For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

'પોલ' પછી 'ટોલ'નો ઝટકો: દૂધના ભાવ પછી રાતોરાત NHAIએ 3થી 5%નો કર્યો વધારો

05:44 PM Jun 03, 2024 IST | Drashti Parmar
 પોલ  પછી  ટોલ નો ઝટકો  દૂધના ભાવ પછી રાતોરાત nhaiએ 3થી 5 નો કર્યો વધારો

National Highway Authority of India: ચૂંટણીનું પરિણામ હજી બાકી છે અને આમ જનતા પર મોંઘવારીનો ભાર પડી રહ્યો છે. ગત રોજ અમુલે દુધના ભાવમાં વધારો કર્યા બાદ હવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ પણ ટોલ ટેક્સમાં વધારો કર્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (National Highway Authority of India)એ સામાન્ય માણસને આંચકો આપ્યો છે. હવે વાહન માલિકોના ખિસ્સા પર બોજ વધવા જઈ રહ્યો છે. 3 જૂનથી ટોલ ટેક્સ વધી શકે છે. આ ટેક્સ પહેલાથી જ વધવાનો હતો પરંતુ લોકસભાની ચૂંટણીને કારણે તેને મોકૂફ રાખવામાં આવ્યો હતો.

Advertisement

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI), ટેક્સમાં લગભગ 5 ટકાનો વધારો કરી શકે છે. અગાઉ અમૂલ દૂધ 2 રૂપિયા મોંઘુ થયું હતું. ચૂંટણી બાદ હવે સામાન્ય માણસને બેવડો ફટકો પડ્યો છે. આ દરો અગાઉ પણ વધવાના હતા. નેશનલ હાઈવેના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે ટોલ ટેક્સમાં પાંચ ટકાનો વધારો 3 જૂન, 2024થી લાગુ કરવામાં આવશે.

Advertisement

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ટોલ ફીમાં સુધારો કરતી રહે છે. જથ્થાબંધ ભાવ સૂચકાંકના આધારે ફુગાવો વધે છે. અધિકારીએ કહ્યું કે આ વધારો 1 એપ્રિલે જ થવાનો હતો પરંતુ લોકસભા ચૂંટણીને કારણે તેને 3 જૂન સુધી લંબાવી દેવામાં આવ્યો હતો.

Advertisement

રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલની કુલ સંખ્યા
નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીના જણાવ્યા અનુસાર, નેશનલ હાઈવે નેટવર્ક પર લગભગ 855 યુઝર ફી આધારિત પ્લાઝા છે. જેના પર નેશનલ હાઈવે ફી રૂલ્સ 2008 મુજબ યુઝર ફી વસૂલવામાં આવે છે. તેમાંથી લગભગ 675 જાહેર ભંડોળ છે અને 180 ટેન્ડર દ્વારા સંચાલિત છે.

ટોલ ટેક્સ શું છે?
આ એક પ્રકારનો રોડ ટેક્સ છે, જે કેટલાક આંતરરાજ્ય એક્સપ્રેસવે, રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રાજ્ય ધોરીમાર્ગોને પાર કરતી વખતે ચૂકવવો પડે છે. આ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) હેઠળ આવે છે. જો કે, ટુ-વ્હીલર ચાલકોને ટોલ ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. વિરોધ પક્ષો અને વાહન માલિકો આ ટેક્સનો વિરોધ કરતા રહે છે. તેમનું કહેવું છે કે આનાથી આવશ્યક ચીજવસ્તુઓની કિંમત વધે છે અને મુસાફરો પર વધારાનો બોજ વધે છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement