Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

પાટીદારની દિકરીઓ વિધર્મીઓ સાથે સંબંધ બનાવે છે, કાજલ હિન્દુસ્તાનીનો વિડીયો વાયરલ થતાં નોંધાઈ ફરિયાદ

02:39 PM Mar 18, 2024 IST | V D

Kajal Hindustani: પાટીદાર સમાજ પર હાલમાં જ વિવાદિત ટિપ્પણી(Kajal Hindustani) કરીને વિપુલ ચૌધરી વિવાદમાં સપડાયા હતા.ત્યારે હવે કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજ પર કરેલી ટિપ્પણીથી નવો વિવાદનો મધપૂડો છંછેડાયો છે. એક સામાજિક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની દીકરીઓના વિધર્મીઓ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે. કાજલના આ વિવાદાસ્પદ નિવેદનથી પાટીદાર સમાજ રોષે ભરાયો છે. મોરબીમાં રહેતા પાટીદાર સમાજના આગેવાન અને પાસ અગ્રણી કાજલ હિંદુસ્તાની સામે ફરિયાદ નોંધાવશે.

Advertisement

કાજલ હિંદુસ્તાની સામે ફરિયાદ નોંધાશે
પાટીદાર સમાજ પર વિપુલ ચૌધરી બાદ હવે કાજલ હિન્દુસ્તાનીના નિવેદનથી વિવાદ થયો છે. સામાજીક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાનીએ પાટીદારની દિકરીઓ મુસ્લીમો સાથે સંબંધ બનાવતી હોવાના આરોપ લગાવ્યા હતા. મનોજ પનારાએ જણાવ્યું કે, કાજલ હિન્દુસ્તાનીનું નિવેદન પાયાવિહોણું છે. કાજલ હિન્દુસ્તાની માફી માગે અને ભાષાની મર્યાદા રાખે. નોધનીય છે કે, કાજલ હિન્દુસ્તાનીનો વીડિયો વાયરલ થતા પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને મનોજ પનારા સહિતના આગેવાનોએ ફરિયાદ નોંધાવવાની તૈયારી કરી છે. મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કાજલ હિંદુસ્તાની સામે ફરિયાદ નોંધાવવામાં આવશે.

કાજલ હિન્દુસ્તાનીનો વિવાદિત વીડિયો વાઈરલ
વીડિયોમાં કાજલ હિન્દુસ્તાની બોલે છે કે, મોરબીમાં એક જ કોલેજની 7 પટેલની દીકરીઓએ બધા બોયફ્રેન્ડ વિધર્મી બનાવ્યા છે અને અંદરોઅંદર બોયફ્રેન્ડ બદલે છે. સાતેયે મળીને પેલા છોકરાને 40 લાખની કાર ગિફ્ટ આપી દીધી. પિતા બહુ પૈસા કમાવવામાં વ્યસ્ત છે. માતા રીલ બનાવવા પોતાની મસ્તીમાં મસ્ત છે. ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, તિજારોમાંથી 2-5 લાખ રૂપિયા લઈ લે તો કોને ખબર પડવાની છે. આ છોકરીઓની ઉંમર 16-17 વર્ષની છે.હવે વિચારી લ્યો આપણો સમાજ કઇ જગ્યાએ જઇ રહ્યો છે.

Advertisement

મોરબીમાં નોંધાઈ પોલીસ ફરિયાદ
કાજલ હિન્દુસ્તાનીના આવા નિવેદનથી હવે પાટીદાર સમાજમાં નારાજગી શરૂ થઈ છે. મોરબીના પાટીદાર સામે દીકરીઓ અંગે નિવેદન આપવા બદલ પાટીદાર નેતા મનોજ પનારાએ કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધાવી છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ઝીરો નંબરથી ફરિયાદ નોંધાઈ છે.મોરબી પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી હતી.

કોણ છે કાજલ હિન્દુસ્તાની?
કાજલ હિન્દુસ્તાનીના ટ્વિટર બાયો અનુસાર, તેણી પોતાને એક ઉદ્યોગસાહસિક, સામાજિક કાર્યકર્તા, સંશોધન વિશ્લેષક, રાષ્ટ્રવાદી અને "ગૌરવપૂર્ણ ભારતીય" તરીકે વર્ણવે છે. ટ્વિટર પર તેના 92,000 ફોલોઅર્સ છે.તમને જણાવી દઈએ કે પીએમ મોદી, બીજેપી નેતા તેજિંદર બગ્ગા, કપિલ મિશ્રા વગેરે પણ કાજલને ટ્વિટર પર ફોલો કરે છે.કાજલ હિન્દુસ્તાનીની પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે. તે હિંદુ હિતો વિશે પોતાનો અવાજ ઉઠાવે છે. તેણી હંમેશા પોતાના નિવેદનો અને પોસ્ટ દ્વારા લઘુમતી સમુદાયને નિશાન બનાવે છે. જ્યારથી તેની ધરપકડના સમાચાર સામે આવ્યા હતા ત્યારથી તેમના સમર્થકો સોશિયલ મીડિયા પર તેમની જલ્દીથી મુક્તિની માંગ કરી રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Next Article