For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

અમદાવાદના નિકોલમાં ડોમિનોઝ પિઝાનો બેદરકારીનો કિસ્સો, પિઝામાંથી નીકળી માખી

11:50 AM Mar 05, 2024 IST | V D
અમદાવાદના નિકોલમાં ડોમિનોઝ પિઝાનો બેદરકારીનો કિસ્સો  પિઝામાંથી નીકળી માખી

Dominos pizza: પીઝાના ચાહકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. નિકોલમાં ડોમીનોઝ પીઝા(Dominos pizza)માંથી માખી નીકળતા ચકચાર જાગી છે. પીઝા નાના મોટા તમામ લોકોની પ્રિય વાનગી છે. પરંતુ તેની ગુણવત્તા કોઈ ચકાસતું નથી. નિકોલમાં ડોમીનોઝમાંથી એક ગ્રાહકે પિઝા મંગાવ્યો હતો.જે બાદ બોક્સ ખોલીને તેણે જોયું તો પિઝામાં માખી દેખાતા તે ચોંકી ઉઠ્યો હતો.

Advertisement

પીઝામાંથી માખી નીકળી
અમદાવાદ શહેરના નિકોલમાં આવેલા ડોમિનોઝ પિઝા સ્ટોરમાં એક ગ્રાહકે લીધેલા પિઝામાંથી માખી નીકળી હતી. પીઝામાંથી માખી નીકળતા પીઝા મંગાવનારા ગ્રાહકે ડોમીનોઝમાં ફરિયાદ કરી હતી. જોકે દુકાનદારે આ બાબતે કોઈ જવાબ આપ્યો ન હતો. એક તરફ ગુણવત્તાની વોતો થઈ રહી છે ત્યારે આ રીતે પિઝામાંથી માખી નીકળતા હવે લોકોએ ચેતી જવું પડશે. નહીતર સ્વાસ્થયને ભારે નુકશાન થઈ શકે છે.

Advertisement

ડોમિનોઝ પિઝા સ્ટોરને બંધ કરવા માટે નોટિસ ફટકારી
બ્રાન્ડેડ ડોમિનોઝ પિઝા ના પાર્લર માંથી ગ્રાહકને અપાયેલા પાર્સલમાં મરેલી માખી જોવા મળતાં ફરિયાદ કરાયા પછી ફૂડ વિભાગ દોડતું થયું હતું,આ ઘટનાની જાણ થતા અમદાવાદ મહાનગરપાલિકાને ફૂડ વિભાગે નિકોલના ડોમિનોઝ પિઝા સ્ટોરને બંધ કરવા માટે નોટિસ ફટકારી છે અને સાથે જ ફરમાન કર્યું છે કે મહાનગરપાલિકા જ્યાં સુધી સ્ટોર ફરી શરૂ કરવાની મંજૂરી ન આપે ત્યાં સુધી બંધ રાખવો પડશે.

Advertisement

રાજ્યના વિવિધ સ્થાનો પરથી ખાવાના ભોજનમાંથી વિવિધ પ્રકારના જીવાત નીકળવાની ઘટનાઓ સામે આવી રહી છે.હવે આ વચ્ચે અમદાવાદમાં જાણીતી પિઝા બ્રાન્ડ એવા ડોમિનોઝના પિઝામાંથી માખી નીકળવાની ઘટના સામે આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement