For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

માર્ગ અક્સ્માતમાં બે સગા ભાઈઓના દર્દનાક મોત, પરિવાર સહીત આખું ગામ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યું

11:12 AM Mar 08, 2022 IST | Mansi Patel
માર્ગ અક્સ્માતમાં બે સગા ભાઈઓના દર્દનાક મોત  પરિવાર સહીત આખું ગામ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યું

દરરોજ ન જાણે કેટલાય અક્સમાત(Accident) થતા હશે અને આ અકસ્માત દરમિયાન ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી દેતા હોય છે. ત્યારે હાલમાં જ યુપીના બુલંદશહેર (Bulandshahr) જિલ્લામાં સોમવારે સવારે એક દર્દનાક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. જ્યાં પુરપાટ ઝડપે આવેલા અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી હતી. આ બાઈકમાં સગા 2 ભાઈઓ સવાર હતા. આ બંને ભાઈઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.

Advertisement

મળતી માહિતી અનુસાર આ ઘટના ઔરંગાબાદ વિસ્તારના ઇલના ગામની છે. રૂંથા ગામના રહેવાસી જ્ઞાની (24) અને જીતુ (22) કોઈ કામ માટે બાઇક પર જઈ રહ્યા હતા. તે દરમિયાન પુરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં બંને ભાઈઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મોતના સમાચાર સાંભળી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.

Advertisement

ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહ પર કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે બંને ભાઈઓ એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતા હતા. જેમને થોડા દિવસ પહેલા જ નોકરી મળી હતી.

Advertisement

બીજી તરફ અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસ આ ટ્રક ચાલકની શોધ કરી રહી છે. પોલીસે પીડિત પરિવારને કાર્યવાહી અને આર્થિક મદદની ખાતરી પણ આપી હતી.  સ્ટેશન ઈન્ચાર્જે કહ્યું કે ટ્રક ડ્રાઈવરની ટૂંક સમયમાં જ ધરપકડ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Advertisement

Tags :
Advertisement
Advertisement