For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

જ્યાંથી ભાજપ સામે આંદોલન શરુ કર્યું હતું ત્યાં જ અલ્પેશ કથીરિયાએ ભાજપમાં પુનઃપ્રવેશ કર્યો

12:08 PM Apr 28, 2024 IST | Chandresh
જ્યાંથી ભાજપ સામે આંદોલન શરુ કર્યું હતું ત્યાં જ અલ્પેશ કથીરિયાએ ભાજપમાં પુનઃપ્રવેશ કર્યો

Alpesh Kathiria joined BJP: પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલની સાથે રહેતા યુવા નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા કાલે ભાજપમાં જોડાઈ ગયા છે. સુરતમાં વરાછા સ્થિત માનગઢ ચોક ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સી.આર.પાટીલ, પ્રફુલ પાનસેરિયા સહિતના ઘણા મોટા નેતાઓ પણ હાજર રહ્યા હતા. સી.આર.પાટીલે ભાજપનો ખેસ પહેરાવીને અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria joined BJP) અને ધાર્મિક માલવિયાનું ભાજપમાં સ્વાગત કર્યું છે.

Advertisement

Advertisement

200 જેટલા PAASના કાર્યકરો પણ ભાજપમાં જોડાયા
2020ની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) એ કોંગ્રેસને બદલે આપને સમર્થન કરતા સુરતમાં આપનો ઉદય જોવા મળ્યો હતો. સુરતમાં PAASના કારણે જ આપનું અસ્તિત્વ ખુબ બની ગયું હતું પરંતુ હવે આવતીકાલે શનિવારે PAASના બે યુવા નેતાઓની સાથે 200 જેટલા PAASના કાર્યકરો ભાજપમાં જોડાયા ચુક્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં વરાછા વિસ્તારના એક સંમેલનમાં PAASના નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાયા ગયા છે.

Advertisement

હાર્દિક પટેલે પાર પાડ્યું ઓપરેશન!
ગુજરાતની વિધાનસભા ચૂંટણી પહેલા PAAS આગેવાન અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પણ ભાજપમાં જોડાયા ગયા હતા. ત્યારે આ બંને યુવા નેતાઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો લગાવવામાં પણ આવી રહી હતી. જોકે, ત્યારે તેમણે આપ છોડવાનો ઈનકાર કર્યો હતો. જોકે હવે હાર્દિક પટેલ ધારાસભ્ય બની ગયા છે. ત્યારે હાર્દિક પટેલે જ આ બંને નેતાઓને ભાજપમાં જોડવા માટેનું ઓપરેશન પાર પાડ્યું હોવાનું ચર્ચામાં આવી રહ્યું છે.

Advertisement

2020માં કોંગ્રેસ સાથે PAASને થયો હતો ડખો
સુરત સહિત ગુજરાતમાં અનામત આંદોલન પછી પાટીદાર બહુમતીવાળા વિસ્તાર માં અનામત આંદોલન સમિતિની ભારે પકડ જોવા મળી રહી છે. જેના કારણે 2015ની ચૂંટણીમાં PAASના સમર્થનમાં કોંગ્રેસને 37 બેઠક મેળવી હતી. જ્યારે 2020માં કોંગ્રેસ સાથે ટિકિટ વહેંચણીમાં ડખો થયો હતો અને PAASએ આપને સમર્થન આપવાનું ચાલુ કર્યું હતું. આ સમર્થન એવું હતું કે સુરત પાલિકામાં પહેલીવાર આપની એક-બે નહી પરંતુ પુરી 27 બેઠકો આવી હતી.

2020માં કોંગ્રેસ સાથે PAASને થયો હતો ડખો
સુરત સહિત ગુજરાતમાં અનામત આંદોલન પછી પાટીદાર બહુમતીવાળા વિસ્તાર માં અનામત આંદોલન સમિતિની ભારે પકડ જોવા મળી રહી છે. જેના કારણે 2015ની ચૂંટણીમાં PAASના સમર્થનમાં કોંગ્રેસને 37 બેઠક મેળવી હતી. જ્યારે 2020માં કોંગ્રેસ સાથે ટિકિટ વહેંચણીમાં ડખો થયો હતો અને PAASએ આપને સમર્થન આપવાનું ચાલુ કર્યું હતું. આ સમર્થન એવું હતું કે સુરત પાલિકામાં પહેલીવાર આપની એક-બે નહી પરંતુ 27 બેઠકો આવી હતી.

કોણ છે અલ્પેશ કથીરિયા?
અલ્પેશ કથીરિયા અમરેલી જિલ્લાના મોટા ગોખરવાળા ગામના વતની છે. હાલ તેઓ નાના વરાછા ખાતે તાપીદર્શન સોસાયટીમાં રહેવાસી છે. અલ્પેશ કથીરિયાએ LLBનો અભ્યાસ પણ કર્યો છે. તેઓ વ્યવસાયે એક વકીલ છે. અલ્પેશ 2015થી ચર્ચામાં આવ્યા છે. અલ્પેશ કથીરિયાની હાર્દિક પટેલ સાથે 2015માં મુલાકાત થઈ હતી. ત્યારથી તેઓ પાટીદાર આંદોલનમાં જોડાયા ગયા હતા. અલ્પેશ કથીરિયા સામે એટ્રોસિટી અને રાજદ્રોહનો ગુનો નોધવામાં આવ્યો છે. તો અલ્પેશ કથીરિયા અત્યાર સુધી આમ આદમી પાર્ટીમાં હતા. જો કે તેમના પત્ની કાવ્યા પટેલ ભાજપના નેતા છે અને તેઓ કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે.

Tags :
Advertisement
Advertisement