Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

અસાની વાવાઝોડું: સમુદ્રમાંથી મળી આવ્યો રહસ્યમય 'ગોલ્ડન રથ'- વિડીયો જોઇને તમે પણ ચોંકી જશો

12:30 PM May 11, 2022 IST | Mishan Jalodara

અસાની વાવાઝોડા(Asani cyclone) ની વચ્ચે સમુદ્રમાંથી અચાનક નીકળતો ‘ગોલ્ડન રથ(Golden Chariot)’ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. અસાની વાવાઝોડાની અસર વચ્ચે મંગળવારે આંધ્ર પ્રદેશ(Andhra Pradesh)ના શ્રીકાકુલમ જિલ્લાના સુન્નાપલ્લી સી હાર્બર ખાતે એક રહસ્યમય સોનાના રંગનો રથ જોવા મળ્યો હતો.

Advertisement

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બીચ પરના લોકો રથને પાણીમાંથી બહાર કાઢીને કિનારે લાવતા જોઈ શકાય છે. નૌપાડા (શ્રીકાકુલમ જિલ્લો)ના સબ ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે આ ઘટનાની જાણ ગુપ્તચર વિભાગને કરવામાં આવી છે. ‘તે કોઈ અન્ય દેશમાંથી આવ્યો હોઈ શકે છે. અમે ગુપ્તચર અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરી છે,’ એસઆઈએ કહ્યું છે કે, ‘કદાચ તે કોઈ અન્ય દેશમાંથી આવ્યો હોય. અમે ગુપ્તચર અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરી છે.’

Advertisement

તમને જણાવી દઈએ કે ગંભીર ચક્રવાત ‘સાની’ બુધવારે ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનીને ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ તરફ આગળ વધ્યું અને તેની અસર રાજ્યના નરસાપુરમાં 34 કિમી સુધી દેખાઈ. આ દરમિયાન 85 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને આ વિસ્તારમાં ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગે આ માહિતી આપી છે. વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત ગુરુવાર સુધીમાં દરિયાકાંઠેથી દૂર ખસી જશે અને નબળું પડી જશે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ તેના રાષ્ટ્રીય બુલેટિનમાં જણાવ્યું હતું કે, તે આગામી થોડા કલાકોમાં ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે. તે બુધવારે બપોરથી સાંજ સુધી ફરી એકવાર વેગ પકડી રહ્યો છે અને ધીમે ધીમે નરસાપુર, યાનમ, કાકીનાડા, તુની અને વિશાખાપટ્ટનમના દરિયાકાંઠે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહ્યો છે અને રાત્રે ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પશ્ચિમ-મધ્ય બંગાળ તરફ આગળ વધી રહ્યું છે અને ખાડીમાં સમાઈ જવાની શક્યતા છે.

Advertisement

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Advertisement
Tags :
Next Article