For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

માથું ફાડી નાખે એવી ઘટના- પુતળા સાથે લગ્ન કરી હનીમુન પર ગઈ મહિલા, આપ્યો બાળકને જન્મ

12:39 PM Jul 28, 2022 IST | Mayur Lakhani
માથું ફાડી નાખે એવી ઘટના  પુતળા સાથે લગ્ન કરી હનીમુન પર ગઈ મહિલા  આપ્યો બાળકને જન્મ

કહેવાય છે કે જોડીઓ ઉપરથી બને છે, પરંતુ એક મહિલાએ બનાવેલી જોડીની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. આ મામલો બ્રાઝિલનો છે, જ્યાં 37 વર્ષીય મહિલાએ પુરુષના પુતળા સાથે લગ્ન કર્યા અને પછી બાળક હોવાનો દાવો કર્યો. મહિલાએ આ પુતળાનું નામ માર્સેલો રાખ્યું.

Advertisement

Advertisement

મહિલાએ આ પુતળા સાથે સંપૂર્ણ રીતિ-રિવાજ સાથે લગ્ન કર્યા અને પછી હનીમૂન પર પણ ગઈ. આશ્ચર્યની વાત એ છે કે આ મહિલાની સામે જો કોઈ તેના પતિને પુતળું કે રમકડું કહે છે તો તે ગુસ્સે થઈ જાય છે અને આવું બોલનાર વ્યક્તિ સાથે નફરત કરવા લાગે છે.

Advertisement

એકલતાથી કંટાળીને મહિલાએ પુતળા સાથે કર્યા લગ્ન
મેરિવોન રોકા મૌરેસ સિંગલ હતી અને તેનો કોઈ બોયફ્રેન્ડ નહોતો. આવી પરીસ્થિતિમાં, એકલતા દૂર કરવા, તેની માતા ઘરે એક મોટું પુતળું લાવી. મોરિસ આ પુતળા સાથે એટલી પ્રેમમાં પડી ગઈ કે તેણે તેની સાથે લગ્ન કરી લીધા. આ લગ્નમાં મહેમાનો પણ આવ્યા હતા અને ખાવા-પીવાથી લઈને દરેક વ્યવસ્થા હતી.

Advertisement

બીમારીથી પીડિત હતી મહિલા
હકીકતમાં, મીડિયા રિપોર્ટ્સમાં એ વાત સામે આવી છે કે, લોકો ઘણીવાર નિર્જીવ વસ્તુઓના પ્રેમમાં પડી જાય છે અને આ કારણ છે કે તેમને ઓબ્જેક્ટોફિલિયા નામની બીમારી છે.

આ રોગથી પીડિત વ્યક્તિ નિર્જીવ વસ્તુઓને પ્રેમ કરવા લાગે છે અને તેની સાથે રોમાન્સ કરવા લાગે છે. દુનિયામાં આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં લોકો નિર્જીવ વસ્તુઓને પ્રેમ કરતા જોવા મળ્યા છે.

આવા કિસ્સા પહેલા પણ સામે આવ્યા છે
આ પહેલા અમેરિકામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. અહીં નથિએલ નામના વ્યક્તિએ તેની કાર સાથે સંબંધ હોવાની વાત કરી હતી.

તેણે કહ્યું કે તેણે તેની કાર સાથે પણ સંબંધ બાંધ્યો છે. આ સિવાય આવો કિસ્સો જર્મનીમાં પણ જોવા મળ્યો, જ્યાં મહિલાએ પ્લેન સાથે લગ્ન કર્યા. તે રાત્રે આ પ્લેનને ગળે લગાવીને સૂતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Advertisement
Advertisement