For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

પી પી સવાણી CBSE સ્કુલના ધોરણ 10 ના વિદ્યાર્થીઓ ચમક્યા, 55 વિધ્યાર્થીનોનો A1 ગ્રેડ

05:54 PM May 14, 2024 IST | admin
પી પી સવાણી cbse સ્કુલના ધોરણ 10 ના વિદ્યાર્થીઓ ચમક્યા  55 વિધ્યાર્થીનોનો a1 ગ્રેડ

સુરતની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા પીપી સવાણીની (P P Savani Group) CBSE સ્કૂલ ના ધોરણ 10 સીબીએસઈના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શનની ઉજવણી કરી. સાન્વી ઝવેરીએ 96.8%, કાવ્યા હેલૈયા અને વૈભવ અગ્રવાલ, બંનેએ 96.4%, મીત અંકોલીયા અને પ્રાચી લાઠીયાએ 96%, આયુ ઉસદડિયાએ 95.6% અને કિર્તન મહેતા અને રિતિકા ઘોષે બંનેએ 95.4% મેળવ્યા છે.

Advertisement

અમારા 55 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 179 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં છે. બોર્ડ પરીક્ષા 2024માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને પીપી સવાણી પરિવાર દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે, પીપી સવાણી ગ્રુપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમારા વિદ્યાર્થીઓ અમારું ગૌરવ છે અને અમે પીપી સવાણી ગ્રુપ અમારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં વિશ્વાસ રાખીએ છીએ. અમે તેમને એક પ્લેટફોર્મ, સંપૂર્ણ સમર્થન, માર્ગદર્શન આપીએ છીએ અને તેમને યોગદાન આપનારી વ્યક્તિત્વ તરીકે ઉછેરીએ છીએ. તેઓ માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ વિવિધ ક્ષેત્રોમાં પણ ઉત્કૃષ્ટ દેખાવ કરીને અમને ગર્વ અનુભવે છે. આજે આપણે બધા તેમની સિદ્ધિઓની ઉજવણી કરી રહ્યા છીએ.

Advertisement

Advertisement

Tags :
Advertisement
Advertisement