For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં મેઘમહેર શરુ: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 19 તાલુકાઓમાં ધોધમાર વરસાદ

11:40 AM Jun 22, 2024 IST | V D
ગુજરાતમાં મેઘમહેર શરુ  છેલ્લા 24 કલાકમાં રાજ્યના 19 તાલુકાઓમાં ધોધમાર વરસાદ

Gujarat Rain News: ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયું છે. મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની મહેર થઈ પણ ગઈ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વરસાદ થતા જગતનો તાત ખુબ જ રાજી જોવા મળ્યો છે. કારણ કે, વાવણી પહેલા પીયતનો વરસાદ આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 30 તાલુકામાં વરસાદ થયો છે. આ તાલુકાઓમાં આગાહી પ્રમાણે સારો એવો વરસાદ(Gujarat Rain News) થયો છે. જેથી ગરમીથી પણ આંશિક રાહત મળી છે.

Advertisement

ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો
ભાવનગર શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે ઝરમર વરસાદ વરસ્યો છે. શહેરમાં સામાન્ય વરસાદને કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. જિલ્લાનાં મહુવા અને જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. તળાજા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે.

Advertisement

અમુક તાલુકામાં વાવણી લાયક વરસાદ થઈ જતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. સાથે જ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 19 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં ભાવનગર, બોટાદ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે.

Advertisement

વલસાડ જિલ્લામાં 5 દિવસ ભારે વરસાદની આગાહી
વલસાડ જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય કરાઈ છે. વલસાડ જિલ્લામાં 5 દિવસ ભારે વરસાદની આગાહીને લઈને વલસાડ જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. NDRF ની ટિમ દ્રારા વલસાડના લો-લેવલના વિસ્તારો તથા તિથલ બીચની મુલાકાત લેવામાં આવી છે. વલસાડ જિલ્લામાં ઉપવાસમાં ભારે વરસાદ અને જો લો લેવલના વિસ્તારમાં પાણી ભરાય તો વહેલી તકે NDRF દ્રારા કઈ રીતે ત્યાંના લોકોનું રેસ્ક્યુ કરવામાં આવે એ માટે તમામ લો લેવલના વિસ્તારોની મુલાકાત લેવાઈ હતી. સાથે ત્યાંના લોકો સાથે વાતચીત કરી પુર સમયે કઈ રીતે જાનમાલ બચાવી શકાય એ માટે માહિતી અપાઈ હતી.

રાજ્યના તમામ ભાગોમાં વરસાદી માહોલ જામશે
અગામી 7 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવમાં આવી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર્ના તમામ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

દાહોદ, મહીસાગર, અરવલ્લી, પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા ભારે વરસાદ પડી શકે છે. આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પવનની ગતિ 40/45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. રાજ્યના તમામ ભાગોમાં વરસાદી માહોલ જામશે.

Tags :
Advertisement
Advertisement