For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

માફ કરો મેં દેશને છેતર્યો: પતંજલિના રામદેવે સુપ્રીમ કોર્ટમાં દેશને ગેરમાર્ગે દોરતી જાહેરાતો બાદ માફી માંગી

12:07 PM Apr 02, 2024 IST | V D
માફ કરો મેં દેશને છેતર્યો  પતંજલિના રામદેવે સુપ્રીમ કોર્ટમાં દેશને ગેરમાર્ગે દોરતી જાહેરાતો બાદ માફી માંગી

Baba Ramdev Apology: ઈન્ડિયન મેડિકલ એસોસિએશને ભ્રામક જાહેરાતના મામલે પતંજલિ આયુર્વેદ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.જેમાં જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે મંગળવારે સુનાવણી હાથ ધરી હતી. બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના એમડી આચાર્ય બાલકૃષ્ણ આ કેસમાં વ્યક્તિગત(Baba Ramdev Apology) હાજરી માટે જારી કરાયેલા સમન્સ હેઠળ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા.

Advertisement

આયુર્વેદિક કંપની પતંજલિ આયુર્વેદની લોકોને છેતરતી જાહેરાત કેસમાં બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા.ત્યારે જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની ખંડપીઠે આ કેસની સુનાવણી કરતા કહ્યું કે આ કેસમાં બંનેનું એફિડેવિટ ક્યાં રજૂ કરવામાં આવ્યું છે? તેના પર રામદેવના વકીલે કહ્યું કે બંનેએ માફી માંગી લીધી છે અને બંને કોર્ટમાં હાજર છે.જે બાદ તેના પર કોર્ટે કહ્યું કે આ કોર્ટની કાર્યવાહી છે. આને હળવાશથી ન લઈ શકાય અને અમે તમારી કોઈ માફી સ્વીકારી શકતા નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે 21 નવેમ્બરના કોર્ટના આદેશ છતાં રામદેવ, બાલકૃષ્ણ અને પતંજલિએ બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. માત્ર માફી માંગવી પુરતી નથી.

Advertisement

સુપ્રીમ કોર્ટે રામદેવને ફટકાર લગાવી
સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમારું મીડિયા વિભાગ તમારાથી અલગ નથી, તમે આવું કેમ કર્યું? તમને ગયા નવેમ્બરમાં ચેતવણી આપવામાં આવી હતી, છતાં તમે પ્રેસ કોન્ફરન્સ કરી.તેમજ વધુમાં કોર્ટે કહ્યું કે આ કેસમાં માત્ર એક એફિડેવિટ દાખલ કરવામાં આવી છે જ્યારે બે એફિડેવિટ દાખલ કરવી જોઈતી હતી.કોર્ટે કહ્યું કે તમે કાયદાનું ઉલ્લંઘન કેવી રીતે કર્યું? કોર્ટમાં બાંયધરી આપ્યા પછી પણ તમે કાયદાનું ઉલ્લંઘન કર્યું. તમે પરિણામો માટે તૈયાર થાઓ. શું તમે કાયદામાં ફેરફાર અંગે મંત્રાલયનો સંપર્ક કર્યો હતો?

Advertisement

રામદેવે હાથ જોડીને માફી માંગી
આના પર પતંજલિએ સ્વીકાર્યું કે તેણે ભૂલ કરી હતી. તેના પર કોર્ટે કહ્યું કે તમે કોર્ટના અપમાનનો જવાબ આપો.ત્યારે રામદેવ વતી વકીલાત કરી રહેલા બલબીર સિંહે કહ્યું કે અમારી માફી માટે તૈયાર છે. તો બેન્ચે પૂછ્યું કે આ રેકોર્ડમાં કેમ નથી. બલબીરે કહ્યું કે તે તૈયાર છે પરંતુ અમે ઈચ્છીએ છીએ કે જો જરૂરી હોય તો જરૂરી ફેરફારો કરવામાં આવે.જે બાદ બેન્ચે કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણી હોવા છતાં અખબારોમાં જાહેરાતો આપવામાં આવી રહી છે અને જાહેરાતોમાં તમારા અસીલ જોવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે દેશની સેવા કરવા માટે બહાનું ન બનાવો.

રામદેવના વકીલે કહ્યું કે ભવિષ્યમાં આવું નહીં થાય. અગાઉ થયેલી ભૂલ માટે માફી માંગીએ છીએ.જે બાદ રામદેવે કોર્ટની માફી પણ માંગી હતી. તેણે કહ્યું મને માફ કરી દયો હું મારી આ ભૂલના કારણે શરમ અનુભવું છું.અમે સમજીએ છીએ કે આ સુપ્રીમ કોર્ટનો આદેશ છે. બેન્ચે કહ્યું કે દેશની દરેક કોર્ટનું સન્માન કરવું જોઈએ.

Advertisement

કોર્ટે પતંજલિ ઉત્પાદનોને પણ ફટકાર લગાવી છે
આ પહેલા સુપ્રીમ કોર્ટે પણ પતંજલિના ઉત્પાદનોને ફટકાર લગાવી હતી. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ એ અમાનુલ્લાહની બેન્ચે પણ અગાઉના આદેશોનું પાલન ન કરવા બદલ તેમની ટીકા કરી હતી. ગયા વર્ષે કોર્ટે કંપનીને જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. નવેમ્બર મહિનામાં જ કોર્ટે પતંજલિને કહ્યું હતું કે જો આદેશનું પાલન નહીં કરવામાં આવે તો તપાસ બાદ કંપનીની તમામ પ્રોડક્ટ્સ પર 1-1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.વાસ્તવમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ પતંજલિ આયુર્વેદની જાહેરાતોને ભ્રામક ગણાવીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

શું છે IMAનો આરોપ?
IMAનો આરોપ છે કે પતંજલિએ કોવિડ-19 રસીકરણ અંગે અભિયાન ચલાવ્યું હતું. તેના પર કોર્ટે ચેતવણી આપી હતી કે પતંજલિ આયુર્વેદ દ્વારા કરવામાં આવતી ખોટી અને ભ્રામક જાહેરાતો તાત્કાલિક બંધ કરવામાં આવે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પતંજલિની ભ્રામક જાહેરાતને કારણે એલોપેથી દવાઓની ઉપેક્ષા કરવામાં આવી રહી છે.

IMAએ કહ્યું હતું કે પતંજલિના દાવાઓની ચકાસણી કરવામાં આવી નથી અને તે ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટ 1954 અને કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 જેવા કાયદાનું સીધું ઉલ્લંઘન છે. પતંજલિ આયુર્વેદે દાવો કર્યો હતો કે તેમના ઉત્પાદનો કોરોનિલ અને સ્વસારીથી કોરોનાની સારવાર કરી શકાય છે. આ દાવા પછી, આયુષ મંત્રાલય દ્વારા કંપનીને ઠપકો આપવામાં આવ્યો હતો અને તરત જ તેનું પ્રમોશન રોકવા માટે કહેવામાં આવ્યું હતું.

Tags :
Advertisement
Advertisement