For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

દિવાળી પર કાર લેવાનું વિચારી રહ્યા હોવ તો વાંચી લો આર્ટિકલ, આ ગાડીઓ પર મળી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ

10:16 AM Nov 06, 2023 IST | Chandresh
દિવાળી પર કાર લેવાનું વિચારી રહ્યા હોવ તો વાંચી લો આર્ટિકલ  આ ગાડીઓ પર મળી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ

Diwali Discount Offers on Cars: દિવાળી નજીક આવી રહી છે ત્યારે, ભારતની ટોચની કાર ઉત્પાદકો મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઈ તેમની કાર પર આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ દિવાળી ડિસ્કાઉન્ટ કાર (Diwali Discount Offers on Cars) ખરીદનારાઓને તેમના મનપસંદ વાહનની ખરીદી પર મોટી બચત કરવાની એક શ્રેષ્ઠ તક પૂરી પાડે છે. ચાલો જાણીએ કઈ કાર પર કેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

Advertisement

Advertisement

મારુતિ ઈગ્નીસ
આ કારની ખરીદી પર તમારી પાસે 10,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ મેળવવાની તક છે. વધુમાં, રૂ. 35,000 સુધીનું એક્સચેન્જ બોનસ અને રૂ. 25,000 સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ છે.

Advertisement

મારૂતિ બલેનો
પ્રીમિયમ બલેનો હેચબેક તમામ વેરિઅન્ટ્સ માટે રૂ. 20,000 સુધીના એક્સચેન્જ બોનસ સાથે રૂ. 10,000 સુધીના આકર્ષક રોકડ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે.

Advertisement

મારુતિ સિયાઝ
મારુતિ સિયાઝ સેડાન રૂ. 3,000 સુધીના એક્સચેન્જ બોનસ અને રૂ. 25,000ના કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે.

મારુતિ જીમની
જીમ્ની Zeta ટ્રીમ પર રૂ. 50,000ના રોકડ ડિસ્કાઉન્ટ અને રૂ. 50,000ના એક્સચેન્જ બોનસ સાથે ઉપલબ્ધ છે. આલ્ફા ટ્રીમ પર રૂ. 20,000નું એક્સચેન્જ બોનસ ઉપલબ્ધ છે.

મારુતિ અલ્ટો K10
30,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ, 15,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ તેના CNG વેરિઅન્ટ સહિત તમામ વેરિઅન્ટ પર ઉપલબ્ધ છે.

મારુતિ એસ-પ્રેસો
ગ્રાહકો આ કાર પર કુલ રૂ. 50,000નો લાભ મેળવી શકે છે, જેમાં રૂ. 30,000નું રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 20,000નું એક્સચેન્જ બોનસ અને રૂ. 4,000 સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે.

મારુતિ સેલેરિયો
તેમાં વેરિઅન્ટના આધારે રૂ. 59,000 સુધીના લાભો ઉપલબ્ધ છે જેમાં રૂ. 35,000 સુધીનું રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 20,000નું એક્સચેન્જ બોનસ અને રૂ. 4000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે.

મારુતિ સ્વિફ્ટ અને વેગન આર
આ ઓફર તમામ વેરિઅન્ટ્સ પર લાગુ છે અને તેમાં રૂ. 20,000નું રોકડ ડિસ્કાઉન્ટ સાથે રૂ. 25,000નું એક્સચેન્જ બોનસ અને રૂ. 20,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે.

હ્યુન્ડાઇ કોના
આ ઇલેક્ટ્રિક કોમ્પેક્ટ SUV પર 2 લાખ રૂપિયાનું આકર્ષક રોકડ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 Nios
તે હાલમાં હ્યુન્ડાઈના એન્ટ્રી-લેવલ મોડલ તરીકે ઉપલબ્ધ છે અને રૂ. 10,000ના એક્સચેન્જ બોનસ, રૂ. 30,000ના રોકડ ડિસ્કાઉન્ટ અને રૂ. 3,000ના કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે.

હ્યુન્ડાઈ i20
i20 ના Magna અને Sportz વેરિયન્ટ માટે ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે, Sportz મેન્યુઅલ વેરિઅન્ટ 25,000 રૂપિયાના રોકડ ડિસ્કાઉન્ટ સાથે અને DCT ઓટોમેટિક વેરિઅન્ટ 30,000 રૂપિયાના રોકડ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. આ ઉપરાંત, તેના પર 10,000 રૂપિયાનું વધારાનું એક્સચેન્જ બોનસ પણ ઉપલબ્ધ છે.

હ્યુન્ડાઇ ઓરા
Hyundai Aura CNG પર 20,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ અને પેટ્રોલ વેરિએન્ટ પર 10,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, રૂ. 10,000ની વધારાની એક્સચેન્જ ઓફર અને રૂ. 3,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ છે.

હ્યુન્ડાઇ વર્ના અને અલ્કાઝર
ગ્રાહકો આ બંને કાર પર રૂ. 20,000નું રોકડ ડિસ્કાઉન્ટ અને રૂ. 25,000નું એક્સચેન્જ બોનસ મેળવી શકે છે.

Tags :
Advertisement
Advertisement