Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

સુરતની મોડેલ તાનિયાસિંગ આપઘાત કેસમાં નવો વળાંક- તાનિયા IPLના કયા ખેલાડીના સંપર્કમાં હતી? છેલ્લો ફોન કોને કર્યો હતો, જાણ

01:55 PM Feb 21, 2024 IST | V D

Surat Model Suicide Case: સોમવાર, 19 ફેબ્રુઆરીએ પ્રખ્યાત મોડલ તાનિયા સિંહની આત્મહત્યાની માહિતી સામે આવી હતી. સુરતના વેસુ રોડ પર આવેલા હેપ્પી એલિગન્સ(Surat Model Suicide Case) એપાર્ટમેન્ટમાં તાનિયાએ આત્મહત્યા કરી હતી. હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. વાસ્તવમાં, તાનિયા સિંહ આત્મહત્યા કેસમાં સુરત પોલીસે સનરાઇઝર્સ હૈદરાબાદના સ્ટાર ઓલરાઉન્ડર અને પંજાબના ડોમેસ્ટિક ક્રિકેટર અભિષેક શર્માને સમન્સનું તેડું મોકલ્યું છે.

Advertisement

સુરત પોલીસે અભિષેક શર્માને સમન્સ મોકલ્યું હતું
સુરત પોલીસે અભિષેક શર્માને સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ કેસની તપાસ કરી રહેલી પોલીસને ખબર પડી કે તાનિયાનો સંપર્ક IPL ખેલાડી અભિષેક શર્મા સાથે હતો. જોકે, થોડા સમયથી અભિષેક અને તાનિયા વચ્ચે કોઈ સંપર્ક થયો ન હતો. પોલીસે અભિષેકને તેની અને તાનિયાની મિત્રતા અંગે પૂછપરછ માટે બોલાવ્યો છે.

સમગ્ર સુરત શહેરમાં સનસનાટી મચી ગઈ
આ માહિતી આપતા વેસુ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર બી.યુ. બારડે જણાવ્યું હતું કે 'કોલ ડિટેઈલ મુજબ તાનિયા અને અભિષેક શર્મા વચ્ચે તાજેતરમાં કોઈ સંપર્ક થયો નથી. જોકે, તેમની મિત્રતાના કારણે અભિષેકને પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યો છે.’ તાનિયા સિંહની આત્મહત્યાની માહિતી સામે આવ્યા બાદ સમગ્ર સુરત શહેરમાં સનસનાટી મચી ગઈ છે. આ મોડલે માત્ર 28 વર્ષની ઉંમરે આત્મહત્યા કરીને પોતાના જીવનનો અંત આણ્યો હતો.

Advertisement

કોણ છે અભિષેક શર્મા?
અભિષેક શર્મા ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે ઓલરાઉન્ડર તરીકે રમે છે. જો આપણે તેની આઈપીએલ કારકિર્દી પર નજર કરીએ તો અત્યાર સુધીમાં તેણે 47 મેચ રમી છે અને 137.83ની સ્ટ્રાઈક રેટથી 893 રન બનાવ્યા છે. IPL સિવાય અભિષેક ઘરેલુ ક્રિકેટમાં પંજાબ તરફથી રમે છે. તે હાલમાં જ રણજી ટ્રોફીમાં પોતાની ટીમ માટે રમતા જોવા મળ્યો હતો. રણજી ટ્રોફીની આ સિઝનમાં અભિષેકે પંજાબ માટે 4 મેચ રમી હતી જેમાં તેણે પોતાના બેટથી 199 રન બનાવ્યા હતા.

તાનિયા છેલ્લા દોઢથી બે વર્ષથી ફેશન ડીઝાઇનિંગ અને મોડેલિંગનો અભ્યાસ કરતી હતી. મોડલે આપઘાત કરતા પોલીસ પણ દોડતી થઇ હતી. પોલીસે પ્રાથમિક ફરિયાદ દાખલ કરીને તપાસ આદરી હતી.

Advertisement

Advertisement
Tags :
Next Article