For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ડોલર કમાવાની લાલચમાં વિડીયો બનાવતા પીયુષ ધાનાણીએ રસ્તે જતા યુવાનનો ભોગ લીધો

01:18 PM Jun 13, 2024 IST | admin
ડોલર કમાવાની લાલચમાં વિડીયો બનાવતા પીયુષ ધાનાણીએ રસ્તે જતા યુવાનનો ભોગ લીધો

ઘણીવાર જાહેર પબ્લિકના લાફા ખાનાર તથા રોંગ સાઈડમાં આવતા વાહનચાલકોને રોકીને વિવાદમાં આવતા પિયુષ ધાનાણીના (Piyush Dhanani Video) નામે વધુ એક વિવાદ ઉભો થયો છે. ટ્રાફિકના નિયમોનું બધાને ડાહપણ શીખવનાર પિયુષ ધાનાણીમાં વધુ પડતું ડાહપણ આવી ગયું હોય તેવો એક વિડીયો સામે આવ્યા છે. ટ્રાફિક જાગૃતિ શીખવતાં પિયુષ ધાનાણીના ડાહપણના કારણે આજે એક વ્યક્તિ કાળનો કોળિયો બનતા બનતા રહી ગયો છે. પિયુષ ધાનાણીએ પોતે રોંગસાઈડ જતી બસને રોકવામાં માતેલા સાંઢ જેમ દોડતા બાઈક લઈને જતા એક નિર્દોષ યુવકને ઉડાવ્યો હતો. જે બાદ લોકોએ તેને ઉધડો લીધો હતો.

Advertisement

પિયુષ ધાનાણીના દોઢ ડહાપણના કારણે એક યુવક લોહી લુહાણ

સુરતમાં લોકોને ટ્રાફિક અંગેના સેન્સ શીખવનાર તથા સુરતીઓને રોકેટ કહેનાર પિયુષ ધાનાણી આજે ખુદ પોતે જ ટ્રાફીકના નિયમો ભૂલી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. આઉટર રિંગ રોડ ઉપર એક બસ રોન્ગ સાઈડમાં જઈ રહી હતી તે દરમિયાન પિયુષનું ધ્યાન તેના પર જતા તે પોતે બાઈક લઇ તે બસની પાછળ પડ્યો હતો. જાણે કે કોઈ નાનું બાળક પતંગ પકડવવા દોડે તે જ રીતે પિયુષ પોતાની બાઈક લઇ તે બસ પાછળ દોડ્યો હતો. જો કે, હર હંમેશ દોઢ ડહાપણ કરતા પીયૂષે પોતાની બાઈકની અડફેટે એક યુવકને લેતા તે યુવકને ભારે ઇજા પહોંચી છે.

Advertisement

Advertisement

લોકોએ પિયુષને ઉધડો લીધો

આ ઘટનાના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા.પિયુષને ઉભો રાખીને તેને ઉધડો લીધો હતો. જે બાદ પીયૂષે માફી માંગીને પોતાની ભૂલ સ્વીકારી હતી. તેમજ તેને કહ્યું હતું કે,તેમનાથી ભૂલ થઈ છે અને આ યુવકનો હોસ્પિટલનો ખર્ચો તથા અકસ્માતને કારણે તે જેટલાં દિવસ ઘરે રહેશે તે પ્રમાણે તેની નોકરીનો જે પગાર હશે તે પણ આપવા તૈયાર હોવાનું જણાવ્યું હતું.

લોકોએ પીયુષ ધાનાણી ફિટકાર વરસાવી

આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે. ત્યારે લોકોની તેમાં અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી હતી.જેમાં લોકોએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, હંમેશા સુરતની જનતાને રોકેટ, નીચ તેવા નામથી બોલાવનાર પિયુષ આજે ખુદ કેમ રોકેટ બની ગયો... આ સાથે જ અન્ય એકએ કહ્યું કે,આ ફેસબુક પર ડોલર કમાવવાના ચક્કરમાં કોકનો ભોગ લઇ લેશે તે કેટલું યોગ્ય?, સાથે જ અન્ય લોકોએ આક્ષેપો કરતા કહ્યું કે,પિયુષને જો સુરતના લોકોથી એટલી બધી જ તકલીફ છે તો એને સુરત છોડીને ચાલ્યા જવું જોઈએ અને તેનું દોઢ ડાહપણ બીજે જઈને બતાવવું જોઈએ.કારણકે આજે તેવી આવી હરકતથી જો આ યુવકનો જીવ ગયો હોત તો સામે જવાબદાર કોણ?

Advertisement

Tags :
Advertisement
Advertisement