Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

PM મોદીનું આજે ગુજરાતમાં આગમન- વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું કાઉન્ટ-ડાઉન શરૂ

02:44 PM Jan 08, 2024 IST | V D

Vibrant Gujarat 2024: હાલ ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટને લઈ તૈયારીઓ ચાલુ છે. યુદ્ધધોરણે કામગીરી ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં શરૂ થનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024( Vibrant Gujarat 2024 )ને લઇને લોખંડી સુરક્ષા ગોઠવવામાં આવી છે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઇને પોલીસ કાફલાને ખડેપગે રાખવાનો આદેશો અપાયા છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગરમાં 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઇને 7 હજાર જેટલા પોલીસ કર્મીઓનો કાફલો તૈનાત રહેશે, આ ઉપરાંત સમિટનું સુપરવિઝન ડ્રૉન મારફતે કરવામાં આવશે.

Advertisement

શહેરને દુલહનની જેમ શણગારવામાં આવ્યું
વાઇબ્રન્ટ ગુજરાત સમિટને પગલે પાટનગરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. મહાત્ત્મા મંદિર તરફ જતા તમામ રૂટો પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 10 જાન્યુઆરીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્દઘાટન થશે. આજથી જ દેશ વિદેશના મહાનુભાવોનું આગમન શરૂ થશે. સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ આજે રાત્રે આઠ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે 6 લેયરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
આ સમિટને લઇને તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ઠેક ઠેકાણે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 7 હજારથી પણ વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. વડાપ્રધાન અને અન્ય દેશના વડા જે સ્થળે જવાના છે, ત્યાં એન્ટી ડ્રૉન સિસ્ટમ કાર્યરત રહેશે.વાઇબ્રન્ટ ગુજરાત સમિટના બંદોબસ્તમાં ADGP રેન્કના એક અધિકારી સુપરવિઝન કરશે, આમાં 6 આઇજી - ડીઆઈજી બંદોબસ્તનો મોરચો સંભાળશે. 21 એસપી વાઇબ્રન્ટના બંદોબસ્તમાં ફરજ નિભાવશે. ડીવાયએસપી અને પીઆઈ સહિત 7000 જવાનો તૈનાત રહેશે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે 6 લેયરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. મહાત્મા મંદિર, હેલિપેડ, ગિફ્ટ સિટી સહિતની જગ્યાઓ પર પોલીસ ખડેપગે રહેશે.

Advertisement

લોકસભા બેઠકો અંગેનો પ્લાન તૈયાર
ભાજપે ગુજરાતની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટીએ તમામ લોકસભા સીટોને ક્લસ્ટરના રૂપમાં વહેંચી દીધી છે. ત્રણ લોકસભા બેઠકોનું ક્લસ્ટર બનાવવામાં આવ્યું છે, જેની જવાબદારી 3 પૂર્વ મંત્રીઓ સહિત 8 નેતાઓને સોંપવામાં આવી છે. વડાપ્રધાનનું હોમ સ્ટેટ હોવાના કારણે પાર્ટી ત્રીજી વખત તમામ સીટો જીતવા માંગે છે.

એમઓયુથી 12 લાખ લોકોને રોજગારી મળશે
આ ઉપરાંત તેમણે કહ્યું MOU પ્લસની નીતિ લાવ્યા છીએ. 1 લાખ 56 હજાર કરોડના આજે 147 MOU થયા છે. કુલ 2747 MOUમાં 3.37 લાખ કરોડના MOU થયા છે. 12 લાખથી પણ વધુને રોજગારી મળે તેવા MOU થયા છે. ગુજરાત જ્ઞાનગુરૂ ક્વિઝનું આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે. ક્વિઝમાં વિજેતાઓને ઈનામ આપવામાં આવશે. તાલુકા અને જિલ્લા લેવલે ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે. શાળા, કોલેજ અને અન્ય નાગરિકો ક્વિઝમાં ભાગ લઈ શકશે. ક્વિઝ સરકાર સાથે જોડાવવાનું શ્રેષ્ઠ માધ્યમ બનશે.

Advertisement

આવતીકાલે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2024નો સત્તાવાર કાર્યક્રમ
તા. 9- સવારે 9.30 વાગે વડાપ્રધાન મોદીની વર્લ્ડ લિડર, તેમજ વિવિધ કંપનીના સીઇઓ સાથે મીટિંગ કરશે.આ ઉપરાંત આવતીકાલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું પીએમ મોદીના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવશે.તેમજ તા.10- સવારે 9.45 વાગ્યે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવશે.તા.10- સાંજે 5.45 વાગ્યે ગિફ્ટ સિટીમાં પીએમ મોદીની વિશ્વના ટોચના બિઝનેસ લિડર સાથે ચર્ચા પણ કરશે.

Advertisement
Tags :
Next Article