For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી- કાળઝાળ ગરમી વચ્ચે આ શહેરોમાં પડશે સિઝનનું જોરદાર માવઠું

04:21 PM Apr 05, 2024 IST | Chandresh
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી  કાળઝાળ ગરમી વચ્ચે આ શહેરોમાં પડશે સિઝનનું જોરદાર માવઠું
xr:d:DAFxZG9NYEk:3898,j:6145585598548032592,t:24040510

Prediction of Ambalala Patel in Gujarat: રાજ્યમાં આવનાર દિવસોમાં માવઠાની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આવનાર સમયમાં મધ્ય ગુજરાતમાં (Prediction of Ambalala Patel in Gujarat) તાપમાનનો પારો વધવાની આગાહી કરવામાં આવી રહી છે.

Advertisement

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનાં ભાગોમાં ગરમી વધવાની આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે તારીખ 9 એપ્રિલથી રાજ્યમાં ગરમીનો પારો વધવાની આગાહી કરવામાં આવી છે. તેમજ મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર જવાની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનાં ભાગોમાં ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે.

Advertisement

તારીખ 12 થી 18 એપ્રિલથી રાજ્યમાં માવઠું થવાની આગાહી કરવામાં આવી છે. માવઠાને કારણે ગરમીમાં ઘટાડો થવાનું જણાવ્યું હતું. 20 એપ્રિલ બાદ રાજ્યમાં ફરીથી આકરી ગરમી પડવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. 26 એપ્રિલ સુધીમાં રાજ્યમાં ગરમીનો પાર 43 ડિગ્રી સુધી પહોંચવાની પણ આગાહી કરી છે.

Advertisement

ગુજરાતમાં 38 ડિગ્રીથી નીચે તાપમાન જતું રહ્યું
મળતી માહિતી અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું હોવાથી તાપમાનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. વિગતો અનુસાર, માર્ચ મહિનાના ત્રીજા અને ચોથા સપ્તાહમાં ગુજરાતના કેટલાક જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી ઉપર પહોંચ્યું હતું. પરંતુ હાલમાં એપ્રિલ મહિનામાં જ્યારે ગરમીનું પ્રમાણ વધારે હોવું જોઈએ તે દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું હોવાથી મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસથી પણ નીચે પહોંચ્યું છે. આવનાર એક સપ્તાહ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂર્ણ થતા ફરી એકવાર પારો ઊંચકાઈ શકે છે. પરંતુ હાલમાં તો રાજ્ય પરનું મહત્તમ તાપમાન ફોલિંગ ટેન્ડન્સીમાં રહેશે.

રાત્રિ દરમિયાન સામાન્ય તાપમાનનો અનુભવ
મળતી માહિતી અનુસાર, લઘુતમ તાપમાન જણાવવામાં આવે તો અમદાવાદ શહેરનું છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા લઘુતમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું હતું. એટલે કે મહત્તમ અને લઘુતમ તાપમાનમાં 10 ડિગ્રી કરતાં પણ ઓછો તફાવત હોવાથી રાત્રિ દરમિયાન સામાન્ય તાપમાનનો અનુભવ થાય છે. આવનાર પાંચ દિવસ પણ આ પ્રકારનું જ વાતાવરણ યથાવત્ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement