદર અમદાવાદનું લઘુતમ તાપમાન 8 ડીગ્રી વધવાથી ગરમીની સાથે સાથે બફારો પણ અનુભવાય રહ્યો છે. તેમજ કહેવામાં આવી રહ્યું છે કે, હજુ પણ ચારથી પાંચ દિવસ સુધી શહેરમાં ક્રમશ ગરમીમાં વધારો થવાનો છે. તેમજ હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટાથી લઇને ઝાપટાની વકી વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement

જયારે બુધવારના રોજ વાદળિયા વાતાવરણનાં કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન 2 ડીગ્રીનાં વધારા સાથે 36.7 ડીગ્રી અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 4 ડીગ્રી વધીને 22.1 ડીગ્રી નોંધવામાં આવ્યું છે. આ ઉપરાંત વધુમાં જાણવા મળ્યું છે કે, અમદાવાદમાં 6 માર્ચેના રોજ ગરમીનો પારો 37 ડીગ્રી અને લઘુતમ તાપમાન 16 ડીગ્રીએ નોંધવામાં આવ્યું હતું. તેમજ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા આવ્યા હતા.

આ ઉપરાંત સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે 9 શહેરોમાં ગરમીનો પારો 37 ડીગ્રીથી વધીને 9 શહેરોમાં લઘુતમ તાપમાન 21 ડીગ્રીથી વધુ નોંધવામાં આવ્યું હતું. જયારે રાજકોટમાં સૌથી વધુ એટલે કે 37.8 ડીગ્રીએ ગરમ તાપમાન જોવા મળ્યું હતું. જયારે રાજ્યમાં ચારથી પાંચ દિવસ સુધી આજ રીતે ગરમી અને બફારાનું પ્રમાણ યથાવત્ રહેવાનું કહેવામાં આવી રહ્યું છે.

Advertisement

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Advertisement
Advertisement
Tags :
Next Article