For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

દરિયામાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો- દારૂની હેરાફેરી માટે નવો કીમિયો, દરિયાઈ માર્ગેથી લાખોનો દારૂ ઘુસાડતા બુટલેગરોની ધરપકડ

05:25 PM Jan 20, 2024 IST | V D
દરિયામાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો  દારૂની હેરાફેરી માટે નવો કીમિયો  દરિયાઈ માર્ગેથી લાખોનો દારૂ ઘુસાડતા બુટલેગરોની ધરપકડ

Amreli News: ગુજરાતમાં દારૂબંધી લાગુ કરવામાં આવી છે પરંતુ ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કરોડો રૂપિયાનો દારૂ ઠલવાય છે અને પોલીસના હાથે પકડાય છે અને આ દારૂને ઘુસાડવા બુટલેગરો અવનવા કીમિયા અજમાવતા હોઈ છે.ત્યારે આજે ફરી એકવાર , પરંતુ ગુજરાત પોલીસની સર્તકતાના કારણે બુટલેગરો(Amreli News)ના કીમિયા ફ્લોપ જઈ રહ્યા છે. ત્યારે આવો જ એક બનાવ ઉનાના નવાબંદર દરીયાઈ વિસ્તારમાંથી સામે આવ્યો છે.

Advertisement

બાતમીના આધારે ઝડપાયો આરોપી
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાંથી બોટમાં ભરી દરિયાઈ માર્ગ મારફતે અમરેલીના જાફરાબાદ ખાતે વિદેશી દારૂ મોટી માત્રામાં લઈ જવામાં આવ્યો છે તેવી બાતમી જિલ્લા ક્રાઇમબ્રાન્ચ પોલીસને મળી હતી જેના આધારે દરિયામાં રેડ કરવામાં આવી હતી.આ દરમિયાન નવાબંદરના દરિયામાં ત્રણ નોટિકલ માઈલ દૂર જીરી નામની બોટ નંબર પાસે જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ ટીમ પહોંચતા દરિયામાં બુટલેગર અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. ભારે જહેમત બાદ આ બોટને ટીમે અટકાવી હતી. જે બાદ બોટમાં તપાસ કરવામાં આવતા બોટમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

Advertisement

7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
જે બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કુલ 7 લાખ 61 હજાર 700નો મુદ્દામાલ ઝડપી પાડી ઇસ્માઈલ અબ્દુલ્લા પટેલિયા (રહે.ધામળેજ, તા.સુત્રાપાડા હાલ નવાબંદર), મયુર લક્ષ્મીચંદ કાપડિયા (રહે નવાબંદર, તા. ઉના), ભરત લાખાભાઈ સોલંકી (રહે.નવાબંદર, તા.ઉના), મહેશ ઉર્ફે મુન્નો લાખાભાઈ રાઠોડ (રહે.ખત્રીવાડા, તા.ઉના)ને ઝડપી પાડી જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ ટીમે નવાબંદર પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

પોલીસ દ્વારા અનેકવાર કાર્યવાહી કરીને બુટલેગરોને પકડવામાં આવતા હોઈ છે,પરંતુ આ જાડી ચામડીના બુટલેગરો જાણે કે,સુધરવાનું નામ લઇ રહ્યા નથી અને રોજબરોજ પોતાનું આંતક ફેલાવી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement