For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરતના મોણપરા પરિવારના સૌથી અનોખા લગ્ન, દુલ્હો શ્રી રામ તો માં સીતા બની દુલ્હન - જુઓ વિડીયો

01:38 PM Jan 23, 2024 IST | V D
સુરતના મોણપરા પરિવારના સૌથી અનોખા લગ્ન  દુલ્હો શ્રી રામ તો માં સીતા બની દુલ્હન   જુઓ વિડીયો

Surat News: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના પાવન પર્વે સુરત શહેરમાં અત્યાર સુધીના સૌથી અનોખા લગ્ન જોવા મળ્યા હતા. આ લગ્નમાં વરરાજો કોઈ ઇન્ડોનેશિયન કે રાજા મહારાજાના ડ્રેસમાં નહિ પરંતુ ભગવાન શ્રી રામના લુકમાં, જયારે દુલ્હન માતા સીતાના લુકમાં તૈયાર થઇ હતી. જાણે અયોધ્યાનો રાજકુમાર મીથુલાની રાજકુમારી સાથે લગ્નના તાંતણે બંધાતો હોય, તેવી અનોખી થીમ ઉપર સુરતના(Surat News) મોણપરા પરિવારે આ અનોખા લગ્નનું આયોજન કર્યું હતું. હાલ આ લગ્ન ગુજરાતના જ નહિ પરંતુ દેશ-વિદેશમાં ચર્ચાઈ રહ્યા છે.

Advertisement

Advertisement

વાસ્તવમાં સુરતના શુભમ જેમ્સના હીરા વેપારી એવા દિનેશભાઈ મોણપરાએ તેમના દીકરાના લગ્ન અત્યંત અનોખી રીતે જ કરવાનું વિચાર્યું હતું. દર વર્ષે લગ્નસરાની સિઝનમાં લોકો અવનવી થીમ પર પોતાના દીકરા કે દીકરીના લગ્નનું આયોજન કરતા હોય છે. હાલ પણ લગ્નસરાની સિઝન ચાલી રહી છે. ત્યારે લોકો મોટા આયોજનોની સાથે અલગ અલગ થીમ તેમજ સેટ ઉભા કરીને મબલખ પૈસો ખર્ચી લગ્નનો તામઝામ કરતા હોય છે. ત્યારે સુરતના મોણપરા પરિવારે એવા અનોખા લગ્નનું આયોજન કર્યું હતું કે, ગુજરાતના જ નહિ પરંતુ દેશ-વિદેશમાં આ પરિવારની ખુબ વાહવહી થઇ રહી છે.

Advertisement

સામાન્ય રીતે તો, લગ્નમાં વર-વધુ એકદમ ટ્રેડીશનલ કે રાજા મહારાજાના આઉટફીટમાં જોવા મળે છે, પરંતુ સુરતમાં 22 જાન્યુઆરી એટલે કે, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના પાવન પર્વે અનોખા લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના દિનેશભાઈ મોણપરાએ તેમના પુત્ર રાજને ભગવાન શ્રી રામના વસ્ત્ર ધારણ કરવાયા હતા, જયારે પુત્રવધુ દ્રષ્ટિને સીતામાતાનું રૂપ ધારણ કરાવ્યું હતું.

ખરેખરમાં... ભારતમાં લગ્નને એક તહેવારની જેમ જ ઉજવવામાં આવે છે. દરેક માતા-પિતા અને પરિવારની ઈચ્છા હોય છે કે, લગ્ન તો યાદગાર અને ખુબ જ ધામધૂમથી કરવા છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી અનોખા લગ્નનો ક્રેઝ પણ ખુબ જ વધ્યો છે. લોકો લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ કરી અવનવી થીમ ઉભી કરી લગ્નને યાદગાર બનાવતા હોય છે, ત્યારે સુરતના હીરા વેપારી દિનેશભાઈ મોણપરાએ તેમના દીકરાના લગ્નમાં એવી અનોખી થીમ વિચારી હતી, જેની કોઈએ ક્યારેય કલ્પના પણ નહિ કરી હોય.

Advertisement

વાસ્તવમાં, દિનેશભાઈના પુત્ર રાજના લગ્ન 22 જાન્યુઆરી હતા, ત્યારે આ પાવન પર્વને અવસરમાં ફેરવી અનોખા લગ્નનો વિચાર કર્યો હતો. મોણપરા પરિવારે આ લગ્નને યાદગાર બનાવવા તેમના પુત્ર રાજને ભગવાન શ્રી રામના વસ્ત્ર ધારણ કરાવ્યા હતા અને પુત્રવધુ દ્રષ્ટિને માતા સીતાના વસ્ત્ર ધારણ કરાવ્યા. આટલું જ નહિ, ખુબ જ અલગ રીતે વરયાત્રા પણ કાઢવામાં આવી હતી. હાલ ઠેરઠેર જગ્યાએ મોણપરા પરિવારના આ અનોખા લગ્નની ચર્ચા થઇ રહી છે. ત્યારે તમે પણ કોમેન્ટ કરીને જણાવજો કે, તમને મોણપરા પરિવારની આ અનોખી પહેલ કેવી લાગી?

Advertisement
Advertisement