For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

'અમે પટેલીયા અને બાપુઓએ હરખપદુડા થઈ...'; રાહુલની વાઇરલ સ્પીચ વચ્ચે પરેશ ધાનાણીની ધબધબાટી- જુઓ વિડીયો

06:21 PM Apr 29, 2024 IST | V D
 અમે પટેલીયા અને બાપુઓએ હરખપદુડા થઈ      રાહુલની વાઇરલ સ્પીચ વચ્ચે પરેશ ધાનાણીની ધબધબાટી  જુઓ વિડીયો

Paresh Dhanani: ચૂંટણી સમયે ગુજરાતની રાજનીતિમાં હવે હરખપદુડા શબ્દની પણ એન્ટ્રી થઈ ગઈ છે. રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ચૂંટણી પ્રચારમાં પટેલ અને ક્ષત્રિયોને હરખપદુડા(Paresh Dhanani) ગણાવી દીધા છે.જેનો ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સીઆર પાટીલે કહ્યું છેકે, હાર ભારી જતાં કોંગ્રેસના નેતા બફાટ કરી રહ્યા છે.

Advertisement

'પટેલો અને બાપુઓએ હરખપદુડા થઈ ભાજપને વટવૃક્ષ બનાવવા માટે સિંચન કર્યું'
ધાનાણીએ કહ્યું કે, પટેલો અને બાપુઓએ હરખપદુડા થઈ ભાજપને વટવૃક્ષ બનાવવા માટે સિંચન કર્યું અને 2015માં અમારે અખતરો કરવાનો થયો ત્યારે ખબર પડી કે વાસા ફાટી ગયા. જો કે, આ નિવેદન બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસે પટેલ અને ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે, આવી હલકી કક્ષાની વાત કરવી કોંગ્રેસને શોભતી નથી.

Advertisement

તેમણે આ મામલે સમાજની માફી માંગવી જોઈએ તેવી પણ તેમણે માગ કરી છે.પરેશ ધાનાણીએ પટેલ અને ક્ષત્રિય સમાજ ભાજપનું સમર્થન કરે છે તેને ટાંકીને કહ્યું હતું કે, પટેલ સમાજ ભાજપને સમર્થન કરે છે. પટેલ અને ક્ષત્રિયોએ ભાજપરૂપી વૃક્ષને પાણી પાઈને વટવૃક્ષ બનાવ્યું. પટેલ અને ક્ષત્રિયોએ હરખપદૂડા થઇને પાણી પાયું. છતાં ભાજપના નેતાઓ પટેલ અને ક્ષત્રિયોની કદર કરતા નથી. સાથે સાથે ધાનાણીએ પાટીદાર આંદોલન વખતે મહિલા પર ભાજપ સરકારે જે અત્યાચાર કર્યા હતા તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.

Advertisement

પરેશ ધાનાણીના નિવેદન બાદ વિવાદ
કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીનો પાટીદાર અને ક્ષત્રિયો પર કટાક્ષ કર્યાનો વીડિયો સામે આવ્યો છે. પરેશ ધાનાણીએ આ વીડિયોમાં પટેલો અને ક્ષત્રિયોને હરખ પદુડા કહ્યા હતા. આ સાથે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે 1995માં ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર દૂર કરવા ભાજપનું બીજ વાવ્યું. પટેલ અને બાપુ હરખ પદૂડા થઈને 10 ડોલ પાણી પાયું. આ નિવેદન બાદ વિવાદ થઈ રહ્યો છે.આ સાથે ધાનાણીએ 1995ને યાદ કરાવ્યો હતો.

પરેશ ધાનાણી માલધારી સમાજના કાર્યક્રમમાં પરંપરાગત ડ્રેસમાં જોવા મળ્યા
ધાનાણીએ પોતાના ભાષણમાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતુ કે કોઈ સમાજ બાકી રહ્યા નથી, વારાફરતી બધાનો વારો આવી રહ્યો છે. મળતી મુજબ રાજકોટથી કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી આ દરમિયાન માલધારી સમાજના કાર્યક્રમમાં પરંપરાગત ડ્રેસમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમણે અહીં પાટીદારો અને ક્ષત્રિયોને હરખ પદુડા કહી કટાક્ષ કર્યો હતો.

Advertisement

Tags :
Advertisement
Advertisement