For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

IND VS ENG TEST : ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ પર આતંકનો ખતરો, ખાલિસ્તાની આતંકી પન્નુએ આપી ધમકી

01:03 PM Feb 21, 2024 IST | V D
ind vs eng test   ભારત ઈંગ્લેન્ડ ટેસ્ટ પર આતંકનો ખતરો  ખાલિસ્તાની આતંકી પન્નુએ આપી ધમકી

Pannu Threats To Ranchi Test: ઝારખંડની રાજધાની રાંચીમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ પહેલા ખાલિસ્તાની આતંકવાદી(Pannu Threats To Ranchi Test) ગુરપતવંત સિંહ પન્નુએ ઈંગ્લેન્ડની ટીમને મેચ રદ કરીને પરત ફરવાની ધમકી આપી છે. તેણે આ અંગે ઝારખંડના નક્સલવાદીઓને ઉશ્કેર્યા છે. પન્નુએ કહ્યું છે કે રાંચીમાં યોજાનારી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ તાત્કાલિક રદ કરવી જોઈએ. આ મામલામાં મંગળવારે રાંચીના ધુરવા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

Advertisement

પન્નુએ આ વીડિયો યુટ્યુબ પર રિલીઝ કર્યો
નક્સલવાદીઓના નામે જાહેર કરવામાં આવેલા વીડિયોમાં તેણે કહ્યું છે કે રાંચીનું જેએસસીએ સ્ટેડિયમ આદિવાસીઓની જમીન પર બનેલું છે. મેચ આદિવાસીઓની જમીન પર ન થવી જોઈએ. પન્નુએ આ વીડિયો યુટ્યુબ પર રિલીઝ કર્યો છે. તેણે માઓવાદીઓને રાંચીમાં યોજાનારી ટેસ્ટ મેચ રદ કરાવવા માટે ઝારખંડ અને પંજાબમાં હંગામો મચાવવાનું કહ્યું છે.

Advertisement

રોહિત શર્મા અને બેન સ્ટોક્સે પણ ધમકી આપી હતી
પન્નુએ યુટ્યુબ દ્વારા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સને પણ ધમકી આપી છે. તેણે ઈંગ્લિશ કેપ્ટનને ભારત પ્રવાસ રદ કરીને ટીમ સાથે પરત ફરવા પણ કહ્યું હતું.

Advertisement

સ્ટેડિયમથી લઈને હોટલ સુધી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
પન્નુની ધમકી મળ્યા બાદ ઝારખંડ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. સ્ટેડિયમથી લઈને હોટલ સુધી કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એરપોર્ટથી હોટલ સુધી દરેક ખૂણે પોલીસ દળો તૈનાત છે. એરપોર્ટને પણ સિક્યોરિટી કોર્ડન હેઠળ લેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, ભારત અને ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ વચ્ચે 23 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી રાંચીના JSCA સ્ટેડિયમમાં ચોથી ટેસ્ટ મેચ રમવાની છે.

પન્નૂના ધમકીભર્યા વીડિયોમાં શું છે?
આ વીડિયોમાં ગુરપતવંત સિંહ પન્નૂ ભાકપા માઓવાદીઓને ઉશ્કેરતા કહી રહ્યો છે કે- આદિવાસીઓની જમીન પર ક્રિકેટ ન થવા દો. પ્રશાસન તેણે બે મિત્ર દેશો વચ્ચે ખેલ સંબંધોને બગાડવા અને પ્રતિબંધિત માઓવાદી સંગઠનના માધ્યમથી ખેલમાં વિધ્ન પહોંચાડવાના પ્રયાસરુપે જોઈ રહી છે. FIRમાં એવો પણ ઉલ્લેખ છે કે- આ પ્રકારના વિવાદિત વીડિયોથી સરકારને ભારે આર્થિક નુકસાન થઈ શકે છે. સાથે જ દેશની છબિ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ મામલે પોલીસે IT એક્ટ અંતર્ગત કેસ કરી કાર્યવાહી કરી રહી છે.

Advertisement

પન્નૂના વીડિયોની ખરાઈની થશે તપાસ
રાંચીના એસએસપી ચંદન સિન્હાએ એક ખાનગી ચેનલને જણાવ્યું કે- રાંચની ધુર્વા પોલીસ સ્ટેશનમાં FIR કરવામાં આવી છે. જો કે પન્નૂનો આ ઓડિયો-વીડિયોની ખરાઈના પણ આદેશ અપાયા છે. યૂટ્યૂબમાં વીડિયો પોસ્ટ કરીને ધમકી અપાઈ છે અને અહીંના સ્થાનિક માઓવાદી સંગઠનને અપીલ કરીને મેચ નહીં કરાવવાની પણ ધમકી અપાઈ છે. આ ધમકીને જોતા સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે. તો ભારત અને ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન આવે તેણે લઈને અધિકારીઓને જરુરી દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે. સાથે જ ભારત અને ઈંગ્લેન્ડ મેચની દરેક પ્રવૃત્તિ પર નજર રાખવામાં આવી રહી છે.

Tags :
Advertisement
Advertisement