Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

ગુજરાતમાં ‘મે’નો પ્રકોપ: 7થી 14 જૂન દરમિયાન ચોમાસું બેસી જશે; અંબાલાલ પટેલેની કરી મોટી આગાહી

07:04 PM May 17, 2024 IST | Drashti Parmar

Ambalal Patel Prediction: રાજયમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ રહેલી છે. હવામાન વિભાગે જાણકારી આપતા જણાવ્યું છે કે આગામી દિવસોમાં રાજ્યના તમામ જિલ્લામાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ(Ambalal Patel Prediction) વધી શકે છે. કમોસમી વરસાદ બાદ તાપમાનમાં વધારો નોંધાયો છે. જેને લઈને ગઈકાલથી જ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હતો.

Advertisement

મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં આ વર્ષનું સૌથી મહત્તમ તાપમાન 43.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બુધવારની સરખામણીએ ગુરુવારે મહત્તમ તાપમાનમાં ચાર ડિગ્રી સેલ્સિયસનો એકાએક વધારો થતાં શહેરીજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. ત્યારે આજે પણ શહેરમાં એવા જ હાલ જોવા મળશે. કારણ કે, ગઈકાલ કરતાં પણ આજે મહત્તમ તાપમાન વધુ રહેવાની શક્યતા છે. આજે તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચશે. બપોર પછી 3 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી આકાશમાં અંગારા વરસે તેવો અનુભવ થશે.

હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 
હવામાન વિભાગે ગુજરાતના હવામાનની પાંચ દિવસ આગાહી કરી છે. જેમાં અમદાવાદમાં 44 ડિગ્રી સુધી તાપમાન રહેશે એટલે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.  સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ આગામી પાંચ દિવસ માટે યથાવત્ રહેશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગરમી 45 ડિગ્રી સુધીની આગાહી કરી છે. તેઓએ જણાવ્યું છે કે, 7થી 14 જૂન વચ્ચે ચોમાસાની શરૂઆત થશે.

Advertisement

ચોમાસની શરુઆત આ તારીખથી થશે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસાની શરૂઆત અંગે અપડેટ આપતા જણાવ્યું છે કે આગમી 7થી 14 જૂન વચ્ચે ચોમાસાની શરૂઆત થશે.

હવામાન વિભાગે આજે એટલે કે ૧૭મે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ખૂબ જ નહીંવત પ્રમાણમાં વરસાદી છાંટાની શક્યતા વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં તાપી અને ડાંગ તથા સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર અને બોટાદમાં હળવા વરસાદી છાંટા વરસી શકે છે. પરંતુ તેની શક્યતા ખૂબ જ નહીંવત્ પ્રમાણમાં છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાક દરમિયાન હવામાન વિભાગની આગાહી અનુસાર ભાવનગરમાં હીટવેવની અસર વર્તાઈ હતી. ત્યારે આજે પણ ભાવનગરમાં હીટવેવની શક્યતા છે તે સાથે જ વરસાદી છાંટાની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Advertisement

આગામી 5 દિવસ તાપમાન ઊંચું રહેશે
હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ તો ગુજરાતવાસીઓને ગરમીથી રાહત મળવાની શક્યતા નહીંવત છે. કારણ કે હજુ પણ આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે અને આવતીકાલે સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, ભાવનગર અને કચ્છમાં જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડમાં હીટવેવની શક્યતા છે. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું છે. જેમાં આગામી 24 કલાક દરમિયાન બે ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન વધી શકે છે. ત્યારબાદ આગામી પાંચ દિવસ તાપમાન યથાવત્ રહેશે.

Advertisement
Tags :
Next Article