For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

કારમાં AC ચાલુ કરી સૂઈ જતા લોકો સાવધાન! મહીસાગરમાં રિટાયર્ડ આર્મી જવાનનું મોત, જાણો સમગ્ર મામલો

12:26 PM Jun 19, 2024 IST | V D
કારમાં ac ચાલુ કરી સૂઈ જતા લોકો સાવધાન  મહીસાગરમાં રિટાયર્ડ આર્મી જવાનનું મોત  જાણો સમગ્ર મામલો

Mahisagar Car Accident: ઉકળતા ઉનાળામાં સ્વાભાવિકપણે આપણે કારમાં એસી ચાલુ રાખીને મુસાફરી કરીએ છીએ, તો કેટલીકવાર લાંબી મુસાફરી દરમિયાન કોઇ હોટલ કે ગેસ્ટહાઉસમાં આરામ કરવાના બદલે આપણે કારમાં જ એસી ચાલુ કરીને મીઠી નીંદર લઇ લેતા હોઇએ છીએ. તો કેટલીકવાર પાછલી સીટમાં બેસેલા પેસેન્જર ઉંઘી જતા હોય છે. પરંતુ આપણે જાણતા નથી કે આ રીતે કારમાં એસી(Mahisagar Car Accident) ચાલું રાખીને સુવુ આપણા જીવને જોખમમાં મુકી શકે છે. મહીસાગરમાં ગરમીથી રાહત મેળવવા માટે કારનું એસી ચાલુ કરીને ઉંઘેલા રિટાયર્ડ આર્મી જવાનું મોત નીપજ્યું છે. આ ઘટના મહીસાગરના ખાનપુર તાલુકાના ચનાશેરો ગામની છે.

Advertisement

પેટ્રોલ ખતમ થઈ જતા, ગૂંગળામણને કારણે આર્મી જવાનનું મોત
મહીસાગરના ખાનપુર તાલુકાના ચનાશેરો ગામમાં જવાન ગરમીથી રાહત મેળવા ગાડીનું AC ચાલુ કરી સુઈ ગયા હતા. જવાન ગાડીમાં ઊંઘી રહ્યા હતા, એ સમયે ગાડીનું પેટ્રોલ ખતમ થઈ જતા, ગૂંગળામણને કારણે આર્મી જવાનનું મોત નીપજ્યું છે. ગામના લોકોએ ગાડીના દરવાજા તોડી મૃતદેહ બહાર કાઢ્યો.કારમાં એન્જિનના કારણે કાર્બન મોનોક્સાઇડ ગેસ એકઠી થઇ જાય છે, જેના કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી પડી શકે છે, તો કેટલીકવાર શ્વાસ રુંઘાવાથી મોત પણ નીપજી શકે છે. તેથી જ્યારે પણ કારમાં એસીનો ઉપયોગ કરો ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

Advertisement

શા માટે એસી ચાલુ રાખીને ન સુવુ જોઇએ
AC ચાલુ કરીએ ત્યારે કારના કાંચ બંધ હોય છે, જેથી આપણા દ્વારા છોડવામાં આવેલો કાર્બનડાયોક્સાઇડ ગેસ પણ કારની અંદર રહી જાય છે અને એન્જિનમાંથી નીકલતો મોનોક્સાઇડ ગેસ પણ AC થકી કારમાં પ્રવેશ કરે છે. તેવામાં શ્વાસ લેવાથી આ બન્ને ગેસ આપણા શરીરમાં જતા રહે છે જે હેલ્થને નુક્સાન પહોંચાડે છે.

Advertisement

કાર્બન મોનોક્સાઈડ લીક
બંધ ગાડીમાં કારનું એસી ચલાવવા પર જો ગાડીનું એન્જિન ઠીકથી મેઈન્ટેન ન થયું હોય કે, એગ્ઝોસ્ટ સિસ્ટમમાં કોઈ ખામી હોય તો કાર્બન મોનોક્સાઈડ ગેસ લીક થઈ શકે છે. આ ગેસ ખૂબ ઝેરીલો હોય છે. આ ગેસ રંગ અને ગંધ વિનાનો હોય છે. જેનાથી તેની ઓળખ કરવી મુશ્કેલ થઈ જાય છે. આ લોહીમાં હીમોગ્લોબિન સાથે જોડાઈ જાય છે. જેનાથી શરીરના અંગો સુધી ઓક્સિજન પહોંચતું નથી. જેના કારણે મોત થઈ શકે છે.

ઓક્સિજનમાં ઘટાડો
બંધ ગાડીમાં લાંબા સમય સુધી એસી ચલાવવાથી ગાડીની અંદરની હવા રિસાયકલ થતી રહે છે. તેનાથી અંદરનું ઓક્સિજન ધીમે-ધીમે સમાપ્ત થઈ જાય છે અને કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધવા લાગે છે. ઓક્સિજનની ઉણપથી શ્વાસ રૂંધાવાનું જોખમ થાય છે. આ સ્થિતિને એસ્ફિક્સિયા કહેવાય છે, તેના ગંભીર પરિણામ હોઈ શકે છે, જેમાં મોત પણ સામેલ છે.

Advertisement

એરફ્લોની ઉણપ
જો ગાડી સંપૂર્ણપણે બંધ છે અને અંદરની હવા બહાર જઈ રહી નથી તો આ એક બંધ ચેમ્બર બની જાય છે. આ સ્થિતિમાં એસી ચલાવવું પણ જોખમી હોઈ શકે છે કેમ કે એરફ્લોની ઉણપથી તાજી હવા અંદર આવી શકતી નથી.

હીટસ્ટ્રોકનું જોખમ
ઘણી વખત લોકો સૂતી વખતે એસી બંધ કરી દે છે અને બારીઓ પણ બંધ રાખે છે. આવી સ્થિતિમાં ગાડીની અંદરનું તાપમાન ઝડપથી વધી શકે છે, જેનાથી હીટસ્ટ્રોકનું જોખમ રહે છે. ખાસ કરીને ગરમીની સિઝનમાં આ વધુ જોખમી સાબિત થઈ શકે છે.

સ્લીપિંગ પોઝિશન અને જાગૃતતાની ઉણપ
કારમાં સૂતી વખતે વ્યક્તિની પોઝિશન અને જાગૃતતાની ઉણપ પણ જીવલેણ સાબિત થઈ શકે છે. ગાડીમાં સૂતી વખતે એસીનો ઉપયોગ કરવા પર વ્યક્તિને યોગ્ય પોઝિશનમાં સૂવું જોઈએ જેથી શ્વાસ લેવામાં કોઈ તકલીફ ન થાય.

કારમાં AC ચલાવતી વખતે આ વાતોનું રાખો ધ્યાન
ગાડીની રેગ્યુલર સર્વિસ કરાવો અને એગ્ઝોસ્ટ સિસ્ટમની તપાસ કરાવો.
ગાડીમાં CO ડિટેક્ટર લગાવો જેથી લીકેજની જાણ થઈ શકે.
ગાડીમાં સૂતી વખતે એસીનો ઉપયોગ ન કરો અને થોડી બારી ખુલ્લી રાખો જેથી હવા પાસ થતી રહે.
ગાડીને કોઈ સુરક્ષિત અને વેન્ટિલેટેડ સ્થળ પર પાર્ક કરો.

Tags :
Advertisement
Advertisement