For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

આખરે નીલેશ કુંભાણી મળી આવ્યા! જાણો જલ્દી કેવી હાલતમાં મળ્યા કોંગ્રેસી નેતા....

03:46 PM Apr 25, 2024 IST | admin
આખરે નીલેશ કુંભાણી મળી આવ્યા  જાણો જલ્દી કેવી હાલતમાં મળ્યા કોંગ્રેસી નેતા

છેલ્લા 72 કલાકથી વધુ સમય વીતી ગયા છતાં હજી સુધી સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી (Nilesh Kumbhani Congress) ગાયબ છે, ત્યારે સુરત શહેરમાંથી જ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નિલેશ કુંભાણી સુરત શહેરમાંથી જ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. સુરત કોંગ્રેસ કાર્યાલયની બહાર નિલેશ કુંભાણીએ દેખા દેતા સોશિયલ મીડિયામાં અલગ અલગ થઈ રહ્યા છે.

Advertisement

ક્યાંથી મળ્યા નિલેશ કુંભાણી Nilesh Kumbhani Congress?

સુરત શહેર કોંગ્રેસનું કાર્યાલય સુરતના મકાઈ પુલ વિસ્તાર નજીક આવેલું છે. સુરત કોંગ્રેસ કાર્યાલયની બહાર નિલેશ કુંભાણીને બાંધી દેવામાં આવેલા હોય તેવી હાલતમાં મળી આવ્યા છે. સુરત શહેર કોંગ્રેસ કાર્યાલયના બાંકડા પર નિલેશ કુંભાણીનું કટ આઉટ બાંધી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, નિલેશ કુંવાણી હજી સુધી સંપર્ક વિહોણા છે.

Advertisement

Advertisement

પોતાનો ઉમેદવારી પત્ર રદ થતાં ની સાથે જ, હું કોર્ટમાં જાઉં છું કહીને નીકળેલા નિલેશ કુંભાણી હજી સુધી તેની પત્નીના સંપર્કમાં પણ આવ્યા નથી. કોંગ્રેસ તથા ગઠબંધન પાર્ટી આમ આદમી પાર્ટીના આગેવાનો નિલેશ કુંભાણી વિરુદ્ધ આક્ષેપો કરી રહ્યા છે. પરંતુ હજી સુધી નિલેશ કુંભાણી ક્યાંય જાહેરમાં ના આવવાથી નિલેશ કુંભાણી જ ખોટા હોવાનું લાગી રહ્યું છે. ત્યારે સુરત નાનપુરા સ્થિત કોંગ્રેસ કાર્યાલય પાસે નિલેશ કુંભાણીના કટ આઉટ અને બાકડા પર સુવડાવી દેવામાં આવ્યું છે અને તેનો પગ બાંધી દેવામાં આવ્યો છે. આવું કોઈ કાર્યકરે જ કરેલું હોવું જોઈએ તેવું માનવામાં આવી રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement