Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

Vibrant Gujarat 2024: મુકેશ અંબાણીએ કહ્યું - મને ગુજરાતી હોવાનો ગર્વ છે, આ સાથે વાઈબ્રન્ટ સમિટમાં ગુજરાતીઓને આપ્યા 5 વચન

01:17 PM Jan 10, 2024 IST | Chandresh

Vibrant Gujarat 20204: વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ મોટું નિવેદન આપ્યું છે. મળતી માહિતી અનુસાર, આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સંબોધન કરતી વખતે મુકેશ અંબાણીએ કહ્યું છે કે, મને ગુજરાતી હોવાનો એક ગર્વ છે. આ સાથે તેમણે જણાવાયું છે કે, વિદેશીઓ નવા ભારત(Vibrant Gujarat 20204) અંગે વિચારી રહ્યા છે અને અમે નવા ગુજરાત અંગે વિચારી રહ્યા છીએ.

Advertisement

તેમણે વધુમાં કહ્યું છે કે, નરેન્દ્ર મોદી ભારતના સૌથી સફળ પ્રધાનમંત્રી છે. આ સાથે તેમણે કહ્યું કે, રિલાયન્સે 12 લાખ કરોડ રૂપિયાનું રોકાણ ભારતમાં કર્યું છે જેથી જેમાંથી એક તૃતિયાંશ ગુજરાતમાં જ રોકાણ કર્યું છે.

રિલાયન્સ ગ્રુપના મુકેશ અંબાણીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં કહ્યું છે કે, મારા પિતાએ કહ્યું હતું કે, ગુજરાત તારી માતૃભૂમિ છે. રિલાયન્સએ ગુજરાતની કંપની છે અને ગુજરાતી કંપની જ રહેશે અને સાત કરોડ ગુજરાતીઓના સપના પૂર્ણ કરવા કામ કરી રહ્યા છીએ. આ સાથે તેમણે કહ્યું છે કે, જામનગરમાં રિન્યૂએબલ એનર્જી માટે ધીરુભાઈ અંબાણી પાર્ક બનવામાં આવશે. અમૃતકાળમાં ભારત વિકસિત દેશ બનશે અને 2047માં ભારત 35 બિલિયન ડોલરની ઈકોનોમી બની શકશે. આ સાથે તેમણે કહ્યું છે કે, ગુજરાત 3 ટ્રિલિયન ડૉલરની ઈકોનોમી બની શકશે.

Advertisement

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનુ સંબોધન
વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ કહ્યું છે કે, PM મોદીના વિઝનને કારણે આ શક્ય બન્યું છે. મને દરેક સમિટમાં ભાગ લેવાનો મોકો મળ્યો તો મને ગુજરાતી હોવાનું એક ગર્વ છે. આ સાથે તેમણે કહ્યું છે કે, વિદેશીઓ નવા ભારત અંગે વિચારી રહ્યા છે અને અમે નવા ગુજરાત અંગે વિચારી રહ્યા છે. આ સાથે તેમણે કહ્યું છે કે, વિદેશના મારા મિત્રો પૂછે છે કે, મોદી હૈ તો મુમકીન હૈનો મતલબ શું? એનો મતલબ મોદી અશક્યને શક્ય બનાવે છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી કહે છે કે, હું ગુજરાતથી આવું છું, જે ભારતના પ્રવેશદ્વાર શહેર છે, જે આધુનિક ભારતના વિકાસનું પ્રવેશદ્વાર છે. જ્યારે વિદેશીઓ નવા ભારત વિશે વિચારે છે, ત્યારે તેઓ નવા ગુજરાત વિશે વિચારે છે. આ પરિવર્તન કેવી રીતે થયું? એક એવા નેતાના કારણે જે આપણા સમયના મહાન વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યા છે, પીએમ મોદી. આ સાથે તેમણે કહ્યું કે રિલાયન્સ ગુજરાતી કંપની હતી, છે અને રહેશે. રિલાયન્સે $150 બિલિયન ઊભા કર્યા - રૂ. રોકાણ કર્યું છે. 12 લાખ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે, જેમાંથી 1/3 કરતાં વધુનું રોકાણ એકલા ગુજરાતમાં થયું છે.

Advertisement

આ સાથે મુકેશ અંબાણીએ વધુમાં કહ્યું છે કે, રિલાયન્સ આવનાર 10 વર્ષમાં રોકાણ કરશે. રિન્યૂએબલ એનર્જી માટે ધીરુભાઈ અંબાણી પાર્ક જામનગરમાં સ્થાપી રહ્યા છીએ. આ સાથે વધુ ઉમેર્યું છે કે, ગ્રીન પ્રોજક્ટમાં ગુજરાત લીડર બનશે અને 2024માં પ્રોડક્શન શરૂ થઈ જશે. તેમણે કહ્યું છે કે, ગુજરાત સંપૂર્ણ રીતે 5G એનેબલ થઈ રહ્યું છે. મુકેશ અંબાણીએ જણાવાયું છે કે, રિલાયન્સ ગુજરાતની કંપની હતી, છે અને ઓળખાતી જ રહેશે. અમૃતકાળમાં ભારત વિકસિત દેશ બનશે અને 2047માં 35 બિલિયન ડૉલરની ઈકોનોમી ધરાવતો દેશ બનશે. મુકેશ અંબાણીએ કહ્યું છે કે, ગુજરાત ત્રણ ટ્રિલિયન ડૉલર ઈકોનોમી બનશે.

Advertisement
Tags :
Next Article