For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સૌરમંડળના આ ગ્રહ પર થાય છે હીરાનો વરસાદ, સુપરસોનિક ઝડપે ફૂંકાય છે પવન

11:25 AM Jun 19, 2024 IST | Drashti Parmar
સૌરમંડળના આ ગ્રહ પર થાય છે હીરાનો વરસાદ  સુપરસોનિક ઝડપે ફૂંકાય છે પવન

Diamonds Rains: સૌરમંડળમાં એક એવો ગ્રહ છે જ્યાં પાણી કે અગ્નિની નહિ પણ હિરાનો થાય છે વરસાદ., જી હા તમે બરાબર સમજ્યા. સૌરમંડળમાં એવા ઘણા ગ્રહ છે જેના વિશે આપણે ઘણું ઓછુ જાણીએ છે. આપણે જે ગ્રહ વિશે જાણીએ છીએ એ મંગળ, ગુરુ, શનિ, બુધ અને શુક્ર છે. ત્યારે સૌરમંડળમાં(Diamonds Rains) એવા ગ્રહ છે જે અન્ય ગ્રહ કરતા તદ્દન અલગ અને ખતરનાક છે.  તો ચાલો જાણીએ એ સૌરમંડળમાં જ્યાં થાય છે હીરાના વરસાદ.

Advertisement

આ ગ્રહ છે નેપ્ચ્યુન અને યુરેનસ. નેપ્ચ્યુન પૃથ્વી કરતાં લગભગ 15 ગણો મોટો છે અને યુરેનસ પૃથ્વી કરતાં લગભગ 17 ગણો મોટો છે. એક નવાઈની વાત એ છે કે અહીંનો વરસાદ પણ હીરાથી બનેલો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ગ્રહોના અંદરના ભાગમાં વાતાવરણનું દબાણ ઘણું વધારે છે.

Advertisement

આ ગ્રહો પર હીરાનો વરસાદ કેમ
યુરેનસ અને નેપ્ચ્યુન ગ્રહો પર મિથેન ગેસ વિપુલ પ્રમાણમાં છે. મિથેનમાં હાઇડ્રોજન અને કાર્બન હોય છે, તેનું રાસાયણિક સૂત્ર CH₄ છે. જે રીતે આપણી પૃથ્વી પર વાતાવરણીય દબાણને કારણે પાણી વરાળના રૂપમાં બાષ્પીભવન થાય છે અને પછી વરસાદના રૂપમાં પૃથ્વી પર પડે છે. એ જ રીતે, નેપ્ચ્યુન અને યુરેનસ ગ્રહો પર, જ્યારે મિથેન પર દબાણ વધે છે, ત્યારે હાઇડ્રોજન અને કાર્બનના બંધન તૂટી જાય છે. જે પછી કાર્બન હીરામાં પરિવર્તિત થાય છે અને પછી વરસાદ પડે છે. આ ગ્રહો પૃથ્વીથી સૌથી દૂર છે. અહીં તાપમાન પણ શૂન્યથી 200 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહે છે.

Advertisement

અહીં સુપરસોનિક પવન ફૂંકાય છે
મિથેન ગેસ બરફની જેમ સ્થિર રહે છે અને જ્યારે પવન ફૂંકાય છે, ત્યારે તે વાદળોની જેમ ઉડે છે. આ ગ્રહોની સપાટી સંપૂર્ણપણે સપાટ છે અને પવન સુપરસોનિક ગતિએ એટલે કે 1500 માઈલ/કલાકની ઝડપે ફૂંકાય છે. અહીંના વાતાવરણમાં કન્ડેન્સ્ડ કાર્બનની વિપુલ માત્રા છે જેના કારણે હીરાનો વરસાદ થાય છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે અહીં કોઈ હીરા શોધી શકતું નથી કારણ કે અહીં ખૂબ જ ઠંડી છે જેના કારણે ટકી રહેવું મુશ્કેલ છે અને અહીં પહોંચવું વધુ મુશ્કેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement