For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ધોળકા-ખેડા હાઇવે પર ST બસ ચાલકે રસ્તા પર ગૌવંશના ઝૂંડને લીધું હડફેટે- 10થી વધુ ગાયોનાં મોત

05:39 PM Mar 02, 2024 IST | V D
ધોળકા ખેડા હાઇવે પર st બસ ચાલકે રસ્તા પર ગૌવંશના ઝૂંડને લીધું હડફેટે  10થી વધુ ગાયોનાં મોત

Dholaka-Kheda Highway Accident: ધોળકાનાં સહીજ ગામ નજીક આવેલ CNG પંપ પાસે ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે.અકસ્માતમાં સરકારી બસે(Dholaka-Kheda Highway Accident) 10થી વધુ ગાયોને અડફેટે લેતા 10થી વધુ ગાયોના ઘટનાસ્થળ પર કમકમાટીભર્યા મોત થયું છે.તો આ ઘટનાના પગલે લોકોનું ટોળું એકત્ર થયું હતું.ત્યારે આ ગાયોના મોતના પગલે સમગ્ર પંથકમાં કરુણતા છવાઈ ગઈ હતી.

Advertisement

ધોળકા ખેડા હાઇવે પર ST બસનો ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં 10થી વધુ ગાયોને અડફેટે લીધી હતી.અકસ્માતનો બનાવ બનતા સ્થાનિકો અને વાહન ચાલકો અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.તેમજ ધોળકા રૂરલ પોલીસને જાણ થતાં ધોળકા રૂરલ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી અકસ્માતની ઘટનાની નોંધ લીધી હતી.આ સાથે જ બનાવની જાણ થતા હિન્દુ સંગઠનો અને ગાયરક્ષકની ટીમ ધોળકા નગરપાલિકાનાં જેસીબી સાથે ઘટનાસ્થળે પહોંચી હતી.જીવદયાપ્રેમી ટીમ દ્વારા કરાયેલા આ સેવાકાર્યને ધાણધાના જીવદયા પ્રેમી ગ્રામજનો સરાહના કરી હતી.

Advertisement

જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી
બસ ચાલકે રસ્તા પર 10 ગૌવંશના ઝૂંડને હડફેટે લીધા હતા.પોલીસ દ્વારા ઘાયલ ગૌવંશને ગૌ રક્ષકની ટીમની મદદ લઈને સારવાર માટે ખસેડ્યા હતા. ત્યાર બાદ પોલીસે ડ્રાયવર સામે ગુનો નોંધ્યો હતો.જો કે અંધારામાં આ ઘટના બની હોવાનું રટણ કરી રહ્યો છે.આ ઘટનાના કારણે જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

Advertisement

આ ગાયના માલિક અંગે અત્‍યાર સુધી કોઈ માહિતી મળી નથી.જે મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Advertisement
Tags :
Advertisement
Advertisement