For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

અંબાલાલે કરી આગાહી: રાજ્યના આ વિસ્તારમાં પડશે ફરી કમોસમી વરસાદ, વાવાઝોડાને લઈને આપ્યા આ સંકેત

03:56 PM Apr 27, 2024 IST | Chandresh
અંબાલાલે કરી આગાહી  રાજ્યના આ વિસ્તારમાં પડશે ફરી કમોસમી વરસાદ  વાવાઝોડાને લઈને આપ્યા આ સંકેત

Ambalal Patel monsoon forecast: હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને તેમની આગાહી સામે આવી રહી છે. મે મહિનામાં દેશ પર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. બંગાળની ખાડીમાં મોટી હલચલના એંધાણ દેખાતા ચક્રવાતી (Ambalal Patel monsoon forecast) તુફાન સર્જાઈ શકે છે. આવનારી તારીખ 10 થી 12 મે આસપાસ બંગાળની ખાડીમાં વાવાઝોડુ સર્જાઈ શકે છે તેવું જણાવી રહ્યા છે.

Advertisement

રાજ્યમાં 15 થી 17 જુન આસપાસ આવશે નેઋત્યનું ચોમાસુ
અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતને લઈને જણાવ્યુ હતું કે રાજ્યમાં તારીખ 15 થી 17 જુન આસપાસ નેઋત્યનું ચોમાસુ બેસી શકે છે. અંદામાન નિકોબારમાં તારીખ 17 થી 24 મે વચ્ચે ચોમાસુ બેસી શકે છે. અંદામાનમાં ચોમાસુ બેસ્યા પછી 20 થી 25 દિવસમાં નેઋત્યનું ચોમાસુ ગુજરાત પોહચી શકે છે.

Advertisement

ખેડૂતોએ હજુ પણ કમોસમી વરસાદનો માર સહન કરવો પડશે
ગુજરાતના ખેડૂતો માટે પણ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના ખેડૂતોએ હજુ પણ કમોસમી વરસાદનો માર સહન કરવો પડશે. કમોસમી વરસાદ થવાની અંબાલાલ પટેલે આગાહી કરી રહ્યા છે. તારીખ 30 એપ્રિલ સુધી બરબાદીનું માવઠુ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે.

Advertisement

આંધી અને વંટોળ સાથે રાજ્યમાં પ્રિમોન્સુન એક્ટિવિટી થશે
પ્રિમોન્સુન એક્ટિવિટીને લઈને અંબાલાલ પટેલે જણાવાયું છે કે આંધી અને વંટોળ સાથે રાજ્યમાં પ્રિમોન્સુન એક્ટિવિટી થઈ શકે છે. મે મહિનાથી રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે. જૂનની શરૂઆતથી વધુ તીવ્રતા સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે. અતિભારે ગાજવીજ પણ જોવા મળી શકે છે.

સતત વાતાવરણમાં ફેરફારના કારણે ખેડૂતોના પાક પર સંકટ
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર સતત વાતાવરણમાં ફેરફારના કારણે ખેડૂતોના પાક પર સંકટ આવી શકે છે. ખેડૂતોના પાકમાં રોગનું ખુબ પ્રમાણ વધી શકે છે, જેમા કેરી અને શાકભાજી સહિત બાગાયતી પાકને નુકસાન થઈ શકે છે. સતત ભેજવાળું વાતાવરણ રહેતા પાકને આડઅસર થઈ શકે છે. કમોસમી વરસાદની અસરને લઈ અંબાલાલ પટેલે ખેડૂતોને પાકને હળવું પિયત આપવાની સલાહ આપી રહ્યા છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement