Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

સુરતમાં દેવભાષા સંસ્કૃતને જીવીત રાખવા ઝઝૂમી રહ્યો છે મુસ્લિમ શખ્સ, ચલાવે છે સંસ્કૃત ન્યૂઝ પેપર

10:50 AM Sep 16, 2020 IST | Vandankumar Bhadani

એવું માનવામાં આવે છે કે, દેવભાષા સંસ્કૃત એ બધી જ ભાષાઓની માતા છે પણ આ ભાષા આજના સમયમાં ધીમે- ધીમે લુપ્ત થતી હોય એવું જણાઈ રહ્યું છે. લોકોમાં સંસ્કૃત ભાષાની લોક જાગૃતિ બની રહે એની માટે દેશનું એકમાત્ર પેપર જે કુલ 365 દિવસ કાર્યરત રહીને સંસ્કૃત ભાષામાં પેપર વિવિધ રાજ્યમાં પહોંચાડી રહી છે.

Advertisement

‘વિશ્વસ્ય વૃતાંત’ પેપર ખાસ કરીને ઉતરાખડ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉતરપ્રદેશ, કેરળ સહિત ઘણાં રાજ્યમાં મોકલવામાં આવે છે. આની સાથે જ સંસ્કૃત ભાષાનો વ્યાપ વધે તેમજ એમને સંસ્કૃત ભાષામાં સમાચાર મળી રહે તેની માટે વેબપોર્ટલની પણ શરૂઆત કરવામાં આવી રહી છે.

ભારતની દુનિયાને અમૂલ્ય દેન એવી અતિ પ્રાચીન સંસ્કૃત ભાષા હવે ફક્ત પુસ્તકો પૂરતી જ મર્યાદિત રહી ગઈ છે. એક સમય એવો હતો કે, જ્યારે સંસ્કૃત બોલચાલની ભાષા તરીકે તેમજ અભ્યાસની ભાષા તરીકે ચલણમાં હતી પણ હાલમાં એવી પરીસ્થિતિ છે કે, હવે સંસ્કૃતનો ઉપયોગ ફક્ત શાસ્ત્રોક્ત વિધિ-વિધાનો માટે જ કરવામાં આવે છે.

Advertisement

લુપ્ત થવાને આરે ઉભેલ આ ભાષાનો પુન: વ્યાપ વધારવા માટે અમુક સંસ્કૃતપ્રેમી સંસ્થાઓ સક્રિય રહેલી છે. જેમાંની એક સંસ્થા ‘ભારતી પ્રકાશન,સુરત’ દ્વારા સંસ્કૃત ભાષાનો પ્રચાર તથા વ્યાપ વધરવા તેમજ એની સાથે નાના બાળકો-નવી પેઢી સંસ્કૃત ભાષાના ઐતિહાસિક વારસાથી જાણકાર થાય તેની માટે 26 એપ્રિલ વર્ષ 2011થી સંસ્કૃત ભાષામાં નિયમિતપણે સમાચારપત્રક પ્રસિદ્ધ કરે છે.

જેનુ નામ છે ‘વિશ્વસ્ય વૃતાંત’ એટલે કે ‘વિશ્વના સમાચાર’. ગુજરાત તથા સુરતની માટે ગૌરવપ્રદ વાત એ છે કે, આ સંસ્કૃત અખબાર સમગ્ર દેશમાંથી માત્ર સુરતમાંથી જ નીકળતું એકમાત્ર સંસ્કૃત ભાષાનું અખબાર છે.સંસ્કૃતને લોકભોગ્ય બનાવવાં માટે દૈનિક અખબાર એક મજબૂત માધ્યમ રહેલું છે તથા સંસ્કૃત ભાષાને પેપરમાં પાંડિત્યપ્રચુર ભાષામાં નહિ પરંતુ હિન્દી સમજી શકતાં વાચકને સરળ રીતે સમજાય એવી શૈલીમાં રજૂઆત કરવામાં આવે છે.

Advertisement

‘વિશ્વસ્ય વૃતાંત’ દેશમાં એકમાત્ર નિયમિતરૂપે દૈનિક ધોરણે પઅનીતું થતું સંસ્કૃત ભાષાનું અખબાર રહેલું છે. જેને ટેબ્લોઈડ સ્વરૂપમાં નહિ પરંતુ ફુલ સાઈઝમાં અખબાર પ્રકાશિત કરવામાં આવે છે. આ અખબારનાં વાચકો ગુજરાત સહિત બિહાર, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, ઉતરપ્રદેશ, કર્ણાટક, પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, હિમાચલ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉતરાખંડ તેમજ દિલ્હી સુધી પથરાયેલ છે.

ડિજિટલરૂપમાં ઈ-પેપરના માધ્યમથી હજારો વાંચકો નિયમિતરપણે અખબારનું વાંચન કરી રહ્યાં છે. વિદેશથી પણ વાચકો અખબારની સાથે જોડાયેલા રહેલાં છે.સમગ્ર દેશમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી 31 જુલાઈ થી 6 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવે છે તેમજ એનાથી પણ વધારે અચરજની વાત તો એ છે કે, એ ચલાવનાર દાઉદી વહોરા સમાજનાં મુસ્લિમ બંધુઓ મુર્તુઝા ખંભાતવાળા તથા સૈફી સંજેલીવાલા ચલાવી રહ્યાં છે.

સુરત તથા દિલ્હીમાં કુલ 2 ટ્રાન્સલેટર છે. જેઓ બધી જ ખબરોનું સંસ્કૃત ટ્રાન્સલેટ કરે છે. જેમાં રોજના કળ 5 કલાકનો સમય ચાલ્યો જાય છે. જો કે, ગુજરાત સરકારનો આ અખબારનાં સંચાલનમાં કોઈપણ જાતનો સહકાર ન હોવાનું પણ તેઓ જણાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Advertisement
Next Article