For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

PM મોદીની ટકોર બાદ VNSGU યુનિવર્સિટીમાં શરૂ કરાશે 10થી વધુ વિદેશી ભાષાનો કોર્સ, કેટલી રહેશે ફી? જાણો તમામ માહિતી

12:36 PM Feb 08, 2024 IST | V D
pm મોદીની ટકોર બાદ vnsgu યુનિવર્સિટીમાં શરૂ કરાશે 10થી વધુ વિદેશી ભાષાનો કોર્સ  કેટલી રહેશે ફી  જાણો તમામ માહિતી

Foreign Language Course: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટકોર બાદ યુનિવર્સિટી(Foreign Language Course) એક્શનમાં આવી છે. પીએમ મોદીના આદેશને અનુસરીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી ભાષા શીખવવાના સર્ટિફિકેટ કોર્સની જાહેરાત કરાઈ હતી. ત્યાર આજથી આ વિવિધ ભાષાના કોર્સની શરૂઆત થવા જઈ રહી છે. માહિતી મુજબ, નર્મદ યુનિવર્સિટીમાં ફ્રેન્ચ, જર્મન, રશિયન અને સ્પેનિશ ભાષાના સર્ટિફિકેટ કોર્સનો પ્રારંભ થયો છે.આ તરફ હવે ગુજરાત યુનિવર્સિટીમાં પણ નવા શૈક્ષણિક વર્ષથી વિદેશી ભાષાનો કોર્સ શરૂ કરાશે. મહત્વનું છે કે, આ બંને યુનિવર્સિટીમાં 10 જેટલી વિદેશી ભાષા શીખવવામાં આવશે.

Advertisement

યુનિવર્સિટીએ વિદેશી ભાષાના અભ્યાસક્રમ અનુસાર ફી નક્કી કરી
સુરતમાં ડાયમંડ બુર્સઅને ઇન્ટરનેશનલ એરપોર્ટના ઉદઘાટન પ્રસંગે શહેર આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટકોર કરી હતી કે, આવનારા દિવસોમાં વિદેશી ભાષાની માગમાં વધારો થશે. આથી દેશની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિદેશી ભાષા શીખવવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. ત્યારે પીએમ મોદીની વાતને અનુસરીને નર્મદ યુનિવર્સિટી દ્વારા 10થી વધુ દેશોની ભાષાની તાલીમ માટે અલગ અલગ કોર્સની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે આજથી આ કોર્ષની યુનિવર્સિટીમાં શરૂઆત થવા જઈ રહી છે. યુનિવર્સિટીએ વિદેશી ભાષાના અભ્યાસક્રમ અનુસાર ફી નક્કી કરી છે.

Advertisement

સૌથી વધુ જર્મન ભાષા શીખવાનો રસ
વિદેશી ભાષા શીખવા માટે 50થી પણ વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે જેમાંથી સૌથી વધુ જર્મન ભાષા માટે 29 અરજીઓ કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત છે કે આ કોર્સમાં યુનિવર્સિટી લેંગ્વેજ ઇન્ટરપ્રિટેશન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈની મદદ પણ લેશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી અને વિદેશી ભાષાના જાણકારો દ્વારા આ સર્ટિફિકેટ કોર્સ કરવામાં આવશે. જેમાં જર્મન, ફ્રેંચ, જાપાનીઝ, ચાઈનીઝ, ફેનિસ કોરિયન્સ સહિત 10 ભાષામાં આ કોર્સ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

Advertisement

યુનિવર્સિટીના કુલપતિએ કહી આ વાત
યુનિવર્સિટીમાં કુલ 10 વિદેશી ભાષાના કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. કુલપતિએ વધુમાં જણાવ્યું કે, યુનિવર્સિટી દ્વારા રૂ. 8 હજારથી રૂ. 10 હજાર સુધીની ફી નક્કી કરવામાં આવી છે. આ સર્ટિફિકેટ કોર્ષ 3 મહિનાનો રહેશે અને ત્યાર બાદ પરીક્ષા લેવામાં આવશે. તેમણે જણાવ્યું કે, વિદેશી ભાષાના કોર્સ ઓનલાઈન મોડમાં ઉપલબ્ધ કરાવવા માટે પણ તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ ઓનલાઈન પણ વિદેશી ભાષા શીખી શકશે. પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement