For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

હવામાન વિભાગની તોફાનની આગાહી: આગામી 4 દિવસ તડકા-ભડાકા સાથે આ વિસ્તારોમાં ખાબકશે વરસાદ

02:41 PM Mar 03, 2024 IST | V D
હવામાન વિભાગની તોફાનની આગાહી  આગામી 4 દિવસ તડકા ભડાકા સાથે આ વિસ્તારોમાં ખાબકશે વરસાદ

Weather Update: સામાન્ય રીતે માર્ચ મહિનાથી તાપમાનનો પારો ધીરે ધીરે ઉપર જાય છે. ત્યારે આ વખતે માર્ચ મહિનાની શરૂઆત જ વરસાદની આગાહીથી(Weather Update) થઇ છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ ગુજરાતમાં બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આ કમોસમી વરસાદે રાજ્યના ખેડૂતોની ચિંતા વધારી છે. હવામાન વિભાગે 21 જિલ્લામાં વરસાદનું એલર્ટ આપ્યું છે. એક સાથે બે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

Advertisement

હવામાન વિભાગે આપ્યું યેલો અલર્ટ
કચ્છ સહિત સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. મોરબી, રાજકોટ,બોટાદ, અમરેલી,ગીર સોમનાથ,ભાવનગર અને સુરેન્દ્રનગરમાં પણ આજે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે. જેમાં પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણાનો સમાવેશ થાય છે. માવઠાની શક્યતાએ ખેડૂતોની ચિંતા વધારી છે.

Advertisement

ગાજવીજ સાથે વરસાદનો અનુમાન
મધ્ય ગુજરાતના ખેડા, આણંદ,વડોદરા, છોટા ઉદેપુરમાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. પંચમહાલ, દાહોદ,મહીસાગર જિલ્લામાં પણ હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.

Advertisement

આજથી ત્રણ દિવસ સુધી ઠંડીમાં વધારો થઇ શકે
માવઠાની આગાહી વચ્ચે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં તાપમાનમાં ઘટાડો થતાં આજથી ત્રણ દિવસ સુધી ઠંડીમાં વધારો થઇ શકે છે. ઠંડીની આગાહી સાથે આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બદલતા વાતાવરણ વચ્ચે આગામી ત્રણ દિવસ લઘુતમ તાપમાનનો પારો ગગડીને 14 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે.

કમોસમી વરસાદની આગાહીને પગલે રાજ્યના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કેરી સહિતના પાકને નુકસાનની ભિતી સેવાઇ રહી છે.કેટલાક માર્કેટ યાર્ડોમાં તૈયાર જણસને સુરક્ષિત સ્થળે ખસેડી લેવાની ખેડૂતો અને માર્કેટ યાર્ડના સત્તાધીશોને સ્થાનિક સ્તરે સૂચના અપાઇ છે.

Advertisement

તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 2024 ના વર્ષમાં પણ વાતાવરણ ગૂંચવણ ભર્યુ રહેવાનું અનુમાન છે. હાલ ખેતરમાં ઉનાળુ પાકની વાવણીની સીઝન ચાલી રહી છે. ત્યારે અંબાલાલનું કહેવું છે કે, 15 માર્ચ સુધીમાં ઉનાળુ પાકનું વાવેતર કરવું સારું છે. અન્યથા વાતાવરણના ફેરફાર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ જતાં તમારા ઉભા પાકને નુકસાન કરી શકે છે.

Tags :
Advertisement
Advertisement