Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

વાંચો સમીક્ષા: રૂપાલાની ટિકિટ કપાશે? રાજપૂત સમાજ ભાજપના ઉમેદવારોને હરાવી દેવા કેટલો સક્ષમ?

12:27 PM Apr 04, 2024 IST | admin

પરસોતમ રૂપાલા (Parshottam Rupala) ના નિવેદન બાદ રોસે ભરાયેલા ક્ષત્રિય સમાજના નેતાઓ સમાધાન નહીં પણ કૃપાલાને ટિકિટ રદ થાય તે માંગને લઈને અડગ રહ્યા છે ત્યારે ભાજપ આવે ઉમેદવાર બદલશે તો પાટીદાર સમાજની નારાજગી નો સામનો કેવી રીતે કરી શકશે તે દ્રીધામા છે. પહેલાથી જ બે ઉમેદવાર બદલીને ભાજપ બેકફૂટ પર ચાલી રહ્યું છે ત્યારે ફરી એકવાર ઉમેદવાર બદલીને ભાજપ 'જમ ઘર ભાળી જાય' એવું થવા દેવા નહિ જ ઈચ્છે!

Advertisement

ગુજરાતમાં 26 બેઠકો પર આગામી મહિને ચૂંટણી છે, હજુ ઉમેદવારી પત્રક ભરવાની તારીખ દૂર છે તે પહેલા ભાજપ આ વિવાદને અંત તરફ લઈ જવા માંગે છે, પરંતુ ત્રણ ત્રણ વખત માફી મંગાયા બાદ પણ રાજપૂત સમાજ નમવા તૈયાર નથી અને તે જીદ પર અડગ છે કે પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ રદ થાય. ત્યારે પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ રદ કરીને તેના સ્થાને કોને ટિકિટ આપવી તે પણ ભાજપ માટે ચિંતા નો સવાલ છે. બીજી તરફ સમાચાર આવી રહ્યા છે કે, હવે પાટીદાર સમાજ પણ પરસોતમ રૂપાલા (Parshottam Rupala news) ના સમર્થનમાં શક્તિ પ્રદર્શન કરવાનો છે. ત્યારે બે સમાજ વચ્ચે આ વિવાદ પ્રવેશે તે પહેલા જ ભાજપ બંને સમાજના આગેવાનો સાથે ચર્ચા કરીને નિવેડો લાવવા ઈચ્છી રહ્યું છે.

રૂપાલા ( Parshottam Rupala news) વિવાદમાં ભાજપ હવે છાશ પણ ફૂંકી ફૂંકીને પીવાની હાલતમાં આવી ગયું છે. ભાજપની નેતાગીરી અવઢવમાં છે કારણ કે, ચૂંટણી પહેલા જ આ વિરોધ ઊભો થયો છે. વિવાદ પૂરો થવાને બદલે મોટુ રૂપ લઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજની અલગ અલગ જિલ્લાઓની રાત્રી મીટીંગોમાં ભાજપ વિરોધી સુર માથું ઊંચકી રહ્યો છે ત્યારે ક્ષત્રિયોની એક જ માંગ છે કે કોઈપણ ભોગે ઉમેદવાર બદલાય અને જો આવું થાય તો જ સમાધાન થશે અને જો ઉમેદવાર નહીં બદલાય તો વિરોધની આગ આવનારા દિવસોમાં દેશભરમાં ફેલાશે.

Advertisement

બીજી તરફ ભાજપ જોખમ ઉઠાવવાનું વિચારી રહ્યું હોઈ શકે કે રાજપૂત સમાજને નારાજ કરવાથી શું ગુજરાતની સીટો પર કોઈ અસર થશે? વોટ બેન્કની દ્રષ્ટિએ જોઈએ તો ભાજપ પાટીદાર વોટ બેંકને નુકસાન પહોંચાડવા માંગતું નથી, જ્યારે ક્ષત્રિય વોટબેંકને પણ હળવાશમાં લઈને આ મુદ્દો નેશનલ મુદ્દો ન બની જાય તેનું ધ્યાન રાખી રહ્યું છે. ગુજરાતમાં ભલે ક્ષત્રિય વોટ બેન્ક ઓછી હોય પરંતુ રાષ્ટ્રીય મુદ્દો બનાવવા માંગતા ક્ષત્રિય સમાજનાં આગેવાન જો સફળ રહેતો ભાજપ માટે યુપી, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મુશ્કેલીનો સામનો કરવો પડે. ત્યારે ભારતીય જનતા પાર્ટી વિચારી રહી હશે કે ચર્ચાઓનો દોર શરૂ રાખીને આ મામલો ઠંડો પાડી શકાય.

ઉલ્લેખનીય છે કે રાજકોટ થી શરૂ થયેલો આ વિવાદ હવે ક્ષત્રિય નેતાઓ વચ્ચે જ વિવાદ થઇ રહ્યો છે. ગતરોજ એક ખાનગી ટીવી ચેનલની ડિબેટમાં રાજપૂત મહિલા આગેવાન પદ્મિની બા એ પીટી જાડેજા વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા કે તેમને નેતા બનવું છે. બીજી તરફ પી ટી જાડેજા ની એક ઓડિયો ક્લિપો વાયરલ થઈ રહી છે. જેમાં તેઓ પાટીદાર સમાજ ના કોઈ આગેવાન અને પતાવી દેવાની વાત કરી રહ્યા છે. ત્યારે ક્ષત્રિય સમાજમાં પડેલી આ ફૂટનો ફાયદો પરસોતમ રૂપાલા અને ભારતીય જનતા પાર્ટીને ચોક્કસથી મળશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

Advertisement

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા પણ બે હાથ જોડીને પુરુષોત્તમ રૂપાલા ના મુદ્દે માફી માંગીને રૂપાલા ને મોટું મન રાખીને માફી આપી દેવા માટે વિનંતી કરવામાં આવી છતાં રાજપૂત આગેવાનો ટસ ના મસ થયા નથી. બીજી તરફ પરસોત્તમ રૂપાલા ને ચૂંટણી પંચ તરફથી આચારસંહિતા ભંગ મામલે થયેલી ફરિયાદમાં ક્લિનચીટ મળી ગઈ છે.

બીજી તરફ વાત કરીએ તો રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં અમરેલી ભાજપના નેતા અંબરીષ ડેર એ કાર્યક્રમનુ આયોજન કર્યુ છે. 5 એપ્રીલે અંબરીષ ડેરએ સ્નેહ સંવાદ નામાના કાર્યક્રમનુ આયોજન કર્યુ છે.

આંકડાઓ પર નજર કરીએ તો ભારતીય જનતા પાર્ટી રાજપૂત સમાજ થી ડરી રહિ છે, પણ ઝૂકી નથી રહી તેનું કારણ આંકડાકીય સમીકરણો જ હોઈ શકે કારણ કે ક્ષત્રિય સમાજના વિરોધ ના વંટોળ સામે પણ ભારતીય જનતા પાર્ટીના કોઈ ઉમેદવારને જીતવામાં ખાસ વાંધો આવી શકે તેમ લાગી રહ્યું નથી.

Advertisement
Tags :
Next Article