For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં આવશે આંધી વંટોળ, આ 4 જીલ્લામાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડશે

01:45 PM Jun 02, 2024 IST | Drashti Parmar
હવામાન વિભાગની આગાહી  ગુજરાતમાં આવશે આંધી વંટોળ  આ 4 જીલ્લામાં  ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડશે

Meteorological Department Forecast: ગુજરાતમાં અસહ્ય ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે. પરંતુ રાજ્યના કેટલાક જીલ્લામાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગાહી(Meteorological Department Forecast) કરી છે કે રાજ્યમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી શકે છે. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે.

Advertisement

ગરમીથી મળી રાહત
તમને જણાવી દઈએ કે મહેસાણા જીલ્લામાં વાતાવરણમાં એકાએક ગત રાત્સુરે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. મહેસાણાનાં આસપાસનાં ગ્રામ્ય વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. જેમાં જોટાણા તાલુકામાં પણ ઝરમર વરસાદ પડ્યો હતો. વરસાદન પડતા લોકોએ કંઈક અંશે ગરમીમાંથી રાહત મેળવી હતી.

Advertisement

રાજ્યમાં 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
આ સાથે જ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે. આગામી 3 દિવસ રાજ્યમાં ભારે પવન ફૂંકાશે.  તેમજ 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

Advertisement

હવામાન વિભાગના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર  બનાસકાંઠા, પાટણ, કચ્છ, સુરેન્દ્રનગર સહિતનાં વિસ્તારોમાં વાવાઝોડાની અસર વર્તાય શકે છે. રાજ્યમાં મહત્તમ તાપમાનમાં અમદાવાદમાં 42.06 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગરનું તાપમાન 42.1 ડિગ્રી નોંધાયું હતું. આગામી 5 દિવસ અમદાવાદ-ગાંધીનગરમાં તાપમાન 43 ડિગ્રી રહેશે. આગામી 7 દિવસ વાતારવણ સૂકું રહેશે.

રાજ્યમાં ડસ્ટ સ્ટ્રોમની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. તેમજ અરેબિયન સી માંથી ભેજ આવતા બફારો થવાની સંભાવના છે. રાજ્યમાં 25 થી 30 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. જેના કારણે રાજ્યનાં કેટલાક ભાગોમાં ડસ્ટ સ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાં 42 થી 43 ડિગ્રી રહેવાની શક્યતા છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement