Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: વહેલી સવારથી અનેક શહેરોમાં મુશળધાર વરસાદ

12:58 PM Jun 08, 2024 IST | V D

Gujarat Rain Forecast: આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું. સુરતમાં ધોધમાર વરસાદ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. આજથી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી(Gujarat Rain Forecast) કરવામાં આવી હતી. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે.

Advertisement

જિલ્લાના બોડેલી તાલુકાના ચલામલીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ચલામલીમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને લગભગ સાડા સાત વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ વરસવાનું ચાલુ થયું છે. ધોધમાર વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. જેમાં કેટલાક ઠેકાણે ધીમીધારે તો કેટલાક ઠેકાણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે,

ચોમાસાના આગમનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના વાતાવરણમાં આજે વહેલી સવારથી જ પલટો આવ્યો છે અને છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. આ સાથે સુરતના ઓલપાડ તાલુકામાં પણ અસહ્ય બફારા વચ્ચે ગતમોડી રાત્રે મેઘરાજાની પધરામણી થઈ હતી અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો એકાએક પલટો આવ્યો છે.

Advertisement

કપરાડા તાલુકામાં બપોર બાદ વાતાવરણ પલટાયું હતું અને સુથાળપાડા વડોલી,રાનવેરી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. વરસાદના પગલે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે. પવન સાથે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વીજ પ્રવાહને અસર થઈ છે. આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 3 દિવસ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

8 જૂનથી વરસાદની ગતિ તેજ થશે
8 જૂને દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ સહિતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. અમદાવાદમાં આગામી 10 જૂનથી ચાર દિવસ વાતાવરણમાં પલટો આવે અને ગાજવીજ સાથે વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 9 જૂને પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

10 જૂને હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે

Advertisement
Tags :
Next Article