For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

પાટણ | રાધનપુર નેશનલ હાઈવે પર ટ્રીપલ અકસ્માત; 1નું ઘટનાસ્થળે જ મોત, 2 ઘાયલ

04:17 PM May 06, 2024 IST | V D
પાટણ   રાધનપુર નેશનલ હાઈવે પર ટ્રીપલ અકસ્માત  1નું ઘટનાસ્થળે જ મોત  2 ઘાયલ

Patan Accident: રાધનપુરનું પીપળ ગામ પાસે 3 ટ્રેલરો વચ્ચે ટક્કર થઈ હતી. જેથી ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે. આ અકસ્માતમાં ટેલરોમાં ફસાયેલા લોકોને કાઢવા માટે પતરા ચીરવા પડ્યા હતા. ત્રણ કલાકની જેહમત બાદ ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યાં હતા. અકસ્માતના(Patan Accident) પગલે હાલમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસનો દોર શરૂ કર્યો છે.આ અંગે રાધનપુર પોલીસ મથકે ટ્રેલર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

એક ઈસમને પતરા કાપીને બહાર કાઢવવામાં આવ્યો
પાટણમાં રાધનપુરનું પીપળ ગામ પાસે નેશનલ હાઈવે ઉપર ત્રણ ટેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એકબીજા સાથે ટ્રેલરોની ટક્કર થતાં એક ટ્રેલરના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેમાં ટેલર ચાલક અંદર ફસાઈ જતા ઘટના સ્થળે હાજર લોકોએ તેને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. લોકો દ્વારા પતરા કાપીને તેને બહાર કાઢી સારવાર અર્થે ખસેડ્યો હતો. આ અકસ્માતમાં એક ઈસમનું મોત થયુ છે, જ્યારે અન્ય એક ઈસમને ગંભીર ઈજા પહોંચતા હાલમાં સારવાર હેઠળ છે.

Advertisement

એક વ્યક્તિનું મોત
નેશનલ હાઈવે ઉપર રવિવારે વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. જેથી ટ્રાફિકજામ થયો હતો. ઘટનાના પગલે સ્થાનિક પોલીસ દોડી આવતા રસ્તો ખુલ્લો કરી વાહન વ્યવહાર શરૂ કરાયો હતો અને અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આ અકસ્માતમાં રાધનપુરના છકડા ચાલકનું ગંભીર ઇજાઓના કારણે મોત થયું હતું આ અકસ્માત દરમિયાન ટ્રેલર ચાલક નાસી છૂટ્યો હતો.

Advertisement

મૃતક રાધનપુરના દેવડી વિસ્તારમાં રહેતા નવીનભાઈ મોતીભાઈ પરમાર છકડો જીજે 24 ડબ્લ્યુ 5937 લઈને રવિવારે સવારે ડીઝલ ભરવા માટે ભાભર ત્રણ રસ્તા તરફ જઈ રહ્યા હતા તે વખતે રસ્તામાં બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને તે રોડની વચ્ચે પડ્યા હતા તે વખતે સાઈડમાંથી આગળ જઈ રહ્યા હતા આ દરમ્યાન અજાણ્યા ટ્રેલર ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અને છકડા ચાલક નવીનભાઈની ગંભીર ઈજાઓ થતા સારવાર હેઠળ ખસેડતા ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. આ અંગે મૃતકના ભાઈ વિનોદભાઈ કુમાર મોતીભાઈ પરમારે રાધનપુર પોલીસ મથકે વાહન આરજે 52 જી એ 2242 સામે ફરિયાદ નોંધાવી હતી.

અકસ્માત બાદ ત્રણ ટ્રેલરોને ક્રેન વડે છુટા પાડવા આવ્યા
આ ઘટનાના પગલે હાઇવે પર અફરાતફરી મચી હતી.જે બાદ આ નગે ફાયર તથા પોલીસને જાણ કરવામાં આવતા ફાયરની ટિમ ઘટનાસ્થળ પર પહોંચી ટ્રેલરના પાત્ર કાપી મૃતક તથા અન્ય અવ્ય્ક્તિને બહાર કાઢ્યા હતા.આ સાથે જ ત્રણ ટ્રેલરનો કુરચો વળી જતા ત્રણેયને ક્રેન વડે છુટા પાડવામાં આવ્યા હતા.

Advertisement

Tags :
Advertisement
Advertisement