For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

મક્કામાં છવાયું માતમ: 52 ડિગ્રી તાપમાનના કારણે 550થી વધુ હજ યાત્રીઓના મોત

01:54 PM Jun 19, 2024 IST | Drashti Parmar
મક્કામાં છવાયું માતમ  52 ડિગ્રી તાપમાનના કારણે 550થી વધુ હજ યાત્રીઓના મોત

Haj Yatra 2024: વિશ્વભરમાંથી હજ યાત્રા પર સાઉદી અરેબિયા ગયેલા ઓછામાં ઓછા 550 યાત્રીઓનાં મોત થયાં હોવાના સમાચારથી લોકોમાં ભયમાં ઉભો કર્યો છે. આ મૃત્યુનું કારણ ભારે ગરમી હોવાનું સામે આવ્યું છે. વધારે પડતી ગરમીના કારણે યાત્રીઓના મોત થયા છે. એક અહેવાલો અનુસાર, કુલ મૃત્યુઆંક 577 પર પહોંચી ગયો છે. મક્કાના સૌથી મોટા શબઘરોમાંના એક અલ-મુઆસિમ(Haj Yatra 2024) શબઘરમાં કુલ 550 મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી.

Advertisement

બે આરબ રાજદ્વારીઓએ એએફપીને જણાવ્યું હતું કે મૃતકોમાં ઓછામાં ઓછા 323 ઇજિપ્તવાસીઓ હતા, જેમાંથી મોટાભાગના લોકો ગરમી સંબંધિત બીમારીઓને કારણે મૃત્યુ પામ્યા હતા. એક રાજદ્વારીએ જણાવ્યું હતું કે 'બધા ઇજિપ્તવાસીઓ ગરમીથી મૃત્યુ પામ્યા હતા'. એએફપીએ જણાવ્યું કે વિવિધ દેશોના  કુલ મૃત્યુઆંક 577 પર પહોંચી ગયો છે. રાજદ્વારીઓએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 60 જોર્ડનિયન નાગરિકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે અમ્માન દ્વારા મંગળવારે આપવામાં આવેલ સત્તાવાર સંખ્યા 41 હતી.

Advertisement

સાઉદી અરેબિયામાં રસ્તાના કિનારે પડેલા મૃતદેહો મળ્યા 
હજ એ મુસલમાનોનું એક પવિત્ર સ્થળ છે.  હજ એ ઇસ્લામના પાંચ સ્તંભોમાંથી એક છે અને બધા મુસ્લિમોએ તેને ઓછામાં ઓછું એકવાર પૂર્ણ કરવું જોઈએ. પરંતુ આ વખતે મક્કામાં ભારે ગરમી છે, જેના કારણે વિશ્વભરમાંથી હજ કરવા જતા હજયાત્રીઓ મોટી સંખ્યામાં મૃત્યુ પામી રહ્યા છે. મંગળવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રસ્તાઓ અને ડિવાઈડર પર ઘણા મૃતદેહો પડ્યા છે. ઘણા લોકોની હાલત અત્યંત ખરાબ છે અને એમ્બ્યુલન્સ ઉપલબ્ધ નથી.

Advertisement

રવિવારથી બીમાર લોકોનો ડેટા અપડેટ કરવામાં આવ્યો નથી,
સાઉદી નેશનલ મેટોરોલોજીકલ સેન્ટરે જણાવ્યું હતું કે સોમવારે મક્કાની ગ્રાન્ડ મસ્જિદમાં તાપમાન 51.8 ડિગ્રી સેલ્સિયસ (125 ફેરનહીટ) પર પહોંચી ગયું હતું. સાઉદી અધિકારીઓએ જણાવ્યું છે કે ગરમીથી પીડિત 2,000 થી વધુ હજયાત્રીઓની સારવાર કરવામાં આવી છે. પરંતુ રવિવારથી આંકડા અપડેટ કરવામાં આવ્યા નથી, જેના કારણે મૃત્યુ અને બીમાર લોકોની સંખ્યા વધુ હોઈ શકે તેવી અટકળો તરફ દોરી જાય છે. ગયા વર્ષે, વિવિધ દેશોએ ઓછામાં ઓછા 240 યાત્રાળુઓના મૃત્યુની જાણ કરી હતી, જેમાંથી મોટાભાગના ઇન્ડોનેશિયન હતા.

યાત્રાળુઓ તેમના માથા પર પાણી રેડતા
AFP પત્રકારોએ મક્કાની બહાર સોમવારે યાત્રાળુઓને તેમના માથા પર પાણીની બોટલો રેડતા જોયા. બીજી તરફ, સ્વયંસેવકો ઠંડા પીણા અને ઝડપથી ઓગળતી ચોકલેટ આઈસ્ક્રીમનું વિતરણ કરી રહ્યા હતા જેથી તેઓ ગરમીથી બચી શકે. સાઉદીની સરકારએ યાત્રાળુઓને છત્રીનો ઉપયોગ કરવા, પુષ્કળ પાણી પીવા અને દિવસના સૌથી ગરમ કલાકોમાં સૂર્યના સંપર્કમાં આવવાનું ટાળવાની સલાહ આપી છે.

Advertisement

નોંધણી વગર પહોંચેલા યાત્રાળુઓ
કેટલાક યાત્રાળુઓએ જણાવ્યું કે તેઓએ રસ્તાના કિનારે ઘણા મૃતદેહો પડેલા જોયા. સાઉદીમાં એમ્બ્યુલન્સ સેવાઓ પડી ભાંગી છે. સાઉદી અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વખતે લગભગ 1.8 મિલિયન હજયાત્રીઓએ હજમાં ભાગ લીધો છે. તેમાંથી 1.6 મિલિયન વિદેશી નાગરિકો છે. સાઉદી અધિકારીઓએ કહ્યું કે ખર્ચથી બચવા માટે ઘણા વિદેશીઓ હજ વિઝા વિના હજ યાત્રા કરવા આવ્યા છે, જેના કારણે સિસ્ટમ પડી ભાંગી છે. તેઓને હજ યાત્રા માટે સુવિધાઓ મળી શકતી નથી, તેથી તેઓ મૃત્યુ પામી રહ્યા છે.

Tags :
Advertisement
Advertisement