Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

સ્વર્ગના વૃક્ષ તરીકે ઓળખાતા પારિજાત છોડના છે અનેક ફાયદાઓ- મેલેરિયાને જડમૂળમાંથી કરી દે છે ખતમ

06:25 PM Feb 12, 2024 IST | V D

Parijat Plant: મોટા ભાગે જોવા મળે છે કે, આપણી આજુબાજુમાં ઘણા ઝાડ છોડ હોય છે. પણ જાણકારીના અભાવે આપણે તેનું મહત્વ સમજતા નથી. ઘણા એવા ઝાડ છે, જે ઔષધિ તરીકે ઉપયોગી થાય છે. જેનું સેવન કરવાથી આપણા શરીરની કેટલીય બીમારીઓને દૂર કરી શકાય છે. તેમાંથી જ એક છે પારિજાતનો છોડ,(Parijat Plant) જે મલેરિયા જેવી બીમારીઓમાં રામબાણ ઈલાજનું કામ કરે છે. તેની સાથે જ પૂજા પાઠમાં પણ તેનો ઉપયોગ થાય છે.

Advertisement

પારિજાત છોડની વિશેષતા
આવો જ એક છોડ છે પારિજાત. પારિજાત છોડની ઉંચાઈ લગભગ 20 થી 30 ફૂટ જેટલી થાય છે. તેના પર ઉગતા સફેદ ચમેલીના ફૂલો ખૂબ સુગંધિત હોય છે. મોટાભાગના લોકો પારિજાતના છોડને તેના ફૂલોની સુગંધ માટે જ જાણે છે. જ્યારે આ છોડના પાંદડા તમને ઘણી બીમારીઓથી રાહત આપવા માટે જાણીતા છે. ચાલો જાણીએ તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને કયા રોગોમાં તેનો ઉપયોગ કરી શકાય.

ત્વચાની કાળજી જાળવે
સમય જતાં, લોકો ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવાનું શરૂ કરે છે જેમ કે પિમ્પલ્સ અને ત્વચાની ચુસ્તતા ગુમાવવી વગેરે.ત્યારે આવી સ્થિતિમાં તમે ઇચ્છો તો પારિજાતના પાનનો ઉપયોગ કરી શકો છો. તમને જણાવી દઈએ કે પારિજાતના પાનમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. આ ગુણો તમને ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓથી સુરક્ષિત રાખે છે. આ ઉપરાંત, તે ત્વચા પરની ઉંમરની અસરને પણ ઘટાડે છે.

Advertisement

હાડકાના દુખાવામાં રાહત
સંધિવાની સમસ્યા હાડકાં અને સાંધાઓ સાથે સંબંધિત છે. આ સમસ્યામાં વ્યક્તિને તેના સાંધામાં અસહ્ય દુખાવો થાય છે. આ ઉપરાંત શરીરના સાંધાઓની કામ કરવાની ક્ષમતા પણ ખરાબ રીતે પ્રભાવિત થાય છે. પરંતુ આ સ્થિતિનો સામનો કરવા માટે પારિજાતના પાનનો ઉપયોગ કરી શકાય છે. તમને જણાવી દઈએ કે પારિજાતમાં બળતરા વિરોધી ગુણ હોય છે જે આર્થરાઈટિસમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. આપણે નહીં પણ આયુર્વેદ અને યુનાની કહે છે. એટલું જ નહીં તેના પુરાવા પણ સાબિત થયા છે. થોડા સમય પહેલા પારિજાતના પાનનો ઉપયોગ ઉંદરો પર થતો હતો. જેનું પરિણામ હકારાત્મક આવ્યું હતું.

ઉપયોગની પદ્ધતિ
તેના માટે સૌથી પહેલા પારિજાતના પાનનો પાવડર પાણીમાં નાખીને પીવો. તેનાથી તમને આર્થરાઈટીસના દુખાવામાં રાહત મળશે. તમે ઇચ્છો તો પારિજાતના પાનનો રસ અને નારિયેળ તેલથી પણ સાંધાઓની માલિશ કરી શકો છો. તેનાથી તમને દુખાવામાં રાહત મળશે.

