For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

પૂર્વ મુખ્યમંત્રીની પોલીસે કરી ધરપકડ- પોલીસ વાનમાં પણ ભાજપનો ઝંડો ફરકાવતા રહ્યા

05:10 PM Mar 09, 2022 IST | Vandankumar Bhadani
પૂર્વ મુખ્યમંત્રીની પોલીસે કરી ધરપકડ  પોલીસ વાનમાં પણ ભાજપનો ઝંડો ફરકાવતા રહ્યા

મુંબઈ પોલીસે બુધવારે મહારાષ્ટ્રમાં બીજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને પાર્ટીના અન્ય નેતાઓની અટકાયત કરી હતી. આ નેતાઓ મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકના રાજીનામાની માંગ સાથે વિરોધ માર્ચ કાઢી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર બીજેપી નવાબ મલિકના રાજીનામાની માંગ પર ઘણા સમયથી અડગ છે.

Advertisement

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને બુધવારે બપોરે મુંબઈ પોલીસે કસ્ટડીમાં લીધા હતા. તેમની સાથે ભાજપના અન્ય કેટલાક નેતાઓની પણ અટકાયત કરવામાં આવી છે. તેમની અટકાયત દરમિયાન ભાજપના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. તે જ સમયે દેવેન્દ્ર પડણવીસ પોલીસની કારમાં ભાજપનો ઝંડો લહેરાવતા જોવા મળે છે.

Advertisement

નવાબ મલિકને દાઉદ ઈબ્રાહિમ મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. કોર્ટે મલિકને ED કસ્ટડીમાં મોકલી દીધો હતો. અહીં, ભાજપ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર પર મલિકના રાજીનામાની માંગ કરવા માટે સતત દબાણ કરી રહી છે. તે જ સમયે, એનસીપીએ કહ્યું છે કે તે કોઈપણ કિંમતે મલિકનું રાજીનામું સ્વીકારશે નહીં.

Advertisement

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ખેડૂતોના મુદ્દે રાજ્યની ઉદ્ધવ ઠાકરે સરકાર પર આકરા પ્રહારો કરતાં તેમના વીજળી કનેક્શન કાપી નાખવાની નિંદા કરી હતી. તેણે કહ્યું કે તેના કારણે ખેડૂતોને આત્મહત્યા જેવું પગલું ભરવું પડ્યું છે.થોડા દિવસો પહેલા 23 વર્ષીય ખેડૂત સૂરજ જાધવે ફેસબુક લાઈવ પર આત્મહત્યા કરી લીધી હતી.

Advertisement

મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ મુદ્દો ઉઠાવતા ફડણવીસે કહ્યું કે વીજળીનું કનેક્શન કાપી નાખવાના કારણે સૂરજ જાધવને લાગ્યું કે તેમનો પાક સંપૂર્ણપણે નાશ પામશે. તેણે ફેસબુક લાઈવ પર સરકારને જવાબદાર ઠેરવીને આત્મહત્યા કરી લીધી. ફડણવીસના મતે આ સરકારે સૂરજ જાધવને આત્મહત્યા કરવા મજબૂર કર્યા હતા. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે ખાતરી આપી હતી કે તમારી પાસે જે હોય તે બિલ ચૂકવો. અમે તમને મે સુધી રાહત આપીશું. આટલું કરવા છતાં કનેક્શન કાપવાનું બંધ ન થયું. સરકારની વાત અને કરતબમાં ફરક છે. ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. ઠાકરે સરકાર ખેડૂત વિરોધી સરકાર છે.

અગાઉ, ફડણવીસે વિધાનસભામાં પેન ડ્રાઈવ બતાવી હતી કે રાજ્ય સરકારના વકીલની ઓફિસમાં વિરોધ પક્ષના અગ્રણી નેતાઓને ફસાવવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. ફડણવીસે આ પેન સ્પીકરને સોંપતા કહ્યું કે તેમાં લગભગ દોઢ કલાકનો વીડિયો છે, જેમાં વિપક્ષી પાર્ટીના નેતાઓ વિરુદ્ધ રચવામાં આવી રહેલા ષડયંત્રનો ખુલાસો થયો છે.

Tags :
Advertisement
Advertisement