For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે કાળઝાળ ગરમી વચ્ચે પણ માતાજીના દર્શન કરવા અંબાજી, પાવાગઢ સહિતના મંદિરોમાં ઉમટી પડ્યું ભક્તોનું ઘોડાપુર- જુઓ વિડીયો

12:07 PM Apr 09, 2024 IST | V D
ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે કાળઝાળ ગરમી વચ્ચે પણ માતાજીના દર્શન કરવા અંબાજી  પાવાગઢ સહિતના મંદિરોમાં ઉમટી પડ્યું ભક્તોનું ઘોડાપુર  જુઓ વિડીયો

Chaitri Navratri 2024: આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયૉ છે.આજે પ્રથમ નોરતાના દિવસે ભક્તો માતાજીની ભક્તિ તેમજ આરાધના કરે છે. આ તરફ રાજ્યના ત્રણ મોટા મંદિરોમાં પણ આજે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલ અંબાજી, સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ચોટીલા(Chaitri Navratri 2024) અને પંચમહાલ જિલ્લામાં આવેલ પાવાગઢ મંદીરે આજે પરોઢિયેથી જ ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે.તેમજ આ મંદિરોમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

Advertisement

અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
હિન્દુ પંચાંગનો પહેલો મહિનો તેમજ મા દુર્ગાની ભક્તિ અને આરાધનાના પર્વ ચૈત્રી નવરાત્રિનો આજે પ્રારંભ થતાં શક્તિપીઠ એવા અંબાજી અને પાવાગઢ મહાકાળી મંદિરે વહેલી સવારે દર્શનાર્થીઓ માતાજીનાં દર્શને પહોંચ્યા હતા. અંબાજી ખાતે ભક્તો વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં દર્શન કરવા આવતા હોય છે. ત્યારે ચૈત્રી નવરાત્રીનું અનેરું મહત્ત્વ હોય છે. અંબાજી મંદિરમાં ભક્તો ગરબે રમતા અને આરાધના કરતા જોવા મળી રહ્યા છે.વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શને પહોંચ્યા છે. મંગળા આરતીમાં ભક્તોની લાંબી કતાર જોવા મળી. અંબાજી મંદિર પરિસર બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું. ચૈત્રી નવરાત્રીને લઈને અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે.

Advertisement

અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારાયું
અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. અંબાજી મંદિર ખાતે માઈભક્તો દૂરદૂરથી દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આજે સવારે મંગળા આરતીમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. અંબાજી મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે. આ મંદિરના શિખર ઉપર 358 નાના-મોટા કળશ લાગેલા છે. શક્તિદ્વારથી મંદિર પરિસરમાં અલગ અલગ જગ્યા ઉપર રંગબેરંગી ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે. મંદિરના નૃત્ય મંડપ નીચે ચૈત્રી નવરાત્રિ અખંડ ધૂન મંડળ દ્વારા સતત દસ દિવસ સુધી અખંડ ધૂન શરૂ થઈ ગઈ છે.

Advertisement

પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ કરવામાં આવી
51 શક્તિ પીઠ પૈકીના એક પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તો શાંતિપૂર્ણ માહોલમાં માતાજીના દર્શન કરી શકે તે માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. વહેલી સવારે માતાજીના દર્શન ખુલ્લા મૂકવામાં આવશે, જે મોડીસાંજ સુધી ચાલુ રહેશે. યાત્રિકોની સુરક્ષા અને સલામતીને લઇ મંદિર ટ્રસ્ટ દ્વારા સીસીટીવી કેમેરા ગોઠવાયા છે.

શ્રદ્ધાળુઓની ભીડ ઊમટી
વહેલી સવારે માતાજીના જયઘોષ સાથે શ્રદ્ધાળુઓ તળેટીમાંથી માચી સુધી અને માચીથી મંદિર જવાના રેવાપથ ઉપર પગપાળા ચાલતા જોવા મળ્યા હતા. હાલ પરીક્ષાના માહોલ વચ્ચે પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પહેલાં નોરતે માતાજીનાં દર્શને પહોંચ્યા હતા.

Advertisement

Tags :
Advertisement
Advertisement