Advertisement

સૂકી ઉધરસ અને અસ્થમામાં
હવામાનના બદલાવ દરમિયાન અથવા કંઈક ખોટું ખાવાના કારણે, લોકોને ઘણીવાર ગળામાં દુખાવો, ઉધરસ, શરદી વગેરે જેવી સમસ્યાઓ થવા લાગે છે. આવી સ્થિતિમાં આ લોકો પારિજાતના પાનમાંથી બનેલી ચાનું સેવન કરી શકે છે. પાંદડાની અંદર રહેલા ઔષધીય ગુણો તમને સૂકી ઉધરસ અને શરદીથી તરત રાહત આપે છે. આ સિવાય આ છોડના પાંદડામાં જોવા મળતા ગુણો અસ્થમાથી પીડિત વ્યક્તિની સ્થિતિમાં પણ સુધારો કરે છે.

ઉપયોગની પદ્ધતિ -
આ માટે સૌથી પહેલા તમારે પારિજાતના પાન, આદુ અને 2 કપ પાણી લેવાનું છે. થોડી વાર ઉકાળ્યા પછી તેને ગાળીને તેનું સેવન કરો. તેનાથી તમને રાહત મળશે.

તાવમાં વરદાન સમાન
પારિજાતમાં આવા ઘણા ગુણો જોવા મળે છે, જે તમને તાવથી રાહત અપાવવામાં મદદ કરે છે. એટલે કે જો તમને તાવ, મેલેરિયા, ડેન્ગ્યુ જેવી સમસ્યા હોય તો તમે પારિજાતના છોડના પાનનો ઉપયોગ કરી શકો છો. આટલું જ નહીં, તેના પાંદડા ડેન્ગ્યુના તાવ દરમિયાન પ્લેટલેટની સંખ્યામાં પણ વધારો કરે છે. તે તાવના બેક્ટેરિયાને પણ વધતા અટકાવે છે.

તાવમાં ઉપયોગ કરવાની રીત
આ માટે તમારે માત્ર એક ચમચી પારિજાતના પાન અને 2 કપ પાણી લેવાનું છે. હવે તેને ઉકળવા દો. જ્યારે તેમાં અડધું પાણી રહી જાય તો તાવ આવે ત્યારે તેનું સેવન કરો. તેનાથી તમને તાત્કાલિક રાહત મળશે.

પેટની સમસ્યાથી મેળવો
બાળકોથી લઈને પુખ્ત વયના લોકો સુધી ઘણા લોકોને પેટમાં કૃમિની સમસ્યા થવા લાગે છે. જેના કારણે તેમને અન્ય સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. આ સ્થિતિમાં પારિજાતના પાનનો ઉપયોગ કરી શકાય છે. તે જાણીતું છે કે તેમાં ડાયફોરેટિક અને મૂત્રવર્ધક ગુણધર્મો છે જે પેટ સંબંધિત કોઈપણ રોગથી રાહત આપવામાં અસરકારક સાબિત થાય છે. આવી સ્થિતિમાં, એવું માની શકાય છે કે પારિજાતના પાનનો ઉપયોગ પેટના કીડાથી રાહત અપાવવા માટે કરી શકાય છે.

ઉપયોગ કરવાની રીતો-
તેના માટે તમારે માત્ર પારિજાતના પાનનો રસ અને એક ગ્રામ કાળા મરીનો પાવડર મિક્સ કરવાનો છે. હવે તેને થોડા દિવસો સુધી નિયમિત પીવો. આના દ્વારા તમને જલ્દી જ પરિણામ જોવા મળશે.

પારિજાત એક ખૂબ જ સારુ ઝાડ છે. તેના પર વાઈટ કલરના ફ્લાવર્સ આવે છે. આ વૃક્ષને હળવા હાથે ડગમગાવવાથી ફુલોનો વરસાદ થાય છે. તેની સાથે જ તે ખૂબ જ સુગંધિત હોય છે. આ વૃક્ષ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. માતા લક્ષ્મીને આ વૃક્ષ ખૂબ જ પ્રિય છે.તેના ફુલો માતા લક્ષ્મીને અર્પણ કરવામાં આવે છે. તાજેતરમાં જ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા થઈ, ત્યાં પણ રામલલાને ચડાવવા માટે આભૂષણમાં જે પુષ્પ લગાવ્યા હતા, તેમાં પારિજાતને ફુલો લગાવેલા હતા.

Advertisement
Tags :
Next Article