For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

નડિયાદના કમળા ગામે ટ્રેક્ટર અને સ્કૂટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એકનું મોત, 1 ઘાયલ

06:43 PM May 30, 2024 IST | V D
નડિયાદના કમળા ગામે ટ્રેક્ટર અને સ્કૂટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એકનું મોત  1 ઘાયલ

Nadiyad Accident: નડિયાદ જાણે કે ગોઝારી અકસ્માતનું(Nadiyad Accident) હબ બની ગયું હોય તેવી રીતે એક બાદ એક અકસ્માતોની ઘટના પ્રકાશમાં આવતી રહે છે.ત્યારે ફરી એકવાર નડિયાદ પાસેના કમળા ગામે ચકચારીત અકસ્માતની ઘટના બની હતી.જેમાં એક માતેલા સાંઢની જેમ આવતા ટ્રેક્ટરે એક્ટીવાને ટક્કર મારતાં એક્ટિવ ચાલકનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. જયારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે ખસેડવવામાં આવ્યા છે ત્યારે આ વ્યક્તિનું અકાળે મોત થતા પરિવારમાં ગમગની છવાઈ ગઈ છે.

Advertisement

ટ્રેક્ટરે એક્ટીવાને ટક્કર મારી
નડિયાદ પાસેના કમળા ગામે ટ્રેક્ટરે એક્ટીવાને ટક્કર મારતાં ચાલકનું બનાવ સ્થળે મોત નિપજ્યું છે. જ્યારે પાછળ બેઠેલા વ્યક્તિને ઈજાઓ પહોંચી છે. આ બનાવ મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. નડિયાદ તાલુકાના મોકમપુરા સીમ વિસ્તારમાં 50 વર્ષિય પર્વતભાઈ ઉર્ફે સોમાભાઈ છગનભાઇ ચૌહાણ રહેતા હતા. તેઓ મકાનના સેન્ટીંગનું કામ કરતા હત. પર્વતભાઈ ઉર્ફે સોમાભાઈ ગતરોજ સાંજના સમયે પોતાના ઘરેથી શાકભાજી લેવા માટે એક્ટીવા લઈને નડિયાદ આવવા નીકળ્યા હતા. તેઓ ડબલ સવારી નડિયાદના કમળા ગામ પાસેના નડિયાદ-મહેમદાવાદ રોડ પરથી પસાર થતા હતા. ત્યારે પુરપાટે આવેલા ટ્રેક્ટર નંબર (GJ 07 BH 1783)ના ચાલકે પર્વતભાઈના એક્ટીવાને ટક્કર મારી હતી.

Advertisement

એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ મોત
જેથી એક્ટીવા ચાલક પર્વતભાઈ અને પાછળ બેઠેલા વ્યક્તિ વાહન પરથી રોડ પર પટકાયા હતા. અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક પોતાનું વાહન મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અન્ય વાહન ચાલકો દોડી આવી એમ્બ્યુલન્સને જાણ કરી હતી. પરંતુ યોગ્ય સારવાર મળે તે પહેલા જ પર્વતભાઈ ઉર્ફે સોમાભાઈ છગનભાઇ ચૌહાણનુ ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

Advertisement

જ્યારે પાછળ બેઠેલા વ્યક્તિને ઈજાઓ થતાં સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવ સંદર્ભે મૃતકના પુત્ર હર્ષદભાઈ ચૌહાણે ઉપરોક્ત ટ્રેક્ટર ચાલક સામે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે, આ અકસ્માતમાં ચૌહાણ પરિવારમાં ઘરના મોભીનું મોત થતાં પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.

અન્ય એક વ્યક્તિનું અકસ્માતમાં નિધન
તો બીજી તરફ કપડવંજ તાલુકાના અંતિસર ગામે રહેતા 46 વર્ષિય મહેશભાઈ ગોવિંદભાઈ હરીજનના ભત્રીજા રવી રાજુભાઈ હરીજન ગતરોજ બપોરે પોતાનું મોટરસાયકલ લઈને બાયડ ખાતે નોકરી જતા હતા. આ દરમિયાન રવી પોતાનુ મોટરસાયકલ લઈને કપડવંજના ગોકાજીના મુવાડા પાસેથી પસાર થતા હતા. ત્યારે પુરપાટે આવતી અર્ટીકા કાર નંબર (GJ 23 CA 7598)ના ચાલકે ઉપરોક્ત મોટરસાયકલ સાથે અથડાવી હતી. મોટરસાયકલને ટક્કર વાગતા મોટરસાયકલ ચાલક રવી રોડ પર પટકાયો હતો. જેથી તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

Advertisement

Tags :
Advertisement
Advertisement